કિશોર તુવર, બનાસકાંઠા: ગુજરાતે વિશ્વમાં પરંપરાગત અને ભાતીગળ ભરતા લોક મેળાઓ માટે પ્રસિદ્ધ છે. શીતળા સાતમના તહેવાર નિમિત્તે ધાનેરા તાલુકાના ધાખા ગામે આવેલ શીતળા માતાના મંદિરે ભવ્ય ભાતીગળ લોક મેળો ભરાયો હતો. શીતળા સાતમનો મેળો માણવા શ્ર્ધાળુઓ દુર-દુરથી પરંપરાગત ગ્રામીણ પહેરવેશમાં સજ્જ થઇ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ લોક મેળાની વિશેષતા એ છે કે, શ્ર્ધાળુંઓ એક દિવસ અગાઉ રાંધણ છઠના દિવસે ભોજન રાંધે છે. શીતલા સાતમના દિવસે ધાખા ગામમાં આવેલ શીતળા માતાના મંદિરે ઠંડા ભોજનનું ધૂપ અર્પણ કરે છે
લોકો રાખે શીતળા માતાની માનતા
ગ્રામીણ વિસ્તારમાં માન્યતા છે કે, જે બાળકને ઓરી નીકળે છે તે બાળક વજનની સરખામણીમાં શીતલાને ગોળ અને મીઠાની માનતા માની શીતળા સાતમના દિવસે બાળક ના વજન બરાબર ગોળ અને મીઠું તોલવામાં આવે છે અને માં શીતલને ચડાવી માન્યતા પૂર્ણ કરવામાં આવે છે. લોકવાયકા પ્રમાણે તે માનતા રાખવાથી બાળકને નીકળતી ઓરી મટી જાય છે.
હિંદુ ધર્મના કેલેન્ડરમાં પ્રમાણે વર્ષમાં બે વાર શીતળા સાતમ આવે છે અને વર્ષ માં બે વાર ધાનેરા તાલુકાના ધાખા ગામે આવેલ શીતળા માતાના મંદિરે લોક મેળો ભરાય છે. આ મેળા માં શ્ર્ધાળુઓ સહ -પરિવાર સાથે દુર-દુર થી આવે છે અને ભાતી ગળ મેળો માણે છે. બનાસકાંઠાના લોકોમાં મેળાને લઈને ભાર ઉત્સાહ જોવા મળતો હોય છે.
બનાસકાંઠામાં ભરાયો ભાતીગળ મેળો
ગુજરાતના લોકોમાં મેળાને લઈને ભારે ઉત્સાહ હોય છે. અને બનાસકાંઠાના આવા ભાતિગળમેળાઓ પણ ઘણા ભરાય છે. જેમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. તેમા પણ સિતળા સાતમને લઈને લોકોમાં વધારે વધારે આનંદ જોવા મળતો હોય થછે. લોકોમાં શીતળા સાતમને લઈને શ્રદ્ધા પણ એટલી જ હોય છે.