Home /News /banaskantha /Assembly Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વ CM વિજય રૂપાણીનું મહત્ત્વનું નિવેદન

Assembly Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વ CM વિજય રૂપાણીનું મહત્ત્વનું નિવેદન

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે પૂર્વ સીએમ રૂપાણીનું આ નિવેદન સુચક છે. કારણ કે સતત લોકમુખે ચર્ચાનો વિષય રહ્યો હતો કે શું પૂર્વ વિજય રુપાણી ચૂંટણી લડશે કે કેમ.

    ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં ગમે તે સમયે વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ની જાહેરાત થઇ શકે છે ત્યારે રાજ્યના રાજકારણ (Gujarat Politics)માં પણ તમામ પક્ષો જનસભાઓ અને કાર્યક્રમો યોજી મતદારોને પોતાની તરફ આકર્ષી રહ્યા છે. ત્યાં જ ભાજપ, કોંગ્રેસ (BJP-Congress) અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ પણ કાર્યકર્તાઓ સાથે મળી રાજ્યના નાગરીકો સુધી પહોંચી રહ્યા છે ત્યારે ગુજરાતમાં જે પક્ષની સરકાર છે તે ભાજપ પાર્ટી (Gujarat BJP)માં જૂના અને નવા નેતાઓ વચ્ચે ટિકિટોની ફાળવણીને લઇ કેટલીક ઘૂંચવણો પણ સામે આવી રહી છે. આવામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી (former Chief Minister of Gujarat) વિજય રૂપાણી (Vijay Rupani)એ આજે અંબાજી માતાના દર્શન કરી એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે.

    રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ધર્મપત્ની સાથે શક્તિપીઠ અંબાજીમાં દર્શન કર્યા હતા. માં અંબાના દર્શન બાદ વિજય રૂપાણીએ ચૂંટણી પહેલા મહત્વનું નિવેદન આપ્યું હતું. વિજય રૂપાણીએ જણાવ્યું કે પાર્ટી કહેશે એમ હું કરીશ, પાર્ટી જ્યાં ચૂંટણી લડાવશે ત્યાંથી ચૂંટણી લડીશ, ના પાડશે તો નહી લડું.

    આ પણ વાંચો- ગઢડા BAPS મંદિરમાં થયેલ પુજારીની હત્યા મામલે ખુલાસો

    અડધી પીચે રમનારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અંબાજી માતાના દર્શન કર્યા બાદ કહ્યું હતું કે, પાર્ટી 'મેદાનમાં ઉતારશે તો રમીશું', તેમણે જણાવ્યું કે અમારે ત્યાં વ્યક્તિ નિર્ણય નથી કરતો, પાર્ટી નિર્ણય કરે છે. પાર્ટી જે નિર્ણય કરશે તે મુજબ હું કામ કરીશ. હું ભાજપનો કાર્યકર છું પાર્ટીની જીત થાય તે માટે કામ કરીશું.

    તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે પૂર્વ સીએમ રૂપાણીનું આ નિવેદન સુચક છે. કારણ કે સતત લોકમુખે ચર્ચાનો વિષય રહ્યો હતો કે શું પૂર્વ વિજય રુપાણી ચૂંટણી લડશે કે કેમ. પરંતુ હવે રૂપાણીએ ચૂંટણી લડવાનો નિર્ણય પાર્ટી પર છોડ્યો છે તે સ્પષ્ટ છે.

    આ પણ વાંચો- વકીલ મેહુલ બોઘરા પર હુમલો કરનાર આરોપી સાજન ભરવાડને કોર્ટમાં રજૂ કરાતા જ હંગામો મચી ગયો

    ઉલ્લેખનિય છે કે, ભાજપ ચૂંટણી પહેલાં એક્શન મોડમાં છે. આવતી કાલે કમલમમાં બેઠકનો દોર જામશે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાત આવી રહ્યા છે. આવતી કાલે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કમલમ ખાતે બેઠક જામશે. જેમા પાર્ટીની આગામી વ્યૂહરચનાને લઇ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Ex CM Vijay Rupani, Goa Assembly Elections, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन