Home /News /banaskantha /Banaskantha: વિદ્યાર્થિનીઓએ આ તાલીમ અચૂક લેવી જોઈએ, આત્મરક્ષણ માટે કોઈની જરૂર નહી પડે

Banaskantha: વિદ્યાર્થિનીઓએ આ તાલીમ અચૂક લેવી જોઈએ, આત્મરક્ષણ માટે કોઈની જરૂર નહી પડે

X
અત્યાર

અત્યાર સુધી આ શિક્ષકે 10 હજારથી વધુ વિદ્યાર્થીનીઓને આપી છે.તાલીમ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં રહેતા નિરવભાઈ સોલંકી જેઓ કરાટે ના કોચ છે. છેલ્લા 10 વર્ષથી બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા શહેરો અને ગામોમાં આવેલી શાળાઓમાં તેમજ કોલેજોમાં જઈ વિદ્યાર્થીનીઓને કરાટેનું કોચિંગ આપે છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
    Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના એક શિક્ષક મહિલાઓ માટે અનોખું કાર્ય કરી રહ્યો છે.આ શિક્ષક અત્યારે જે પ્રમાણે મહિલા પર અત્યા ચારની ઘટના બની રહી છે. તેને અટકાવવા છેલ્લા 10 વર્ષથી જિલ્લાની અનેક શાળા કોલેજમાં કરાટેનું કોચિંગ આપે છે. જેથી વિદ્યાર્થીનીઓ ખૂદ આત્મરક્ષણ કરી શકે. શિક્ષક નિરવભાઈ સોલંકીએ અત્યાર સુધી 10 હજારથી વધુ વિદ્યાર્થીની ઓને  કરાટેની તાલિમ આપી તૈયાર કરી ચૂક્યા છે.

    સમગ્ર દેશમાં મહિલાઓ પર અત્યાચારની ઘટના દિનપ્રતિદિન વધી રહી છે.અને ખાસ કરીને સગીર વ્યની બાળકીઓ ઉપર છેડતી દુષ્કર્મ જેવી ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે આવી ઘટનાને અટકાવવા બનાસકાંઠા જિલ્લામાં એક શિક્ષક નિરવભાઈ સોલંકીએ બીડુ ઝળપ્યું છે. નાની બાળકીઓ પોતાનું રક્ષણ જાતે કરી શકે તે માટે વિવિધ શાળાઓમાં તેમને જુદી જુદી રમતોની સાથે સાથે આત્મ રક્ષણનું પણ કોચિંગ આપે છે.

    બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં રહેતા નિરવભાઈ સોલંકી જેઓ કરાટે ના કોચ છે.અને આ કરાટે શિક્ષક છેલ્લા 10 વર્ષથી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર,અંબાજી, ડીસા, ધાનેરા,થરાદ, વડગામ શહીત જુદા જુદા ગામોમાં આવેલી શાળાઓમાં તેમજ કોલેજોમાં જઈ વિદ્યાર્થીનીઓને કરાટેનું કોચિંગ આપે છે.

    વિદ્યાર્થીનીઓ બહાર આવા જવા માટે ડરતી હોય છે.તેમને આ શિક્ષક દ્વારા પોતાનું આત્મા રક્ષણ કરાટે દ્વારા કઈ રીતે કરી શકાય તે અંગેનું સંપૂર્ણ કોચિંગ આપી રહ્યા છે.અત્યાર સુધીમાં આ કરાટે શિક્ષક નીરવ સોલંકીએ દસ હજારથી વધુ વિદ્યાર્થીનીઓને કરાટેનું કોચિંગ આપ્યું છે, અને હાલમાં પણ જિલ્લાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીનિઓને બહેનોને કરાટેનું કોચિંગ આપી રહ્યા છે. અને આ કરાટેની તાલીમ મેળવેલા વિદ્યાર્થી ભાઈ બહેનોએ રાજ્યના જુદા જુદા શહેરો તેમજ ભારત દેશમાં પણ વિવિધ સ્થળો પર યોજાયેલી કરાટેની સ્પર્ધાઓ માં ભાગ લઈ અનેક મેડલો અને પ્રમાણ પત્ર મેળવી નામ રોશન કર્યું છે.

    શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ જોડે વાત કરતા તેઓએ જણાવ્યું કતું કે અત્યારે જે પ્રમાણે મહિલાઓ પર અત્યાચારની ઘટના સામે આવે છે.જેથી અમને પણ શાળાએ આવા જવા તેમજ ઘરથી બહાર નીકળતા ડર લાગતો હતો પરંતુ અમારા શિક્ષક દ્વારા અમને કરાટેની તાલિમ આપતા અમારા આત્મ વિશ્વાસ માં વધારો થયો છે.અને અમે હવે બહાર એકલા નિકળતા ડરતા નથી . અને અમે અન્ય બહેનો અને વિદ્યાર્થીનીઓને પણ કરાટેની તાલિમ મેળવવા અપીલ કરીએ છીએ.જેથી મહિલાઓ અને બહેનોને ખુબજ ફાયદો થશે અને આત્મવિશ્વાસમાં પણ વધારો થશે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Banaskanatha, Local 18, Students

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन