Home /News /banaskantha /ઠાકોર સમાજની મોટી પહેલ: લગ્ન અને વ્યસનના 11 રિવાજોમાં કરાયો સુધારો

ઠાકોર સમાજની મોટી પહેલ: લગ્ન અને વ્યસનના 11 રિવાજોમાં કરાયો સુધારો

ઠાકોર સમાજે 11 રિવાજોમાં સુધારો કર્યો છે.

Thakor Samaj: લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચા અને ડીજે ઉપર ખોટા ખર્ચો પર લગાવ લગાડવાની વાત કરવામાં આવી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: ઠાકોર સમાજના કુરિવાજો દૂર કરવા સમાજના અગ્રણીઓની મોટી પહેલ સામે આવી છે. ઠાકોર સમાજે વિવિધ 11 બદીઓ દૂર કરવા પ્રતિજ્ઞા લેવડાવી છે. જેને લોકો બિરદાવી રહ્યા છે. જેમાં લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચા અને ડીજે ઉપર ખોટા ખર્ચો પર લગાવ લગાડવાની વાત કરવામાં આવી છે. ઠાકોર સમાજે 11 રિવાજોમાં સુધારો કર્યો છે જે નીચે પ્રમાણે છે.

ઠાકોર સમાજના આ રિવાજોમાં સુધારો


1. લગ્ન પ્રસંગોમાં ડીજે ઉપર સાવ પ્રતિબંધ મુકવો.
2. ઓઢામણુ રોકડમાં આપવું.
3. લગ્ન પ્રસંગમાં દીકરીઓને જીવન જરૂરી મર્યાદિત પુરતી આપવી.
4. સગાઈ અને લગ્નમાં 11 જણ જ જવું.
5. જાન મર્યાદામાં 51 જણ જ જવું.
6. દરેક ગામ દીઠ સમૂહ લગ્નનું આયોજન.
7. કુળ વાઇઝ સમૂહ લગ્નનું આયોજન કરવું.
8. સ્વરેછાએ વ્યસન મુક્ત બનવું.
9. બોલામણું પ્રથા સદંતર બંધ.



10. સગાઈ સગપણમાં તોડ પ્રથામાં દંડની રકમનો ઉપયોગ શૈક્ષણિક સંકૂલ, સામાજિક કામોમાં કરવો. (ગુણ દોષ મુજબ દંડ )
11. કુંવારી દીકરીઓને મોબાઈલથી દૂર રાખવી.
First published:

Tags: ગુજરાત, બનાસકાંઠા