ડીસાની પ્રિયલ ઠક્કર ભગવાન કાનાજીના ડિઝાઇન વાળા વસ્ત્રો અને ચીજવસ્તુઓ બનાવે છે.
ડીસાના પ્રિયલબેન ઠક્કરે બીબીએ ફેશન ડિઝાઇનરનો કોર્સ કર્યો છે. હાલ ભગવાન કાનાજી ના વસ્ત્રો અને વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવે છે. તમામનું ઓનલાઇન વેચાણ કરે છે. ભારત ઉપરાંત વિદેશમાં પણ વસ્તુઓ વેચે છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રહેતા 25 વર્ષીય પ્રિયલબેન ઠક્કર છેલ્લા ત્રણ વર્ષથી ભગવાન કાનાજીના વાઘા બનાવે છે. 70થી વધુ ડિઝાઇનનાં વસ્ત્રો અને અન્ય ચીજ વસ્તુઓ બનાવે છે. પ્રિયલબેને બનાવેલા વસ્ત્રો સમગ્ર ભારત સહિત વિદેશમાં પણ પહોંચે છે.
પ્રિયલબેને બીબીએ ફેશન ડિઝાઇનરનો કોર્સ કર્યો
ડીસાના ભવ્ય ગેલક્ષીમાં રહેતી પ્રિયલબેન અનિલભાઈ ઠક્કરની ઉંમર માત્ર 25 વર્ષ છે.તેમણે બી.બી.એ ફેશન ડિઝાઈનરનો કોર્સ કર્યો છે. પ્રિયલ ઠક્કરની માતા શરૂઆતમાં ભગવાન કાનાજીના વાઘા સિલાઈ મશીનથી બનાવતા હતા.
પરંતુ પ્રિયલ ઠક્કર ફેશન ડિઝાઈનરનો કોર્સ કરી ભગવાન કાનાજીના વસ્ત્રોને અનોખા ડિઝાઇન વાળા બનાવી વેચાણ કરવાનું વિચાર્યું હતું.
આ પ્રિયલ ઠક્કર ભગવાન કાનાજીના વસ્ત્રોને અલગ અલગ ડિઝાઇન બનાવવા માટે વપરાતા રો મટીરીયલ બહારથી લાવે છે.
જેમાં નેટ,વેલ્વેટ, લેસ, ડાયમંડ, દોરી, પેચ વર્ક, ફ્લાવર્સ, કાપડ, વુડન, લાઈટનો ઉપયોગ કરે છે. છેલ્લા ત્રણ વર્ષથી ભગવાન કાનાજીના રિલેટિવ વસ્ત્રો અને અનેક ચીજ વસ્તુઓ બનાવી રહ્યા છે.
ઓનલાઈન વેચાણ કઈ કઈ જગ્યાએ કરે છે
પ્રિયલ ઠક્કર દ્વારા તૈયાર કરવામાં આવતા ભગવાન કાનાજીના 70 થી વધુ પ્રકારના વસ્ત્રો અને તેના રિલેટિવ ચીજ વસ્તુઓનું ઓનલાઇન વેચાણ કરે છે.
રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મુંબઈ સહિત 10 રાજ્યોમાં અને આ સિવાય વિદેશમાં ન્યૂઝીલેન્ડ, કેનેડા,ઓસ્ટ્રેલિયા, યુએસએમાં પણ ઓનલાઇન વેચાણ કરે છે. તેઓ કાનાજીના કંગન, બાંસુરી,પાઘડી, સિંહાસન, ઝુલા જેવી ચીજ વસ્તુઓ બનાવી ઓનલાઈન વેચાણ કરે છે.
100 રૂપિયાથી લઈ 1 હજાર રૂપિયામાં વેચે છે
પ્રિયલ ઠક્કર પોતાની કળાથી બનાવેલ ભગવાન કાનાજીના વાઘા અને તેમનાથી રિલેટિવ ચીજ વસ્તુઓનું કાનાજી ડ્રેસ કલેક્શનની વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન વેચાણ કરે છે. જેમાં 100 રૂપિયાથી લઈને 1,000 રૂપિયા સુધીના અલગ અલગ ડિઝાઇન વાળા વસ્ત્રો અને અનેક કાનાજીને રિલેટિવ ચીજ વસ્તુઓ બનાવે છે. ઓનલાઈન વેચાણ કરી વર્ષે 50 હજારથી વધુની આવક મેળવી આત્મનિર્ભર બન્યા છે.