Home /News /banaskantha /Deesa: આ ગામમાં 200 વર્ષથી હોળી નથી ઉજવાળી, આ પ્રથા પાછળ છે આવી માન્યતા

Deesa: આ ગામમાં 200 વર્ષથી હોળી નથી ઉજવાળી, આ પ્રથા પાછળ છે આવી માન્યતા

X
રામસણ

રામસણ ગામમાં છેલ્લા 200 વર્ષ અગાઉથી આ ગામમાં હોળી પ્રગટાવાતી નથી.

હોળી પર્વ નજીક આવી રહ્યું છે. પરંતુ ગુજરાતનાં ડીસા તાલુકાનાં રામસણ ગામમાં હોળી પ્રગટાવવામાં આવતી નથી. 200 વર્ષ પહેલા હોળીનાં દિવસે ગામમાં આગ લાગી હતી. બાદ ગામમાં હોળી પ્રગટાવવામાં આવતી નથી.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ છે. જ્યાં હોળીના પર્વની કયારે પણ ઉજવણી થઇ નથી અને વર્ષોથી ચાલતી આવતી ગામમાં હોળી ના પ્રગટવાની પરંપરા આજે પણ અકબંધ છે. દેશભરમાં જ્યારે ધામધૂમથી રંગોના તહેવાર હોળીને ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે, ત્યાર આ ગામમાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવતી નથી. એટલું જ નહીં 200 વર્ષથી ગામમાં હોળીની ઉજવણી થતી નથી.

207 વર્ષ પહેલા હોળી પ્રગટાવી અને ગામમાં આગ લાગી

ડીસા તાલુકાના રામસણ ગામનું પૌરાણિક નામ રામેશ્વર હતું. કહેવાય છે કે, ભગવાન શ્રીરામ એ અહીંયા આવીને રામેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી હતી.



આ ગામમાં લગભગ 10 હજારની જનસંખ્યા છે અને ઐતિહાસિક ગામમાં 207 વર્ષ પહેલા હોળી પ્રગટ કરવામાં આવી હતી. પરંતુ સમય અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી. જેનાથી ગામમાં રહેતા લોકો ડરી ગયા હતા.



આગ કેમ લાગી તેની લોક માન્યતાએ હતી. રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું. જેથી સાધુ સંતોએ શાપ આપ્યો હતો. હોળી પર્વ પર આ ગામમાં જયારે આગ લાગી હતી.



તેના ઘણા વર્ષો બાદ ગામમાં લોકો ફરી હોળી પ્રગટાવાનો પ્રયત્ન કર્યો હતો, ફરી ગામમાં આગ લાગી કેટલાક મકાનો પણ આગમાં બળી ગયા હતા.



અને ત્રણ વખત હોળીના પર્વ પર જ આવ્યું થતાં ત્યારથી જ હોળી પ્રગટાવવાનું ગામ લોકોએ બંધ કરી દીધું છે.



આવી રીતે કરે છે ઉજવણી

રામસણ ગામમાં લોકોનું કહેવું છે કે, જ્યારે પણ હોળી આવે છે ત્યારે 200 વર્ષો પહેલા હોળીના દિવસે ગામમાં લાગેલી ભયાનક આગની યાદ તાજી થઇ જાય છે. આજે પણ ગામના લોકો હોળીના દિવસે એક શ્રીફળ મૂકી બાળકોને ઢુંઢાડે છે.



ત્યારબાદ રામેશ્વર મહાદેવના મંદિરે લોકો ભેગા થઈ ભજન, કીર્તન કરી છુટા પડે છે અને આવી રીતે હોળીના તહેવારની ઉજવણી કરે છે. 200 વર્ષથી ચાલી આવી રહેલી આ પરંપરા આજે પણ બરકરાર છે.અને આજની નવી પેઢીના વિચારોને જોતા આવનારા સમયમાં પણ આ પરંપરા બરકરાર રહે તેવું જણાઈ રહ્યું છે.
First published:

Tags: Banaskanatha, Holi 2023, Holi festival, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો