Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાના ડીસામાં રહેતા નિવૃત્ત કર્મચારીનાં નિધન બાદ તેમની અંતિમ ઇચ્છા મુજબ પરિવારે ચક્ષુઓનું પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાન કર્યું હતું. તેમનાં દેહનું બનાસ મેડિકલ કોલેજ હોસ્પિટલ માં દાન કર્યુ છે.
બાગાયત વિભાગમાં નોકરી કરતા હતાં
ડીસાનાં વેલુનગરમાં શ્રીનગર સોસાયટીમાં રહેતા84 વર્ષના ખાનાભાઈ હીરાભાઈ શ્રીમાળી પાલનપુરમાં બાગાયત વિભાગની ઓફિસમાં પટાવાળા તરીકે નોકરી કરતા હતા.
તેઓ નિવૃત્તિ બાદ ડીસામાં પુત્ર સાથે રહેતા હતા. ખાનાભાઇએ પોતાના મૃત્યુ બાદ પોતાના પાર્થિવ શરીરનું દેહદાન કરવાનો સંકલ્પ કર્યો હતો.
આજે તેમનું અવસાન થતા તેઓની ઈચ્છા અનુસાર પરિવારજનોએ બનાસ મેડિકલ કોલેજ પાલનપુરમાં તેમના પાર્થિવ શરીરનું દેહદાન કર્યું હતું. જ્યારે ખાનાભાઈના ચક્ષુઓનું પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યું હતું.
મારા પિતાની દેહદાનની ઇચ્છા હતી: જયંતીભાઇ
ખાનાભાઇનાં પુત્ર જયંતીભાઈ ખાનાભાઈ શ્રીમાળીએ જણાવ્યું હતું કે, મારા પિતાની ઇચ્છા હતી કે, મૃત્યુ પછી તેમના દેહનું મેડિકલ કોલેજમાં દાન કરવામાં આવે. આ ઉપરાંત તેમના સમગ્ર પરિવારની પણ એવી ઇચ્છા હતી. જ્યારે ખાનાભાઇનાં પુત્ર જયંતીભાઈ એ પણ તેમના પિતાના વિચારો પર ચાલી ત્રણ વર્ષ અગાઉ તદેહદાન અંગે સંકલ્પ કર્યો છે.