Home /News /banaskantha /Deesa: Sooryavansham ફિલ્મની શૂટિંગ પાલનપૂરના આ પેલેસમાં થઈ હતી; પેલેસની આટલી છે એન્ટ્રી ફિ

Deesa: Sooryavansham ફિલ્મની શૂટિંગ પાલનપૂરના આ પેલેસમાં થઈ હતી; પેલેસની આટલી છે એન્ટ્રી ફિ

X
આ

આ પેલેસમાં અનેક ફિલ્મો તેમજ રીરીયલો અને વેબ સિરિજનું શુટિંગ થયું છે.

બનાસકાંઠાથી 14 દૂર બલરામ પેલેસ આવેલો છે. અહીં દેશ વિદેશથી લોકો આવે છે. પેલેસમાં અનેક ફિલ્મનું શૂટિંગ થયું છે. ખાસ કરીને સૂર્યવંશનમ ફિલ્મનું શૂટિંગ અહીં થયું હતું. એક મહિનો શૂટિંગ ચાલ્યું હતું. અહીં દરેક વ્યક્તિ રોકાણ કરી શકે છે.

Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા સ્થળો જે અતિ પ્રાચીન અને પૌરાણિક છે.જેમાં બાલારામ પેલેસ વર્ષો જૂનો અને અનેક ઐતિહાસિક ધરાવતો પેલેસ માનવામાં આવે છે. વર્ષો અગાઉ જ્યારે નવાબી શાસન હતું.ત્યારે નવાબ સાહેબ શાંત વાતાવરણમાં પોતાનો સમય પસાર કરવા માટે પાલનપુર થી 14 કિલોમીટર દૂર જંગલમાં વિશાળ મહેલ બનાવ્યો હતો.

આ મહેલ શાંત વાતાવરણની સાથે તમામ સુવિધાઓથી સજ્જ હતો. આ મહેલને આજે બાલારામ પેલેસ તરીકે ઓળખવામાં આવે છે. આ પેલેસમાં અત્યાર સુધીમાં અનેક ફિલ્મો અને સીરીયલોનું શૂટિંગ થયું છે.વિદેશથી તેમજ દૂર દૂરથી આ પેલેસને જોવા લોકો આવે છે.
13 હેકરમાં મહેલ બનાવવામાં આવ્યો
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર થી 14 કિલોમીટર દૂર બાલારામ પેલેસ આવેલું છે આ પેલેસ ની બાજુમાં ચમત્કારિક મહાદેવજીનું મંદિર પણ આવેલું છે. આ પેલેસ જ્યારે વર્ષો પહેલા પાલનપુરમાં નવાબોનું રાજ હતું તે સમયે તાલે મહોમદ ખાન નવાબ સાહેબ હતા. તેમના રાણી ફોરેનર હતા.તેમને શહેરમાં ઘોઘાટ પસંદ ન હોવાથી તેમને શાંત વાતાવરણમાં રહેવાની ગમતું હતું.

નવાબ સાહેબ જ્યારે પાલનપુરથી બાલારામ વિસ્તારના જંગલમાં શિકાર માટે આવતા તે દરમિયાન આ જગ્યા ખુબજ ગમી, ત્યારે તેમને 1922થી 1936 સુધીમાં 13 હેકરમાં બાલારામ પેલેસ બનાવ્યો હતો.ત્યાં બાજુમાં મહાદેવનું મંદિર આવેલું હતું.

તેમાંથી શિવલિંગ પર પાણીનો અભિષેક બારેમાસ ચાલુ રહે છે. મહેલમાં રાણીને નાહવા માટે સ્વિમિંગ પૂલ નીચે બનાવવામાં આવ્યો હતો.જેનું મુખ્ય કારણ એ છે કે, રાણીને સ્નાન કરતી વખતે કોઈ જોઈ ન જાય તે માટે સ્વિમિંગ પૂલ નીચે બનાવવામાં આવ્યો હતો.

