ઠાકોર સેના દ્વારા કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરને ઠાકોર સેના દ્વારા ચેલન્જ આપવામાં આવી છે. મળતી માહિતી પ્રમણે સોશિયલ મીડિયાના માધ્યમથી કેબિનેટ મંત્રીને આ ચેલેન્જ આપવામાં આવી છે. આગામી દિવસોમાં બનાસકાંઠાના સણાદર અંબાજી મંદિરમાં મેળાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે ઠારોક સેનાએ દિલીપ ઠાકરોને ચેલેન્જ આપી છે કે તઆ મેળામાં તેઓ આવશે તો તેમનો વિરોધ કરવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરને આજે ઠાકોર સેના દ્વારા ચેલેન્જ આપવામાં આવી છે. આગામી 24 તારીકે બનાસકાંઠાના સણાદર અંબાજી મંદિરમાં મેળાના પ્રારંભ સમયે તેમનો વિરોધ કરવામાં આવશે એવી ચેલેન્જ ઠાકોર સેનાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આપી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે દિલીપ ઠાકોરની પુત્રવધુ ઉપર માનસિક ત્રાસ આપવાનો મામલો બન્યો હતો. સાથે સાથે દિલીપ ઠાકોરના પુત્ર મિતેશ ઠાકોરે સમાજની ત્રણ દીકરી સાથે લગ્ન કરીને છૂટાછેડા આપવાના માલમે ઠાકરો સેના ખફા હોવાનું જણાવી રહ્યા છે. જેના પગલે ઠાકરો સેનાના પ્રદેશ મંત્રી મુકેશ ઠાકોરે કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરને ચેલેન્જ આપી હતી. સણાદર અંબાજી મંદિરમાં મેળામાં મંત્રીની ગાડીને રોકીને તેમનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વિજય રૂપાણી સરકારની કેબિનેટમાં દિલીપ ઠાકરોનું સ્થાન છે. દિલીપ ઠાકોરને શ્રમ અને રોજગાર તથા ડિઝાસ્ટર ઉપરાંત યાત્રાધામ વિકાસ ખાતાની જવાબદારી સોંપવામાં આવી છે.