Home /News /banaskantha /દેશ નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત છે જ્યારે નડાબેટ બોર્ડર પર BSFના જવાનો દેશની સેવામાં મસ્ત જોવા મળે છે
દેશ નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત છે જ્યારે નડાબેટ બોર્ડર પર BSFના જવાનો દેશની સેવામાં મસ્ત જોવા મળે છે
BSFના જવાનો દેશની સેવામાં મસ્ત
Indo Pak Border: સમગ્ર દેશ અને દુનિયા નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત છે, જ્યારે નડાબેટ ભારત - પાક ઇન્ટરનેશનલ બોર્ડર પર BSFના જવાનો દેશની સેવામાં મસ્ત જોવા મળી રહ્યા છે. ઝીરો ડિગ્રી ઠંડી અને વિષમ પરિસ્થિતિમાં BSFના ખડે પગે દેશની સેવા કરી રહ્યા છે.
કિશોર તુવર, બનાસકાંઠા: સમગ્ર દુનિયા નવા વર્ષ-2023ને આવકારવા માટે વ્યસ્ત છે, જ્યારે નડાબેટ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર BSFના જવાનો નેશન ફર્સ્ટના સેવાધર્મ સાથે દેશની સેવામાં મસ્ત જોવા મળી રહ્યા છે. ઝીરો ડિગ્રી ઠંડી અને વિષમ પરિસ્થિતિમાં BSFના ખડે પગે દેશની સેવા કરી રહ્યા છે. થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં લોકો અત્યારે મિત્રો અને પરિવારજનો સાથે વિવિધ જગ્યાએ ઉજવણી માટે જતા હોય છે. જ્યારે નડાબેટ ખાતે પોતાના વતનથી દૂર દેશની સેવામાં તૈનાત જવાનો ઉજવણી છોડીને દેશની સુરક્ષા કરી રહ્યા છે.
જવાનો હંમેશા સરહદો પર ખડે પગે રહે છે
દેશના લોકો સુખચૈનથી પોતાના ઘરોમાં રહીને તહેવારોની ઉજવણી કરી શકે તે માટે સેનાના જવાનો હંમેશા સરહદો પર ખડે પગે જોવા મળે છે. નવા વર્ષની ઉજવણીમાં લોકો મિત્રો અને પરિવારજનો સાથે વિવિધ જગ્યાએ ઉજવણી માટે જતા હોય છે. જ્યારે નડાબેટ ખાતે પોતાના વતનથી દૂર દેશની સેવામાં તૈનાત જવાનોને મળી પ્રવાસીઓએ તેમની રાષ્ટ્ર ફરજને બિરદાવી આત્મિયતાથી વાતો કરી તેમના પ્રત્યે આદર અને આભારની લાગણી વ્યક્ત કરતા નજરે પડે છે.
ગુજરાતની 826 કિ.મી. આંતરરાષ્ટ્રીય બોર્ડર પર BSFની બાજ નજર રહે છે. BSF જવાનો રાજસ્થાન બોર્ડરથી કચ્છ સુધીની 826 કિ.મી. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર તૈનાત છે. જેમાં મેડીથી જખૌ બંદર સુધીના 85 કિ.મી. દરિયાઈ માર્ગ પર પણ BSF પડકારજનક પરિસ્થિતિમાં પણ ફરજ નિભાવે છે. BSFના જવાનો દરિયાઈ વિસ્તાર, પર્વતો, ઉપરાંત રાજસ્થાનનું થાર રણ, ગુજરાતનું કચ્છનું રણ, કચ્છનો સરક્રિક વિસ્તાર જે 4050 સ્કવેર કિ.મી. પર BSF સુરક્ષા કરે છે.
ઉલ્લેખનીય છે કે, દરેક વિસ્તારોમાં પ્રતિકૂળ પરિસ્થિતિ સાથે ઝેરી જીવ જંતુઓથી પણ પોતાની જાતને સુરક્ષિત રાખવી પડે છે. ઝીરો ડિગ્રી ઠંડી અને કાળઝાળ ગરમીની વિષમ પરિસ્થિતિ હોય કે વરસાદ, બરફવર્ષા, તોફાન, ભૂ-સ્ખલન કે કોઈપણ કુદરતી કે માનવ સર્જિત સંજોગો હોય BSF સદૈવ અડગ રહી તેના સૂત્ર "જીવન પર્યંત કર્તવ્ય" અનુસાર દેશની સુરક્ષા કરતા અડીખમ ડ્યુટી નિભાવે છે. દેશની સુરક્ષા માટે જવાનો હંમેશા તૈનાત જોવા મળે છે. અસહ્ય ગરમી હોય કે, પછી કાલીત ઠંડી હોય પરંતુ દેશની સુરક્ષા માટે જવાનો હંમેશા તૈનાત રહેતા હોય છે.