ડીસાના યુવાને તેના જીવનકાળ દરમિયાન 203 વખત રક્તદાન કર્યું.
ડીસાનાં ભીલડી ગામનાં વતની અને હાલ ડીસામાં રકહેતા ભુપેન્દ્રભાઇ દવેએ 203 વખત રક્તદાન કરી અનોખો વિક્રમ બનાવ્યો છે. સમયસર રક્ત ન મળતા પિતાનું નિધન થયું હતું.બાદ બીજાનાં પરિવારમાં આવી ઘટના ન બને તે માટે મુહિમ ઉપાડી છે.
Nilesh Rana, Banaskantha: વિક્રમો અનેક પ્રકારના હોય છે.પરંતુ બનાસકાંઠામાં એક યુવાનેતો રક્તદાન કરવામાં વિક્રમ સર્જી દીધો છે.આ યુવાનના પિતાને બ્લડની જરૂર હતી. પરંતુ બ્લડ ન મળતા આ યુવકે તેના પિતાને ગુમાવ્યા હતા.બસ ત્યારથી આ યુવાને એક બીડું ઝડપ્યું, તેના જીવન કાળ દરમિયાન 203 વાર રક્તદાન કર્યું છે.અનેક લોકોના જીવ બચાવ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના વિરેન પાર્કમાં રહેતા ભુપેન્દ્રભાઈ દવે પાલનપુર એસ.ટી.વિભાગમાં આઈ.ટી.સેલમાં નોકરી કરે છે.ડીસા તાલુકાનાં ભીલડી ગામના વતની અને ડીસાના વિરેન પાર્કમાં રહેતા ભુપેન્દ્રભાઈ દવે એ અત્યારસુધી એક વાર કે બે વાર નહીં પરંતુ 203 વખત રક્તદાન કરીને અનોખો વિક્રમ સર્જી દીધો છે.
ભુપેન્દ્રભાઈ છેલ્લા 29 વર્ષથી અવિરત રક્તદાન કરી રહ્યા છે. ભુપેન્દ્રભાઈ 1991ના વર્ષમાં પ્રથમવાર રક્તદાન કર્યું હતું. 203 વખત રક્તદાન કરનાર ભુપેન્દ્રભાઈએ રક્તદાન કરીને અનેક લોકોના જીવ બચાવેલા છે.
રક્ત ન મળતા પિતાને ગુમવ્યાં હતાં
આટલું ઉમદા કાર્ય કરનાર ભુપેન્દ્રભાઈના પિતા નાનાલાલ દવે થેલેસેમિયાની બીમારીથી પીડાતા હતા.તે દરમિયાન ડાયાલીસીસ માટે વારંવાર રક્તની જરૂરિયાત પડતી હતી અને તેના લીધે ભુપેન્દ્રભાઈને વારંવાર રક્તની જરૂરિયાત સર્જાતી હતી.
પરંતુ છેલ્લે તેમના પિતાને સમયસર રક્ત ન મળતા તેમને પોતાના પિતાને ખોવાનો વારો આવ્યો હતો. બસ ત્યારથી તેમણે રક્તદાન કરવાની શરૂઆત કરી દીધી છે.બસ ત્યાર થી બીજા કોઈ પરિવારને મારી જેમ પોતાના પરિવારનો વ્યક્તિ ખોવાનો વારો ન આવે તે રક્તદાન કરવાની શરૂવાત કરવામાં આવી.
50થી વધુ એવોર્ડ આપી સન્માન કરાયું
ભુપેન્દ્રભાઈ દ્વારા ધીરે ધીરે રક્તદાન કરતા તેમને અત્યાર સુધી 203 વખત રક્તદાન કર્યું છે. તેમના દ્વારા ઓલ ઇન્ડિયામાં રક્તદાન માટેની ટીમ ઉભી કરી જેના કારણે ભારતના કોઈ પણ ખૂણે કોઈ પણ વ્યક્તિને રક્તની જરૂર પડે તો સમયસર મળી રહે.
તેમના દ્વારા હાંસલ કરવામાં આવેલી આ સિધ્ધી બદલ તેમને પંજાબ ખાતે તેમનું નેશનલ હ્યુમન એવોર્ડ સહિત અત્યાર સુધી 50 જેટલા એવોર્ડ થી સન્માન કરવામાં આવ્યું છે. જે એવોર્ડ તેમજ લોકોને બ્લડ માટે મદદ કરતા ભુપેન્દ્રભાઈ અને તેમના પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને ભુપેન્દ્રભાઈ લોકોને પણ રક્તદાન કરવાની અપીલ કરી રહ્યા છે.