Home /News /banaskantha /Palanpur: પર્યાવરણ બચાવવા યુવકે અપનાવ્યો અનોખો આઈડિયા, જૂઓ VEDIO

Palanpur: પર્યાવરણ બચાવવા યુવકે અપનાવ્યો અનોખો આઈડિયા, જૂઓ VEDIO

X
આ

આ ટી સ્ટોલ પર લોકો દૂર દૂરથી ચા પીવા અને કપ ખાવા આવે છે..

પાલનપુર ખાતે આવેલા હનુમાન ટેકરી પાસે એક યુવકે પોતાના ચાના સ્ટોલ ઉપર ચા પીઓ અને કપ ખાઈ જાઓ તેઓ નવો કોન્સેપ્ટ શરૂ કર્યો છે. જે વિશ્વ સહિત દેશમાં પ્લાસ્ટિકના કારણે થતા પ્રદુષ્ણનને રોકવાનો અનોખો પ્રયાસ કહી શકાય છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
    Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં એક નાના ધંધા સાથે સંકળાયેલા યુવકે એક મોટું અભિયાન શરૂ કર્યું છે. આ યુવકે પર્યાવરણ તેમજ પ્રદૂષણને અટકાવવા માટે પોતાના નાનકડા ધંધા પર એક અભિયાનની શરૂ કરતાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છેે.

    બનાસકાંઠાનો જિલ્લા મથક ગણાતા પાલનપુર ખાતે આવેલા હનુમાન ટેકરી પાસે એક યુવકે પોતાના ચાના સ્ટોલ ઉપર ચા પીઓ અને કપ ખાઈ જાઓ તેઓ નવો કોન્સેપ્ટ શરૂ કર્યો છે.વિશ્વ સહિત દેશમાં પ્લાસ્ટિકના કારણે થતા પ્રદુષ્ણના કારણે અનેક મુશ્કેલીઓનો લોકો સામનો કરી રહ્યા છે.રહેણાંક વિસ્તારોમાં પ્લાસ્ટિકના બેગના કારણે મોટા મોટા ઢગ થઈ જાય છે. જે ડિકમ્પોસ થતો નથી જેના કારણે તેમાં ગંદકી થાય છે અને આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ પણ ફેલાય છે.



    જે માનવ જીવન માટે હાનિકારક સાબિત થઈ રહ્યું છે.પ્લાસ્ટિકના કારણે કેન્સરના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે આ કેન્સરના કેસો વધતા અનેક લોકો મોતને ભેટ્યા છે ત્યારે પાલનપુર ખાતે આવેલ હનુમાન ટેકરી પાસે જગદીશભાઈ પઢિયાર નામના એક યુવકે બનાસકાંઠા જિલ્લાને પ્લાસ્ટિક ફ્રિ કરવા એક અનોખું અભિયાન છેડ્યું છે.


    આ જગદીશભાઈ પઢિયારની પાલનપુર હનુમાન ટેકરી પાસે‌ પોતાની ચામુંડા ટી સ્ટોલ આવેલી છે અને આ ચા ના સ્ટોલ પર એક નવો કોન્સેપ્ટ શરૂ કર્યો છે જેમાં ચા પીઓ અને કપ ખાઈ જાઓ. તેમને જણાવ્યું હતું કે અત્યારે જે પ્રમાણે પ્લાસ્ટિકના કારણે કેન્સરના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિકના કારણે ગંદકી સર્જાઇ રહી છે.



    જગદીશભાઈ પઢિયાર એકવાર ટ્રાવેલિંગ કરતા વડોદરા પાસેથી પસાર થતા હતા ત્યારે ત્યાં જોયું તો એક ટી સ્ટોલ પર ચા પી કપ ખાઈ જાઓ તેવું જોવા મળ્યું હતું.જ્યા તેઓએ જઈ તમામ પૂછપરછ અને અનુભવ કર્યો અને પોતાના જિલ્લામાં પણ આ શરૂ કરવાનું મન બનાવ્યું હતું.જે બાદથી તેઓએ પોતોના ટી સ્ટોલ પર પણ આ કપ આપવાનું શરૂ કર્યું છે.જેથી કરી લોકોમાં જાગૃતા આવે અને પ્લાસ્ટિકના કારણે થતી બિમારીઓને રોકી શકાય તેવો એક પ્રયાસ હાથ ધર્યું છે.



    જે બાદ જગદીશભાઈ પઢિયાર પણ ત્યાં જઈ ચા પીધી અને કપ ખાઈ ગયા તે બાદ તેમને વિચાર આવ્યો કે બનાસકાંઠા જિલ્લામાં પણ પ્લાસ્ટિક મુક્ત કરી અને જો આ કપ યુઝ કરવામાં આવે તો દિવસેને દિવસે વધતા કેન્સરના કેસોમાં પણ ઘટાડો જોવા મળશે તેમજઘઉં અને મકાઈના મિશ્ર માંથી બનાવેલ કપ જેની ત્રણ ફ્લેવર જેમાં ઈલાયચી વેનીલા અને ચોકલેટ ફ્લેવરના કપમાં લોકોને ચા પીવડાવી રહ્યા છે.અને લોકો આ કોન્સેપ્ટને આવકારી પણ રહ્યા છે.જગદીશભાઈ પઢિયારે પ્લાસ્ટિક મુક્ત અભિયાન તેમજ પર્યાવરણ બચાવવા માટેના અભિયાન શરૂ કરવાથી લોકોમાં પણ એક જાગૃતિ આવી રહી છે.

    આ યુવકના ટી સ્ટોલ પર દૂર દૂરથી લોકો ચા પીવા આવે છે.

    બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે જગદીશભાઈ પઢિયાર નામના યુવક દ્વારા પોતાના ટી સ્ટોલ પર ચા પી કપ ખાઈ જાઓ ની શરૂઆત કરતાં લોકો પણ મોટી સંખ્યામાં તેમની ચા પીવા આવે છે અને કપ પણ ખાય છે. આ સ્ટોલ પર ચા પીધા પછી કપ ખાઈ ગયેલા યુવકોને પૂછતા તેમને પણ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમવાર ચા પી કપ ખાઈ જવાની આ ચા ની દુકાન બનાસકાંઠા જિલ્લામાં એક જગ્યાએ છે અને આ જગદીશભાઈ પઢિયાર દ્વારા શરૂ કરાયેલા આ કોન્સેપ્ટ ને લોકો પણ વખાણી રહ્યા છે અને લોકો પણ ચા પી અને કપ ખાવા થી તેમને પણ મજા આવી રહી છે અને લોકો પણ આ તેમના કોન્સેપ્ટને વધાવી અન્ય લોકોને પણ આ કોન્સેપ્ટ તરફ વળે તેવું જણાવી રહ્યા છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Buisness, Environment, Local 18, Palanpur, TEA

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन