Home /News /banaskantha /Deesa: એપલ બોરની ખેતીએ ખેડૂતને બનાવ્યા લખપતિ, આટલા લાખની કરે કમાણી, જૂઓ Video

Deesa: એપલ બોરની ખેતીએ ખેડૂતને બનાવ્યા લખપતિ, આટલા લાખની કરે કમાણી, જૂઓ Video

X
આ

આ ખેડૂતે એપ્પલ બોરની ખેતીમાંથી અત્યાર સુધી 2.50 લાખની આવક મેળવી.

બનાસકાંઠાનાં થરાદનાં બુધનપુરનાં દેવરામભાઇ પટેલ પરંપરાગત ખેતી છોડીને બાગાયતી ખેતી તરફ વળ્યાં છે. તેમજ એપ્પલ બોરીની ખેતી કરી રહ્યાં છે. એપ્પલ બોરમાંથી રૂપિયા 2.50 લાખની આવક થઇ છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાના સરહદી પંથક ગણાતા થરાદ એ સુકો ભટ્ટ વિસ્તાર માનવામાં આવે છે. પરંતુ આ વિસ્તારના ખેડૂતો આ સૂકા ભટ્ટ વિસ્તારમાંથી પણ લાખોની આવક મેળવી રહ્યા છે. થરાદના બુધનપુર વિસ્તારમાં રહેતા દેવરામભાઈ પટેલે પોતાના ખેતરમાં એપલ બોરની ખેતી કરી છે. અને અત્યાર સુધી આ એપલ બોરમાંથી 2.50 લાખથી વધુની આવક મેળવી છે.હજુ પણ એપ્પલ બોરનું ઉત્પાદન ચાલુ છે.

પાંચ પ્રકારનાં બાગાયતી ઝાડ વાવી ખેતી કરે

થરાદના બુધનપુરનાં દેવરામભાઈ હેમાભાઇ પટેલની ઉંમર 38 વર્ષ છે અને અભ્યાસ ધોરણ 7 સુધી જ કર્યો છે. આ ખેડૂત પાસે 40 એકર જમીન છે. શરૂઆત માં દેવરામભાઈ પટેલ સીઝન આધારિત ખેતી કરતા હતા. જેમાં એરંડા, જીરુ ,રાયડો અને બાજરી સહિતના પાકોની ખેતી કરતા હતાં.

પરંતુ છેલ્લા પાંચ વર્ષથી દેવરામભાઈ પટેલ બાગાયતી ખેતી તરફ વળ્યાં છે. પોતાના 40 એકર ખેતરમાં અલગ અલગ પાંચ થી વધુ પ્રકારના ઝાડ વાવી ખેતી કરી રહ્યા છે. જેમાં ખારેક, એપ્પલ બોર ,દાડમ, જામફળ, આંબા સહિતના ઝાડ વાવી ખેતી કરી રહ્યા છે.

પાંચ વીઘા એપ્પલ બોરીની ખેતી

દેવરામભાઈ પટેલને પોતાના પાંચ વીઘા ખેતરમાં એપ્પલ બોરમાંથી આવક મેળવી રહ્યા છે. આ ખેડૂતે પોતાના પાંચ વીઘામાં કુલ 600 જેટલા એપલ બોરના છોડ વાવ્યા હતા. જેમાં એક છોડ 150 રૂપિયાનો લાવી પોતાના 5 વીઘામાં એપલ બોરની ખેતી શરૂ કરી હતી. અત્યારે શિયાળાના સમયમાં એપલ બોરના છોડમાંથી બોરનું સારું ઉત્પાદન થઈ રહ્યું છે.

ખેડૂતે અત્યાર સુધી આટલી આવક મેળવી

દેવરામભાઈ પટેલે પોતાના 5 વીઘા ખેતરમાં કરેલા એપ્પલ બોરની ખેતીમાં એક છોડ પરથી 15 થી 20 કિલોનું ઉત્પાદન થઈ રહ્યું છે. જેમાં એપ્પલ બોર એક કિલોનાં રૂપિયા 20 નાં ભાવ તેમજ 20 કિલોના 400 રૂપિયાના ભાવ મળી રહ્યા છે. દેવરામભાઈ પટેલનાં ખેતરમાંથી એપ્પલ બોરનું ઉત્પાદન થઈ રહ્યું છે. બોર બનાસકાંઠા સહિત રાજસ્થાનમાં મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યા છે. અત્યાર સુધી એપ્પલ બોરમાંથી દેવરામભાઈ પટેલે 2.50 લાખની આવક મેળવી છે. હજુ પણ તેમના ખેતરમાંથી એપ્પલ બોરનું ઉત્પાદન થઈ રહ્યું છે.

સુખા ભંટ્ટ વિસ્તારમાંથી ખેડૂતે એપલનું સફળ વાવેતર

એપ્પલ બોરની ખેતી કાઠીયાવાડ વિસ્તારમાં વધુ થાય છે. બનાસકાંઠાના સુખા ભટ્ટ વિસ્તારમાં ખેડૂતે સૌપ્રથમવાર એપ્પલ બોરની સફળ ખેતી કરી છે. આ એપ્પલ બોરની ખેતી 25 થી 30 વર્ષ સુધીની ખેતી હોય છે. સીઝન પૂરી થાય પછી બોરના છોડને કટીંગ કરી દેવામાં આવે છે. બીજા વર્ષે સીઝન શરૂ થાય ત્યારે બોરનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. આ ખેડૂત પોતાના ખેતરમાં ટપક સિંચાઈ આધારે તમામ ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે.
First published:

Tags: Banaskanatha, Farmer in Gujarat, Horticulture, Local 18

विज्ञापन