Home /News /banaskantha /અમીરગઢ પોલીસને બેંગ્લોર પોલીસ કમિશનર આપશે 50 હજારનું ઇનામ, જાણો શું છે મામલો

અમીરગઢ પોલીસને બેંગ્લોર પોલીસ કમિશનર આપશે 50 હજારનું ઇનામ, જાણો શું છે મામલો

આરોપી ચોરીના મુદ્દામાલ સાથે પ્રથમ પોતાના વતન રાજસ્થાન પહોંચ્યો હતો.

રાજસ્થાનના પાલી જિલ્લાનો બીજરામ દુર્ગારામ દેવાસી બેંગ્લોરના દક્ષિણી બેંગલુરુમાં ઇલેક્ટ્રોનિકના વ્યવસાય સાથે સંકળાયેલા બિઝનેસમેનને ત્યાં નોકરી કરતો હતો. જોકે આ વૃદ્ધ બિઝનેસમેનના પરિવારના સભ્યો ગોવા ફરવા ગયા હતા અને ત્યારબાદ આ મોકાનો લાભ ઉઠાવી આ ઘરઘાટી નોકરે ઘરમાં રહેલા વૃદ્ધના આંખમાં મરચું નાખીને ઘોડા વડે હાથ બાંધી મોઢામાં ડૂચો મારી અને વૃદ્ધ બિઝનેસમેનની હત્યા કરી નાંખી હતી.

વધુ જુઓ ...
    કિશોર તુવર, પાલનપુર : બેંગ્લોરમાં બિઝનેસમેન માલિકની હત્યા (Murder) અને લૂંટ કરી નાસી છુટેલા હત્યારા આરોપીને બનાસકાંઠા (Banaskantha)ની અમીરગઢ બોર્ડર (Amirgadh Border)પર પોલીસના હાથે ઝડપાઇ ગયો છે, હત્યા અને લૂંટ કરી રાજસ્થાન તરફ જઈ રહેલા ઈસમને અમીરગઢ પોલીસે લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી લેતા, બેંગ્લોર પોલીસ કમિશનરે અમીરગઢ પોલીસ માટે 50 હજારનું ઇનામ જાહેર કર્યું છે. બેંગ્લોરમાં ઘરઘાટી તરીકે રહેતા ઇસમે બિઝનેસમેન માલિકની હત્યા કરી અને ત્યાર બાદ ઘરમાં લૂંટ કરી નાસી છૂટ્યો હતો. જે હત્યારો અમીરગઢ બોર્ડર પર પોલીસના હાથે ઝડપાઇ ગયો છે.

    સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાજસ્થાનના પાલી જિલ્લાનો બીજરામ દુર્ગારામ દેવાસી બેંગ્લોરના દક્ષિણી બેંગલુરુમાં ઇલેક્ટ્રોનિકના વ્યવસાય સાથે સંકળાયેલા બિઝનેસમેનને ત્યાં નોકરી કરતો હતો. જોકે આ વૃદ્ધ બિઝનેસમેનના પરિવારના સભ્યો ગોવા ફરવા ગયા હતા અને ત્યારબાદ આ મોકાનો લાભ ઉઠાવી આ ઘરઘાટી નોકરે ઘરમાં રહેલા વૃદ્ધના આંખમાં મરચું નાખીને ઘોડા વડે હાથ બાંધી મોઢામાં ડૂચો મારી અને વૃદ્ધ બિઝનેસમેનની હત્યા કરી નાંખી હતી. અને ઘરમાંથી રોકડ રકમ અને દાગીનાની લૂંટ ચલાવીને નાસી છૂટયો હતો. આરોપીએ ઘરમાંથી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના સહિત ઘડિયાળોની લૂંટ પણ ચલાવી હતી.

    આ પણ વાંચો- ગુજરાત ટાઇટન્સનો ભવ્ય રોડ શો

    આરોપી ચોરીના મુદ્દામાલ સાથે પ્રથમ પોતાના વતન રાજસ્થાન પહોંચ્યો હતો પરંતુ આરોપીને જાણ થઈ કે બેંગલુરુ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ગુનો નોંધાયો છે ત્યારે આરોપી નાસતો ફરતો હતો અને રાજસ્થાનથી અમદાવાદ જવા માટે ટ્રકમાં લિફ્ટ માંગી હતી. જોકે અમીરગઢ પોલીસે વાહનચેકિંગ દરમિયાન ટ્રકમાં બેઠેલ આ ઇસમની હિલચાલ શંકાસ્પદ લાગતાં પોલીસે તેની પાસે રહેલા સમાનની તલાશી લેતા તેમાંથી 8 લાખ રૂપિયા રોકડા અને 16 લાખની કિંમતના દાગીના મળી આવ્યા હતા. પોલીસે તેની આકરી પૂછપરછ કરી હતી અને તેમાં હત્યા અને લૂંટનો મોટો ભેદ ઉકેલાયો હતો.

    આ પણ વાંચો- ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ સાથે CM ભૂપેન્દ્ર પટેલની 'બેટિંગ', જુઓ PHOTOS

    રાજસ્થાનના પાલી જિલ્લાનો રહેવાસી બીજારામ દેવાસીનો ભાઈ બેંગ્લોરમાં મેડિકલમાં નોકરી કરતો હતો. જેની ઓળખથી આરોપીએ ઇલેક્ટ્રોનિકના વ્યવસાય સાથે સંકળાયેલા બિઝનેસમેનના ઘરમાં નોકરી મેળવી હતી અને ત્યારબાદ વૃદ્ધ બિઝનેસમેનનો પરિવાર બહાર ફરવા ગયો ત્યારે મોકો જોઈ એને વૃદ્ધ બિઝનેસમેનની હત્યા કરી હતી. સોના-ચાંદીના દાગીના અને રોકડ લઈને નાસી છુટ્યો હતો. જોકે પોલીસે ચેકિંગ દરમિયાન લૂંટ અને હત્યાના આરોપીની ધરપકડ કરી અને બેંગ્લોર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. જોકે હત્યા અને લૂંટના આરોપીને અમીરગઢ પોલીસે ઝડપી લેતા બેગલુરું પોલીસ કમિશનરે અમીરગઢ પોલીસને 50 હજાર રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી.
    Published by:Rakesh Parmar
    First published:

    Tags: Banaskantha Crime, Banaskantha News, Gujarati news, બનાસકાંઠા