દાંતીવાડા તાલુકાના ખેડા ગામના યુવાને ગ્રેજ્યુશન સુધી અભ્યાસ કરી ખેતી કરે છે. 30 વર્ષના યુવાને વેલાવાળા ટામેટાની ખેતી કરી છે. અડધા વીઘામાં વાવેતર કર્યું છે. બે થી ત્રણ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે.
Nilesh Rana, Banaskantha: દાંતીવાડા તાલુકાના ખેડા ગામ ખાતે રહેતા વિક્રમભાઈ મથુરજી ઠાકોરની ઉંમર 30 વર્ષની છે. તેમણે ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે. વિક્રમભાઈ મથુજી ઠાકોરનો પરિવાર વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે. શરૂઆતમાં પરિવાર પરંપરાગત ખેતી કરતા હતા. ચાલુ વર્ષ પ્રથમ વખત સૌ પ્રથમવાર ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના માર્ગદર્શન હેઠળ વિક્રમ ઠાકોરે અડધા વીઘા ખેતરમાં વેલા વાળા ટામેટાના 3 હજાર છોડ વાવી ખેતીની શરૂઆત કરી હતી.
એક છોડમાંથી પાંચથી સાત કિલો ટામેટા ઉતારે
અડધો વીઘા ખેતરમાં વાસ અને દોરી આધારિત વેલા વાળા ટામેટાની ખેતીની શરૂઆત કરી છે. અડધા વીઘામાં તમામ ખર્ચ 40 હજારનો થયો હતો.
અત્યારે વિક્રમ ઠાકોરના ખેતરમાં અડધા વીઘામાં વાવેલા વેલાવાળા ટામેટા માંથી સારું એવું ઉત્પાદન થઈ રહ્યું છે. એક છોડ પરથી પાંચ થી સાત કિલો ટામેટાનું ઉત્પાદન મળી રહ્યું છે.
40 હજારનાં ખર્ચ સામે 1.50 લાખની આવક થશે: વિક્રમભાઇ
ત્રણ થી ચાર દિવસના સમયમાં તેમના ખેતર માંથી બે થી ત્રણ ટન જેટલા ટામેટાનું ઉત્પાદન મેળવી રહ્યા છે.
બજાર ભાવ પણ અત્યારે સારો મળી રહ્યો છે. નાની વયના ખેડૂત વિક્રમ ઠાકોરને આગામી સમયમાં ટામેટા માંથી સારી આવક થશે.
વિક્રમભાઈએ જણાવ્યું હતું કે, અડધા વીઘામાં 40 હજારનાખર્ચે સામે 1.50 લાખની આવક થશે.