પેલેસને બેસ્ટ હેરિટેજ હોટલ તરીખે સ્ટેટ લેવલના 4 એવોડ પણ મળ્યા છે.

બાલારામ પેલેસ 100 વર્ષ જૂનો છે. બલરમા પેલેસ જાણીતા ઉદ્યોગપતિ હર્ષદભાઈ મહેતાએ ખરીદ્યો છે અને તેમણે ખૂબ જ મોટો ખર્ચ કરી પેલેસનું રીનોવેશન કરાવ્યું છે.

પેલેસમાં અત્યાર સુધી અનેક ફિલ્મોના શુટિંગ પણ થયા છે.આ પેલેસને બેસ્ટ હેરિટેજ હોટલ તરીખે સ્ટેટ લેવલના 4 એવોડ પણ મળ્યા છે.

પેલેસમાં ક્યાં ફિલ્મો, રીરીયલોનું શુટિંગ થયું જાણો

પેલેસમાં અત્યાર સુધી અનેક ફિલ્મો તેમજ સિરિયલોના શુટિંગ થયું છે.જેમાં સૂર્યવંશનમ, દિલ હે તુમારા,

એ ન્યુ લવ સ્ટોરી, મોદી સાહેબની CM અને PMની વેબ સિરીઝ, કંગન સિરિયલ, સાથિયા, આમિર, ભોજપુરી ફિલ્મ આવી અનેક ફિલ્મોના શુટિંગ અહી થયું છે.

વિદેશથી આવતા લોકો આ પેલેસમાં રોકાણ કરે છે.

બાલારામ પેલેસમાં જ્યારે સૂર્યવંશનમ ફિલ્મનું શુટિંગ થયું ત્યારે આ પેલેસમાં અમિતાભ બચ્ચનનું ઘર બનાવ્યું હતું. આ 1 મહિના સુધી આ પેલેસમાં શુટિંગ ચાલ્યું હતું. ત્યારથી આ બાલારામ પેલેસનું નામ વધ્યું છે.

આ પેલેસમાં કુલ 34 જેટલા રૂમ આવેલા છે. જેથી પેલેસને જોવા લોકો દૂર દૂરથી આવે છે. તેમજ વિદેશથી આવતા ફોરેનરો આ સ્થળ જ રોકાણ માટે પસંદ કરતા હોય છે. આ ઉપરાંત બનાસકાંઠાના લોકો પણ ક્યારેક પેલેસ ની મુલાકાત મોટી સંખ્યામાં લેતા હોય છે.

પેલેસમાં ક્યાં પ્રકારની સુવિધા

બાલારામ પેલેસમાં લગ્નગાળાની સિઝનમાં મેરેજ ફંક્શન યોજાતા હોય છે. આ પેલેસમાં બાળકો માટે ગેમ્સ, ઇન્દોર આઉડ ડોર ગેમ, ઓપન થિયેટર, કેમ ફાયર, દેશી મસાજ,

સ્વીમિંગ પુલ,હેલ્થ ક્લબ, વોલીબોલ, ટ્રેકિંગ, બેટમિન્ટન, સાઈકલિંગ તેમજ રાઈડિંગ જેમાં હોર્સ રાઇડિંગ, જંગલ સફારી, કેમલકાટ, સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.



પેલેસમાં એન્ટ્રી ફી કેટલી ?

આ ઉપરાંત બાલારામ પેલેસ પ્યોર વેજીટેબલ હોવાથી તેનું ફુડ પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે. પ્રતિ વ્યક્તિ દીઠ 300 રૂપિયા એન્ટ્રી ફી છે અને તમે આ પેલેસમાં ફૂડ અથવા તો બ્રેકફાસ્ટ કરો છો તો તેમાં એન્ટ્રી ફીની તમામ રકમ કાપી આપવામાં આવે છે.
First published:

Tags: Banaskanatha, Local 18, Tourist

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો