Home /News /banaskantha /Deesa: શિહોરીના રતનપુરમાં બિરાજમાન છે પંચમુખી હનુમાનજી, 5 હજાર વર્ષ જનું છે આ મંદિર, જૂઓ Video

Deesa: શિહોરીના રતનપુરમાં બિરાજમાન છે પંચમુખી હનુમાનજી, 5 હજાર વર્ષ જનું છે આ મંદિર, જૂઓ Video

X
સમગ્ર

સમગ્ર ગુજરાતમાંથી આ મંદિરે દર્શનાર્થે મોટી સંખ્યામાં આવે છે.

બનાસકાંઠા જિલ્લાનાં શિહોરીના રતનપુરા ગામે 5 હજાર વર્ષ જૂનું પૌરાણિક પંચમુખી હનુમાનજીનું મંદિર આવેલું છે.આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. દર શનિવારે 3 થી 4 હજાર લોકો દર્શન કરવા આવે છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા મંદિર આવેલા છે.જે અનેક ઐતિહાસ સાથે સંકળાયેલા છે.ત્યારે બનાસકાંઠા જિલ્લાના શિહોરી ખાતે આવેલા રતનપુરા ગામે 5 હાજર વર્ષ પહેલા પંચમુખી હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી.

આ મંદિર સાથે કંકાવટી નગરીનો ઇતિહાસ જોડાયે લો છે. આ મંદિરની 1988માં વસંતપંચમીના દિવસે પ્રતિષ્ઠા કરાઈ હતી.આ પંચમુખી હનુમાનજીના મંદિરે દર શનિવારે દૂર-દૂરથી 3થી 4 હજાર લોકો દર્શનાર્થે આવે છે. આ મંદિર ડીસા રાધનપુર હાઇવે રોડ પર આવેલું હોવાથી આ મંદિરે ભારે ભાવિ ભક્તોની ભીડ જોવા મળે છે.



બાળક જન્મે તો હનુમાનજીને વડાની પ્રસાદ ધરવામાં આવે છે.

શિહોરીના રતનપુરા ગામે આવેલા 5 હજાર વર્ષ પૌરાણિક પંચમુખી હનુમાનજીનું મંદિર હાઇવે રોડ પર આવેલ હોવાથી લોકવાયકા મુજબ આ મંદિર ની નજીક કોઈ પ્રેગનેટ મહિલા પસાર થાય.

અને મહિલા બાળકને જન્મ્યા બાદ એ મહિલા બાળકને લઈ આ પંચમુખી હનુમાનજીના મંદિરે વડાની પ્રસાદ ધરી દર્શન કરે છે.આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે.

પંચમુખી હનુમાનજીના મંદિરે આ દિવસે મેળો ભરાય છે

શિહોરીના રતનપુરા ગામે આવેલું પંચમુખી હનુમાનજીના મંદિરે 5 હજાર વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયેલી જૂની મૂર્તિ પણ જોવા મળે છે.આ ગામના લોકોએ પંચમુખી હનુમાનજીની નવી મૂર્તિની સ્થાપના કરી છે. અત્યારે આ મંદિરે નવી અને જૂની બંને પંચમુખી હનુમાનજીની મૂર્તિની પૂજા થાય છે.

અને વસંત પંચમીના દિવસે આ મંદિરે દર વર્ષે પ્રતિષ્ઠા રખાય છે.મોટો લોક મેળો ભરાય છે. ગામના તમામ લોકો સાથે મળી ભોજન પ્રસાદનું આયોજ કરે છે. લોકો દૂર દૂરથી આ મંદિરે ભાવિ ભક્તો ભોજન પ્રસાદન લઈ દર્શન કરી ધન્યતા અનુભવે છે.

દર શનિવારે અને વસંત પંચમીના દિવસે વિશેષ કાર્યક્રમ

આ મંદિરે શનિવારે દૂરદૂરથી ત્રણથી ચાર હજાર લોકો દર્શનાર્થે આવે છે અને આ મંદિરે ગામના તમામ લોકો દ્વારા ગોટાની પ્રસાદ પણ રાખવામાં આવે છે. આ મંદિરે આગવું મહત્વ વસંત પંચમીના દિવસે હોય છે.દર વર્ષે પ્રતિષ્ઠા મહોત્સવ હોય છે. દર વરસે તેમજ મોટો મેળો ભરાય છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી લોકો દર્શન કરવા આવે છે.
First published:

Tags: Banankatha News, Hindu dharm, Hindu Temple, Local 18

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો