આ વૈજ્ઞાનિકના માર્ગદર્શન થી 45 હજારથી વધુ ખેડૂતોને ઓછા ખર્ચે વધુ આવક મેળવતા થયા.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકે 45 હજાર ખેડૂતોને ખેતી આવક વધારી દીધી છે. ખેડૂતોને નવી રાહ ચીંધી છે. ખેતીમાં નવા પ્રયોગ કરતા ખેડૂતોને કર્યા છે. તેમજ ઓછી જમીન માંથી વધુ આવક મેળવતા ખેડૂતને કર્યા છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં વૈજ્ઞાનિક ડો. યોગેશ પવારે ખેડૂતોને ચીલાચાલુ અને પરંપરાગત ખેતી છોડાવી આધુનિક ખેતી તરફ વાળવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા સાત વર્ષમાં 45 હજારથી વધુ ખેડૂતોને સાચુ અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. પરિણામે ખેડૂતો ઓછા ખર્ચે વધુ આવક મેળવતા થયા છે.
જુદાજુદા માધ્યમથી ખેડૂતોને માર્ગદર્શન આપ્યું છે
ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવતા ડો.યોગેશ પવાર છેલ્લા સાત વર્ષથી 45 હજારથી પણ વધુ ખેડૂતોને તાલીમ, નિદર્શન, ટેલીફોનીક, સોશિયલ મીડિયા તેમજ અન્ય માધ્યમ દ્વારા યોગ્ય અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું છે.
જેમાં, જૈવિક ખેતી, પ્રાકૃતિક ખેતી માટે 15,200 જેટલા ખેડૂતોને જુદા જુદા માધ્યમ દ્વારા માર્ગદર્શન આપ્યું છે. સંકલિત પદ્ધતિ દ્વારા ખાતર તેમજ રોગ-જીવાત વ્યવસ્થાપન માટેની જાગૃતા લાવવા માટે 9,900 જેટલા ખેડૂતોને માર્ગદર્શન આપ્યું છે.
ઓછી જમીનમાં વધુ આવક મેળવતા કર્યા
ડો.યોગેશ પવારે ઓછી જમીન માંથી વધુ આવક કેવી રીતે મેળવી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપ્યું છે.બનાસકાંઠા જિલ્લામાં પહેલા, ઉનાળાની ઋતુમાં ખેડૂતો શક્કરટેટીની ખેતી કરતા હતા.
ડો. યોગેશ પવારએ મરચા અને ટેટી આંતર પાક તકનીક વિકસાવેલી છે. જેના કારણે એક જ જમીનમાં એક સાથે બે પાક લઇ શકાય છે. એક ખર્ચમાં બે પાકની આવક મેળવી શકાય છે.
રોપાથી આટલું વાવેતર આટલો ફાયદો
શક્કરટેટી અને તરબૂચનો ધરુથી વાવેતર કરવાની શરૂઆત કરાવી હતી. ગત વર્ષે 20 લાખ જેટલા રોપાનું વાવેતર કરાયું હતું.ચાલુ વર્ષે 76 લાખ રોપાથી વાવેતર કરાયુંછે.
આ તકનીકી દ્વારા 20 દિવસ વહેલું માર્કેટમાં ટેટીનો વેચાણ થાય છે. જેનાથી સામાન્ય કરતા બમણા ભાવ ખેડૂતોને મળ્યા છે અને પાણી, ખાતર, દવાનો ખર્ચ ઘટી જાય છે.
જિલ્લામાં આટલી નર્સરી આટલી આવક
અગાઉ બનાસકાંઠામાં અન્ય જિલ્લાઓમાંથી રોપા લાવીને શાકભાજીની ખેતી કરતા હતા. ડો. પવારે યુવાને નર્સરી માટે તાલીમ આપી હતી. નર્સરી વ્યવસાયમાં ઉતાર્યા હતા.
જેના કારણે એક સિઝનમાં 3 લાખથી 12 લાખ સુધીની આવક થાય છે. અત્યારે 12 જેટલી મોટા પાયે નર્સરી સ્થાપીને અને155 જેટલા ખેડૂતો ધરું ઉછેર કરે છે.
જિલ્લામાં નવા પાકોની શરૂઆત કરાઈ
ગુજરાતમાં સૌપ્રથમવાર જીરેનીયમ અને બનાસકાંઠામાં ખુલ્લા ખેતરમાં સ્ટ્રોબેરી, ફળ પાકોનું ATM મોડેલ, મશરુમની ખેતીની શરૂઆત કરાવી છે. હાલમાં સારી એવી વધારાની આવક એમાંથી ખેડૂતો મેળવી રહ્યા છે.આ પાકોનું વિસ્તાર દર વર્ષે વધતો જાય છે.
અનેક પુરસ્કાર એવોર્ડથી સન્માનિત કરાયા
એમના માર્ગદર્શન હેઠળ ખેતીમાં મેળવેલ સિદ્ધિના રૂપે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને 20 જેટલા એવોર્ડ મળ્યા છે. જેમાં રાષ્ટ્રીય, રાજ્ય તેમજ જિલ્લા કક્ષાના છે. જેમાં ભારતનો પહેલું બ્રાન્ડ એમ્બેસેડર ખેડૂતો તેમજ ઈનોવેટીવ એવોર્ડ પણ સામેલ છે. ડો. યોગેશ પવારને પણ એમની ખેડૂતો માટે કરેલ ઉલ્લેખનીય કામગીરી માટે 16 આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાના એવોર્ડથી પણ સન્માનિત કર્યા છે.