Home /News /banaskantha /Deesa: ડીસાના શિક્ષકના એક વિચારે બાળકોની જિંદગી બદલી નાખી

Deesa: ડીસાના શિક્ષકના એક વિચારે બાળકોની જિંદગી બદલી નાખી

X
આગામી

આગામી બાળકોને શાળામાં લાવવા આ શિક્ષકનું વ્યસન મુક્તિનું  ઈનોવેટીવ આઈડિયા.

બનાસકાંઠાના આ શિક્ષકના આ કાર્યની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ લેવાઇ છે. ડીસાના સી.આર.સી. કોઓર્ડીનેટર વિજયકુમાર માનજીભાઈ પ્રજાપતિના આ ઇનોવેટિવ આઈડિયાના કારણે અનેક એવોર્ડથી તેઓને સન્માનિત કરાયા છે.

Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાના ડીસાના સી.આર. સી (Cluster Resource Centre) કોઓર્ડીનેટર પોતાના ક્લસ્ટર હેઠળની શાળાઓમાં બાળકોની હાજરી વધારવા અવનવા આઈડિયા બનાવી બાળકો માટે આરોગ્ય લક્ષી કાર્ય કરે છે અને તેમના આ કાર્યની નોંધ કેન્દ્ર લેવલ સુધી લેવાઇ છે.

શિક્ષણમાં નવીનતા લાવવા માટે તેમને અનેક સંસ્થાઓએ એવોર્ડ તેમજ સન્માન પત્રો આપ્યાં છે. હાલમાં આ સી.આર.સી કોઓર્ડીનેટરની બદલી ડીસા શહેરમાં થતા તેઓ સ્લમ વિસ્તારમાં વ્યસન મુક્તિ અભિયાન માટે શાળાના બાળકોને નાટિકા દ્વારા જાગૃતિ સંદેશો આપવા તૈયાર કરી રહ્યા છે.



બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ઉમરેજા ગામના વતની વિજયકુમાર માનજીભાઈ પ્રજાપતિ વર્ષ 2010માં શિક્ષક તરીકે જોડાયા હતા. તેઓએ પ્રથમ પાલનપુરની વિદ્યામંદિર હાઈસ્કૂલમાં ફરજ બજાવી ત્યારબાદ તેઓ સરકારી પ્રાથમિક શિક્ષક તરીકે જોડાયા હતા.



જેમાં તેઓએ ડીસા તાલુકાની મુડેઠા ગોગાપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી અને ત્યાર બાદ દામા પ્રાથમિક શાળામાં જોડાયા હતા.

દામા પ્રાથમિક શાળામાં બાળકોની પાંખી હાજરી હતી પણ.

ડીસાના દામા સી.આર.સી કોઓર્ડીનેટર તરીકે જોડાયા હતા ત્યારે સી.આર.સી તરીકે તેઓના વિભાગની 11 જેટલી પ્રાથમિક શાળાઓમાં તપાસ કરતા જાણવા મળ્યુ કે, આ વિસ્તારની શાળાઓમાં બાળકોની ખૂબ જ પાંખી હાજરી રહે છે.



કારણકે આ વિસ્તાર મોટા ભાગે બટાટાનું વાવેતર થતુ હોવાથી બટાટાનાં વાવેતર તેમજ બટાટા લેવાના સમયે તો બાળકોની શાળામાં બિલકુલ હાજરી ન રહેતી. આથી તેઓએ બાળકોની હાજરી વધારવા માટે પોતાના તાબાની શાળાઓના આચાર્યો- વાલીઓ, શિક્ષકો સાથે ખેતરે ખેતરે જઈ બાળકોની શાળાએ મોકલવા પ્રોત્સાહિત કરવા કર્યો કર્યા.



શાળામાં આવતા બાળકોનું પેટમાં દુઃખવાનું પ્રમાણ ઘટાડવા આવું કાર્ય કર્યુ

દામા ખાતે શાળામાં બાળકો મધ્યાહન ભોજન કરતા ત્યારે શાળાનાં બાળકોમાં અનેક પ્રકારના પેટના દુ:ખાવાથી લઈ અનેક પ્રકારના રોગો પણ હોવાથી પણ બાળકોની હાજરી ઓછી રહેતી હતી. આ બાબતે તેમણે તપાસ કરી અને જાણ્યું કે, બાળકો શાળામાં ગમે તે પ્રવૃત્તિ કરી હાથ ધોયા વગર જ મધ્યાહન ભોજન લેતા હતા. જેના કારણે હાથ તેમજ નખમાં રહેલો મેલ પેટમાં જવાના કારણે અનેક પ્રકારના રોગો થતા હતા.



બાળકોનું આરોગ્ય સારુ રહે તે માટે તેમણે નવી પ્રથા શરૂ કરી. જેમાં મધ્યાહન ભોજન પહેલા તમામ બાળકોને હાથ ધોવાની તેમજ ચમચી વડે ફરજિયાત ભોજન આપવાની શરૂઆત કરાવી. આ નવી સિસ્ટમને કારણે ટુંક સમયમાં બાળકોનાં આરોગ્યમાં ફર્ક જણાયો અને સુધારો જોવા મળ્યો.



આ ઈનોવેટિવ આઈડિયાથી આટલા એવોર્ડથી સન્માનિત થયા

વિજયભાઈ પ્રજાપતિના આ ઈનોવેટિવ આઈડિયાની નોંધ અમદાવાદની સર ફાઉન્ડેશને (Sir foundation) લઈ તેઓના આઈડિયાને રાજ્ય કક્ષાએ નોંધ લીધી.



આ ઉપરાંત ગ્વાલિયરની રૂડકી ની સંસ્થાએ પણ રાષ્ટ્રીય કક્ષાની ઇનોવેટીવ શિબિરમાં તેઓને બોલાવી તેમનું બહુમાન કર્યું હતું. આ પછી મહારાષ્ટ્રમાં આવેલા સુલાપુર ખાતે તેમના આ ઇનોવેટીવ આઈડિયાને ‘બેસ્ટ ઇનોવેટિવ ટીચર’ તરીકે સન્માન મળ્યું.

આ શિક્ષકનું આગામી સમયમાં આવું ઈનોવેટિવ કાર્ય.

હાલમાં તેઓની બદલી ડીસા શહેરની ચિહ દોશી પ્રા.શાળામાં ક્લસ્ટરમાં થતા અહીં પણ બંને શાળાઓમાં બાળકોની હાજરી ઓછી છે. તેમણે જોયુ કે, આ બંને વિસ્તાર સ્લમ વિસ્તારમાં આવતા હોવાથી મોટાભાગના બાળકોના વાલીઓ વ્યસનની હોવાથી તેની અસર બાળક ની શાળામાં હાજરી પર પણ પડી રહી છે.આથી તેઓ હવે સ સ્લમ વિસ્તારમાં વ્યસન મુક્તિ અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે આ માટે શાળાના જ બાળકો ને તૈયાર કરી તેમના દ્વારા વ્યસન મુક્તિ નાટકો નાટીકાઓ બનાવી આ બાળકો પોતાના જ મોલ્લા શેરી ગલીઓમાં પ્રદર્શિત કરે તો તેમના વાલીઓમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ આવે તેવો ઇનોવેટીવ આઈડિયા તેઓનો છે આ માટે શાળાના શિક્ષકો તેમજ કોઓર્ડીનેટર આ કાર્ય પર કામ કરી રહ્યા છે.
First published:

Tags: Award, Local 18, School teachers