Home /News /banaskantha /Deesa: માજી સૈનિકની ભીષ્મ પ્રતિજ્ઞા, 100 દીકરા, દીકરીને નોકરી નહીં મળે ત્યાં સુધી આવું કરશે

Deesa: માજી સૈનિકની ભીષ્મ પ્રતિજ્ઞા, 100 દીકરા, દીકરીને નોકરી નહીં મળે ત્યાં સુધી આવું કરશે

X
ઠાકોર

ઠાકોર સમાજના આ માજી સૈનિકે ઠાકોર સમાજને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવાનું બીડુ ઝડપ્યુ

ઢુવા ગામના માજી સૈનિક રસિકજી ઠાકોરે અનોખા શપથ લીધા છે. જ્યાં સુધી સમાજના 100 દીકરા, દીકરીને સરકારી નોકરી નહીં મળે ત્યાં સુધી ફરવા માટે જશે નહીં. હાલ 48 યુવક અને યુવતીને નોકરી મળી ગઇ છે.

Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના ઢુવા ગામના એક માજી સૈનિક રસિકજી ઠાકોરે પોતાના સમાજ માટે એક અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો છે. પોતાની નોકરી પૂરી કર્યા બાદ યુવકને અનેક નોકરીની ઓફર આવી હતી. પરંતુ તમામ ઓફરને ઠુકરાવી સમાજને આગળ લાવવા માટે પ્રયત્ન હાથ ધરવાનું નક્કી કર્યું હતું. રસિકજીએ સંકલ્પ કર્યો છે કે, જ્યાં સુધી 100થી વધુ યુવતીઓ સરકારી નોકરીમાં નહી જોડાય ત્યાં સુધી ક્યાંય ફરવા જશે નહીં.

બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ બહુમતી ધરાવતો ઠાકોર સમાજ વસવાટ કરે છે.પરંતુ આ સમાજમાં શિક્ષણનો ખૂબ જ અભાવ જોવા મળતો હતો. તેમજ અનેક કુરિવાજો જોવા મળતા હતા.



આ સમાજમાંથી તમામ કુરિવાજો દૂર કરવા, સમાજમાં જાગૃતિ લાવવા અને વ્યસન મુક્ત કરવા માટે રસિકજી પોપટજી ઠાકોરે પહેલ શરૂ કરી છે અને ઠાકોર સમાજને આગળ લાવવા માજી સૈનિકે બીડું ઝડપ્યું છે.



17 વર્ષ આર્મીમાં ફરજ બનાવી છે

ડીસા તાલુકાના ઢુવા ગામ ખાતે રહેતા રસિકજી પોપટજી ઠાકોર હાલ તેમની ઉંમર 38 વર્ષ છે. અભ્યાસ ગ્રેજ્યુએશન સુધી કર્યો છે. રસિકજી ઠાકોર 2003માં ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતા.



જેમાં 17 વર્ષ સુધી ભારત દેશની સરહદની રક્ષા કરી હતી. 2020 માં તેઓ નિવૃત્ત થયા છે. રસિકજી ઠાકોર ભારતીય સેનામાંથી નિવૃત્ત થઈ પોતાના વતન આવ્યા હતા. બાદ અનેક નોકરીઓની ઓફર પણ આવી હતી. તમામ ઓફર ઠુકરાવી હતી. પોતાના સમાજ માટે કંઈક કરવા વિચાર્યું હતું.



ઠાકોર સમાજની લાયબ્રેરીની શરૂઆત કરી હતી

રસિકજી ઠાકોરે ઠાકોર સમાજમાં શિક્ષણ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે પ્રયાસો શરૂ કર્યા હતો અને ઠાકોર સમાજના યુવાનો અને યુવતીઓ સારી રીતે ભણી શકે અને સરકારી નોકરીમાં જોડાયતે માટે ભાડે જગ્યા રાખી લાયબ્રેરી શરૂ કરી હતી.



બાદ ઠાકોર સમાજના દિકરા -દિકરીઓ વધુમાં વધુ રસિકજી ઠાકોરની પહેલ સાથે જોડાવા લાગ્યા હતા. ત્યારબાદ ઠાકોર સમાજના આગેવાનો મળી ઠાકોર સમાજની લાયબ્રેરી ઊભી કરી હતી.



ઢુવા ગામે ફીઝીકલ પ્રેક્ટિસ કરાવે છે

આ રસિકજી ઠાકોર અનેક દીકરા- દીકરીઓને શિક્ષણ માટે ફ્રી કોચિંગ તેમજ પોતાના ઢુવા ગામ ખાતે ફિઝિકલ પ્રેક્ટિસ કરાવી રહ્યા છે.અત્યાર સુધી 48 જેટલા દીકરા -દીકરીઓ સરકારી નોકરીમાં જોડાયા છે.



રસિકજી ઠાકોરે આવા લીધા શપથ

રસિકજી ઠાકોરે જણાવ્યું હતું કે, જ્યાં સુધી 100 જેટલા દીકરા -દીકરીઓ સરકારી નોકરીમાં નહીં જોડાય ત્યાં સુધી તમામ પોતાના કામ અને ક્યાં પણ બહાર ફરવા નહીં જાય. અત્યાર સુધી 48 જેટલા દીકરા - દીકરીઓ વિવિધ અલગ અલગ સરકારી નોકરીમાં જોડાયા છે. જેમાં 20 થી વધુ પોલીસમાં, નવથી વધુ આર્મીમાં, ચાર બીએસએફમાં સહિત કુલ 48 દીકરા -દીકરીઓ સરકારી નોકરીમાં જોડાયા છે.
First published:

Tags: Banaskanatha, Ex-Army man, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો