Home /News /banaskantha /Deesa: જિલ્લામાં વધુ બે દિવસ પડી શકે છે કમોસમી વરસાદ, આગાહી થતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા

Deesa: જિલ્લામાં વધુ બે દિવસ પડી શકે છે કમોસમી વરસાદ, આગાહી થતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા

કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકને મોટું નુકસાન.

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે વધુ બે દિવસની વરસાદ થવાની આગાહી કરાતા ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાયા છે. કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકને મોટું નુકસાન થવાની શક્યતા છે.

Nilesh Rana Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ભર ઉનાળે હવામાન વિભાગની આગાહીના પગલે કમોસમી કરા સાથે વરસાદ થયો હતો. જેથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું અને ફરી હવામાન વિભાગે આગામી બે દિવસ કમોસમી વરસાદ થવાની આગાહી કરતા ખેડૂતો ના જીવ પડીકે બંધાયા છે જાણો.

બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને જિલ્લાના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાયથી જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોમાં મુશ્કેલીમાં મુકાયા છે.

કારણ કે તાજેતરમાં જ હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી હતી જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં કરા સાથે કમોસમી વરસાદ થવા પામ્યો હતો. જેથી બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના ખેડૂતોને બટાટા, રાયડો, રાજગરો ,જીરું ,એરંડા, તમાકુ સહિતના પાકોમાં કરોડોનું નુકસાન થવા પામ્યું હતું.



ફરી હવામાન વિભાગની આગાહી

બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં જ કમ મોસમી કરા સાથે વરસાદ થવાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું. તેમજ વરસાદ બાદ કાંકરેજ પંથકના અમુક ગામડાઓમાં ઈયળ નો ઉપદ્રવ વધતા ખેડૂતોનો બચેલો પાક પણ નષ્ટ થવા પામી રહ્યો છે. અને ફરી હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાયા છે.કારણ કે ઉનાળામાં જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ ટેટી અને તરબૂચનું રોપાથી વાવેતર કર્યું છે.અને ફરી કમોસમી વરસાદ થશે તો ટેટી અને તરબૂચના પાકને મોટું નુકસાન થશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.
First published:

Tags: Banaskanatha, Gujarat rain, Gujarat rain forecast, Local 18