Home /News /banaskantha /

બનાસકાંઠા: ટ્રેક્ટર ચાલકે ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત; શેઠની હત્યા કરનાર આરોપી ઝડપાયો

બનાસકાંઠા: ટ્રેક્ટર ચાલકે ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત; શેઠની હત્યા કરનાર આરોપી ઝડપાયો

અકસ્માતમાં એક યુવાનનું મોત.

Banaskantha news updates: બેંગલુરુમાં પોતાના શેઠની હત્યા કરી લૂંટ ચલાવી ફરાર થયેલા એક આરોપીને અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યો છે. બેંગલુરુમાં નોકરી કરવા ગયેલા રાજસ્થાનના પાલી જિલ્લાના બીજારામ દુર્ગારામ દેવાસીએ પોતાના માલિકની હત્યા કરી નાખી હતી.

વધુ જુઓ ...
    બનાસકાઠા: રાજ્યમાં દરરોજ અકસ્માત (Road accidents)ના બનાવો બનતા રહે છે. આજે બનાસકાંઠા જિલ્લા (Sabarkantha district)ના કાંકરેજ તાલુકાના અધગામ ચાંગા (Adhgama Changa) પાસે થયેલા અકસ્માતને એક યુવાને જીવ ગુમાવ્યો છે. અહીં એક ટ્રેક્ટર ચાલકે બાઇક પર જઈ રહેલા યુવાનને અડફેટે લીધો હતો. જે બાદમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું. બાઇક ચાલક જમીન પર પટકાયા બાદ ટ્રેકટરનું વ્હીલ તેના માથા પર ફરી વળ્યું હતું. જે બાદમાં બાઇક ચાલક ટીનાજી બાબુજી ઠાકોર (Teenaji Babuji Thakor)નું ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું. બનાવ બાદ પોલીસે લાશનો કબજો મેળવીને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી હતી.

    શેઠની હત્યા કરનારો આરોપી ઝડપાયો:


    અન્ય એક બનાવમાં બેંગલુરુમાં પોતાના શેઠની હત્યા કરી લૂંટ ચલાવી ફરાર થયેલા એક આરોપીને અમીરગઢ પોલીસે (Amirgadh Police) ઝડપી પાડ્યો છે. બેંગલુરુમાં નોકરી કરવા ગયેલા રાજસ્થાનના પાલી જિલ્લાના બીજારામ દુર્ગારામ દેવાસીએ પોતાના માલિકની હત્યા કરી નાખી હતી. જે બાદમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત 24 લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. અમીરગઢ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી લૂંટનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.


    જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો:


    બીજી તરફ જિલ્લાના વાતવરણમાં વહેલી સવારથી જ પલટો આવ્યો છે. સવારથી જ પાલનપુર, ડીસા અને ધાનેરા સહિતના પંથકોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ભર ઉનાળે વાદળછાયું વાતાવરણ સર્જાતા જગતનો તાત ચિંતિત બન્યો છે. વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા છે.


    પાણી મુદ્દે યુવાનોની બાઇક રેલી:


    જિલ્લાના થરાબદમાં પાણી મુદ્દે આજે યુવા ખેડૂતોએ બાઇક રેલી યોજી છે. બાઇક રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે. નર્મદા કમાન્ડ એરિયા બહારના 97 ગામોને કમાન્ડ એરિયામાં લેવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ આજે બાઇક રેલી કાઢી છે. ખેડૂતોનું કહેવું છે કે જિલ્લામાં ભૂગર્ભ જળ ઊંડા જતા ઠેર ઠેર પીવા તેમજ સિંચાઈના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં હાલ ઠેર ઠેર જળ માટે આંદોલન ચાલી રહ્યું છે.


    કપડાંની ચોરી કરતી ગેંગ ઝડપાઈ:


    જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીની તૈયાર કપડાંની દુકાનમાંથી કપડાંની ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. મળતી માહિતી પ્રમાણે પાલનપુર એલસીબી પોલીસે ખાનગી બાતમીના આધારે ઉંબરી બસ સ્ટેન્ડ પરથી બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ રાત્રિ દરમિયાન દુકાનની બારી તોડી અંદર પ્રવેશી ચોરી કરી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Banaskantha, Road accident, ગુનો, પોલીસ

    આગામી સમાચાર