Home /News /banaskantha /Mahashivratri 2023: બુઢેશ્વર મહાદેવના પરિસરમાં યોજાશે સૌથી મોટો અશ્વ મેળો, કરતબ જોઈ થઈ જશો મંત્રમુગ્ધ

Mahashivratri 2023: બુઢેશ્વર મહાદેવના પરિસરમાં યોજાશે સૌથી મોટો અશ્વ મેળો, કરતબ જોઈ થઈ જશો મંત્રમુગ્ધ

X
5

5 દિવસીય અશ્વ મેળામાં અનેક પ્રકારની સ્પર્ધા યોજાય છે.

લાખણી તાલુકાનાં જસરામાં અવૈદ સાર્વધિક ટ્રસ્ટ દ્વારા શિવરાત્રીનાં અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે. અનેક રાજ્યોમાંથી અશ્વ મેળામાં આવે છે અને જુદી જુદી હરીફાઇ યોજાઇ છે. મેળમાં 700 થી વધુ અશ્વો ભાગ લેશે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
Nilesh Rana, Banaskantha: ઈતિહાસને અમર બનાવનાર અશ્વ શક્તિનું સન્માન કરી અશ્વ શક્તિને ઉજાગર કરવાનું કાર્ય બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાનકડા ગામ એવા જસરા ગામના બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિના અવૈદ સાર્વધિક ટ્રસ્ટ દ્વારા દર મહાશિવરાત્રીના પ્રસંગે પાંચ દિવસીય મોટા અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી  અશ્વો મેળામાં ભાગ લેવા આવે છે. આ પાંચ દિવસીય અશ્વ મેળામાં લાખોની સંખ્યામાં લોકો અશ્વમેળાનો લાભ લે છે.

રાજ્યના ખૂણે ખૂણેથી આવે છે અશ્વો

લાખણી તાલુકાના નાનકડા ગામ જસરામાં અવૈદ સાર્વધિક ટ્રસ્ટ બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા 2011-12 થી મહાશિવરાત્રી પર્વ પર અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે મહા શિવરાત્રી પર્વ પર 12મો અશ્વ મેળો 15 ફેબ્રુઆરી થી 18 ફેબ્રુઆરી સુધી મેળો યોજાશે.



મેળામાં રાજ્યભરનાં અશ્વ ભાગ લેશે

બનાસકાંઠાના જસરા ગામે મહાશિવરાત્રી પર્વ પર પાંચ દિવસીય મોટા અશ્વમેળાનું આયોજન કરવામાં આવે છે. આ અશ્વમેળામાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર સહિતના અલગ અલગ



રાજ્યમાંથી જુદી જુદ નસલનાં અશ્વો ભાગ લેવા આવે છે. સાથે સાથે આ મેળામાં મારવાડી નસલના અશ્વોની બ્રીડિંગ કેરેક્ટર્સની હરીફાઈ પણ કરવામાં આવે છે.



પાંચ દિવસીય મેળામાં કઈ કઈ સ્પર્ધા યોજાશે

બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ અવૈદ સાર્વધિક ટ્રસ્ટ દ્વારા દર વર્ષે મહા શિવરાત્રી ના પર્વ પર પાંચ દિવસ ગુજરાતનો સૌથી મોટો અશ્વ મેળો યોજાય છે. મેળામાં એંડ્યુરન્સ રેસ, રેવાલ, પાટીદાર,અશ્વની નાચ, બેરલ રેસ, ગરો લેવા, ટેન્ટ પેકિંગ, જમ્પિંગ ગુજરાત પોલીસ અસ્વદત જાબાજ જવાનો દ્વારા અશ્વનું પ્રદર્શન, ડોગ શો કાર્યક્રમ સહિતનાં કાર્યક્રમ યોજાય છે.



જેમાં જુદા-જુદા રાજ્યના 700થી વધુ અશ્વો મેળામાં આવે છે. આ પાંચ દિવસીય અશ્વ મેળામાં બેસ્ટ ઓફ ધ શો થશે તેને મોટર સાયકલ આપી સન્માનિત કરવામાં આવશે. તેમજ અન્ય વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે.



આટલી કિંમતના અશ્વો તેમજ અન્ય પશુઓ પણ આવે છે.

જસરા ખાતે પાંચ દિવસીય મોટા અશ્વમેળામાં કરોડોની કિંમતના અશુઓ ભાગ લેવા આવે છે.



તેમજ 20 કરોડની કિંમતનો જોધપુરનો પાડો પણ આવે છે. તેમજ વિસનગરનો કરોડી કિંમતો પાડો પણ આવશે.



આ જગ્યાએથી આવે છે આટલા લોકો

લાખણીના જસરા ગામે પાંચ દિવસીય મોટા અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં આનંદ મેળાનું પણ આયોજન થાય છે. જેમાં અનેક પ્રકારની રાઈડ શો હોય છે,



જેમાં આ પાંચ દિવસીય મોટા અશ્વમેળામાં આવતા લોકો આનંદ મેળામાં આનંદ મેળવે છે.આ અશ્વ મેળામાં સમગ્ર જિલ્લા સહિત ગુજરાત ભરમાંથી લાખોની સંખ્યામાં લોકો અશ્વ મેળાને નિહાળવા માટે આવે છે.
First published:

Tags: Banaskanatha, Fair, Horse, Local 18, Mahashivratri