Home /News /banaskantha /Deesa: મનમોહક રંગબેરંગી હિંચકા બનાવે છે યુવાન, આટલો છે ભાવ

Deesa: મનમોહક રંગબેરંગી હિંચકા બનાવે છે યુવાન, આટલો છે ભાવ

X
માત્ર

માત્ર 12 પાસ યુવાન પોતાની કલાથી સ્વમાનભેર આજીવિકા મેળવી રહ્યા છે. 

બનાસકાંઠાનાં ડીસમાં રહેતા અને ધોરણ 12 સુધી અભ્યાસ કરનાર યુવાન કલાત્મક હિંચકા બનાવે છે. રંગબેરંગી દોરીનો ઉપયોગ કરીને 1000 જેટલા કલાત્મક હિંચકા બનાવ્યાં છે. આ હિંચકાની વિદેશમાં પણ માંગ છે અને રૂપિયા 500થી લઇને 5000 સુધીનાં હિંચકા બનાવે છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં એક યુવાન છેલ્લા 16 વર્ષથી અલગ અલગ કલરીંગ દોરી વડે હીંચકા, ઘરમાં શુશોભીતની ચીજ વસ્તુઓ બનાવે છે. આ વસ્તુ અલગ અલગ વેરાયટી બનાવે છે.તેની આ કલાની વિદેશમાં પણ માંગ છે.

1000 કલાત્મક હિંચકા બનાવી ચૂક્યાં છે

બનાસકાંઠાના ડીસામાં સરસ્વતી પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સરસાવ ગામના વતની 50 વર્ષયી રમેશભાઈ તળસીભાઈ પટેલે માત્ર 12 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે.



પરંતુ છેલ્લા 16 વર્ષથી તેઓ પોતાની આગવી કલાથી દોરીના કલાત્મક હિંચકા બનાવી એક અનોખા વ્યવસાય સાથે સ્વમાનભેર પોતાની આજીવિકા મેળવી રહ્યા છે. રમેશભાઈ પટેલ બ્રહ્માણી હીચકા સેન્ટર નામના પોતાના બ્રાન્ડથી ભાડાની દુકાનમાં બેસી અત્યાર સુધી 1000 થી વધુ કલાત્મક હિંચકાઓ બનાવી ચૂક્યા છે.


વિવિધ રંગની દોરીનો ઉપયોગ કરે

હિંચકા બનાવવામાં અવનવા કલરની રેશમની દોરી, સુતરની દોરી લોખંડના ચોકઠામાં એવી રીતે ગુંથીને અલગ પ્રકારના હિંચકા બનાવે છે.જેમાં સુશોભન માટે લાકડાના મોતી પરોવે, લાકડાના પોલીસ વાળા દોરણા પરોવી તેમજ લોખંડના અલગ અલગ પ્રકારના સ્ટેન્ડમાં પણ કલાત્મક અને સુંદર ગુંથણ કરી ડિઝાઇન વાળા હીંચકા ને આકાર આપી રહ્યા છે.



500 થી 8000 હજાર સુધી ભાવના હિંચકા બનાવે છે

રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સાદો હિંચકો માત્ર તેઓ બે કલાકમાં બનાવી દે છે. જ્યારે મોટો પારિવારિક હિંચકો બનાવવો હોય તો ત્રણથી ચાર દિવસનો સમય લાગે છે. હાલમાં તેઓના બનાવેલા હીંચકા રૂપિયા 500 થી લઈને 8000 રૂપિયા સુધીમાં વેચાય છે.


અને તેમની માંગ માત્ર બનાસકાંઠા જિલ્લામાં નહીં પરંતુ અમદાવાદ, સુરત સિવાય ગુજરાત બહાર પણ મુંબઈ, મદ્રાસ તેમજ અમેરિકા, યુરોપ જેવા દેશોમાં પણ તેમના હિંચકાની માગ છે.


150થી વધુ કલાત્મક આઇટમો બનાવે છે

રમેશભાઈ મોબાઇલ ટેકનોલોજીનો ઉપયોગ કરી હીંચકાના ઓર્ડર લઈ જાતે જ બનાવી ઓર્ડર મુજબ વિવિધ જગ્યાએ સપ્લાય કરે છે. રમેશભાઈ સાદા હીંચકા થી શરૂ કરી હાલ ચોરસ હીંચકા,પાંજરાવાળા હીંચકા, પાટીવાળા હીંચકા ઉપરાંત તેમની નવી જ બ્રાન્ડ તેમજ ટેડી બિયર, ગણપતિ, તોરણ, કાચવાળા તોરણ સહિતની ગૃહ સુશોભનની નવી આઈટમો ઉમેરી 150 થી 200 જેવી કલાત્મક આઈટમો બનાવે છે.
First published:

Tags: Banaskanatha, Buisness News, Local 18

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો