Home /News /banaskantha /

બનાસકાંઠા: પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર, આપઘાતનું કારણ અકબંધ

બનાસકાંઠા: પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર, આપઘાતનું કારણ અકબંધ

પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત

Police constable suicide: કાંકરેજ તાલુકા (Kankrej Taluka)ના થરા પોલીસ મથકમાં ફરજ બજાવતા અને ચેખલા ગામ (Chekhla village)ના રહેવાસી હેડ કોન્સ્ટેબલ બાબરાજી રાઠોડે (Babaraji Rathod) ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.

    બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં પોલીસ બેડામાં ખળભળાટ મચાવતો એક બનાવ બન્યો છે. જ્યાં એક પોલીસ કોન્સ્ટેબલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. કાંકરેજ તાલુકાના થરા પોલીસ મથક (Thara Police station)ના પોલીસ કોન્સ્ટેબલે આપઘાત (Police constable suicide) કર્યો છે. પોલીસકર્મીએ શા માટે આપઘાત કરી લીધો છે તેની કોઈ વિગત હાલ સામે આવી નથી. આ મામલે પોલીસ હાલ તપાસ કરી રહી છે.

    મળતી માહિતી પ્રમાણે જિલ્લાના કાંકરેજ તાલુકા (Kankrej Taluka)ના થરા પોલીસ મથકમાં ફરજ બજાવતા અને ચેખલા ગામ (Chekhla village)ના રહેવાસી હેડ કોન્સ્ટેબલ બાબરાજી રાઠોડે (Babaraji Rathod) ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. બાબરાજી રાત્રે ફરજ પર હતા. રાત્રે ફરજ પરથી પરત ફરીને ઘરે પરત ફર્યાં બાદ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

    ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતક પોલીસ કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં હેડ કોન્સ્ટેબલે શા માટે આપઘાત કર્યો છે તેની કોઈ માહિતી જોવા મળી નથી.

    ગુજરાતના અન્ય અપડેટ્સ:


    વલસાડમાં વહેલી સવારે ધોધમાર વરસાદ

    ગુજરાતમાં ચોમાસું (Gujarat Monsoon 2022) હવે ઢૂંકડું આવી ગયું છે. હવામાન વિભાગે (Meteorological Department) આજથી ચાર દિવસ સુધી વરસાદની પણ આગાહી કરી છે. જોકે, હાલ પડી રહેલો વરસાદ પ્રી-મોન્સૂન વરસાદ (Pre-Monsoon rain) છે, એટલે કે ચોમાસા પહેલાનો વરસાદ છે. બીજી તરફ આજે વહેલી સવારે વલસાડ શહેર (Valsad rain)માં વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ પડ્યો છે. બીજી તરફ રાજ્યના લોકો કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય તેની રાહ જોઈ રહ્યા છે. કેરળથી શરૂ થયેલું ચોમાસું (Kerla monsoon) હાલ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હાલ ચોમાસું ગોવા (Goa monsoon) સુધી પહોંચી ગયું છે.  (વાંચો સંપૂર્ણ અહેવાલ...)



    રાજકોટમાં 15 વર્ષની તરુણી બની માતા

    રાજકોટ જિલ્લાના ગોંડલમાં ચકચાર મચાવતો બનાવ સામે આવ્યો છે. જેમાં એક 15 વર્ષની તરુણી માતા (Teenager give birth) બની છે. તરુણીએ બાળકને જન્મ આપતા તેણી પર દુષ્કર્મ થયાનો ખુલાસો થયો છે. આ બનાવ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. તરુણીએ ગોંડલ શહેરની સિવિલ હૉસ્પિટલમાં બાળકને જન્મ આપ્યા બાદ પોલીસ (Gondal Police)ને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જે વિગતો સામે આવી છે તેને સાંભળીને પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.   (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Banaskantha, આત્મહત્યા, ગુનો, પોલીસ

    આગામી સમાચાર