Home /News /banaskantha /Banaskantha: અહી ગવાય છે સૌથી જૂના ગરબા; આવી રીતે કરે છે લોકો ગરબા

Banaskantha: અહી ગવાય છે સૌથી જૂના ગરબા; આવી રીતે કરે છે લોકો ગરબા

નવરાત્રીના આઠમા નોરતે આ વિસ્તારમાં પરંપરાગત મહા આરતી યોજાઈ..

બનાસકાંઠા જિલ્લાના આ વિસ્તારના સૌથી જુના ગરબા.ડીસાના  લાલચાલી વિસ્તારમાં  ૭૮વર્ષ પહેલા સૌથી પહેલા શરૂ થયેલા શેરી ગરબા આજે પણ અકબંધ..આ વિસ્તારમાં લોકો વર્ષો જૂની ચાલી આવેલી પરંપરા આજે પણ જીવંત રાખી રહ્યા છે..નવરાત્રીના આઠમા નોરતે આ વિસ્તારમાં પરંપરાગત મહા આરતી યોજા

વધુ જુઓ ...
    Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં સમયની સાથે સાથે બધુ બદલાતું ગયું છે. પરંતુ ડીસામાં આવેલા લાલચાલી વિસ્તાર આજે પણ નવરાત્રિનો માહોલ એવો જ જોવા મળી રહ્યો છે. જે ૭૮ વર્ષ પહેલા જે ગરબા તેમજ મહા આરતી થતી તે પરંપરાને આજે પણ આ વિસ્તારના લોકો જાળવી રહ્યા છે.

    નવરાત્રી એટલે ભક્તિ અને શક્તિનું પર્વ એટલે નવરાત્રી.નવરાત્રીના નવ દિવસ લોકો ધામધૂમ પૂર્વક માતાજીના નવલી નોરતાના ઉજવણા કરતા હોય તેમજ વર્ષો પહેલા લોકો પરંપરાગત રીતે નવરાત્રીના નવ દિવસ ગરબા ઘુમી નવરાત્રી ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરતા હતા પરંતુ ધીમે ધીમે ટેકનોલોજી વધતા જુના ગરબા જે મોહલા, શેરીઓ તેમજ ગામડાઓમાં યોજાતા હતા તે હવે ધીમે ધીમે લુપ્ત થવાના આરે પહોંચી ગયા છે. કારણ કે પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબા પાછળ લોકો ઘેલા થઈ ગયા છે અને જે શેરી તેમજ મોહલા અને ગામડાઓમાં ઓછા થવા લાગ્યા છે.



    પરંતુ બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ગણાતા ડીસા શહેરમાં આવેલો લાલચાલી વિસ્તાર.આ વિસ્તારમાં સમય બદલાયો પણ અહીના રીત રિવાજ નથી બદલાયા.૭૮ વર્ષ પહેલા ડીસા શહેરમાં સૌપ્રથમવાર આ વિસ્તારમાં ગરબાની શરૂઆત કરાઈ હતી તેમજ આ વિસ્તારથી જ મહા આરતીની પણ શરૂઆત કરી હતી જે બાદ દરમ્યાન ગરબા ની શરૂઆત કરવામાં આવતી હતી.અને આજે પણ અહી ગરબાની શરૂઆત કરતાં પહેલા માતાજીની આરતી ઉતારવામાં આવે છે.તેમજ માતાજીનાં આઠમા નોરતે પણ અહીના સ્થાનિકો દ્વારા આગેવાનોની હાજરીમાં માતાજીની મહા આરતી ઉતારવામાં આવે છે.



    આજકાલ લોકો પાર્ટીપ્લોટના ગરબા પાછળ ઘેલા બન્યા છે અને શેરી ગરબા લગભગ લુપ્ત થવાની કગાર પર પહોંચી ગયા છે. ત્યારે લાલચાલી યુવક મંડળ દ્વારા છેલ્લા ૭૮ વર્ષથી આ શેરી ગરબાને જીવંત રાખવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.નવરાત્રિ દરમ્યાન અનેક કૃતિઓ બનાવીને ભક્તોને આકર્ષી રહ્યા છે. અને આ મંડળના પ્રયાસોની સફળતાના ભાગરૂપે જ આજે આ શેરી ગરબા જીવંત રાખ્યા છે.
    First published:

    Tags: Banaskanth, Navratri 2022, Navratri celebration

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन