આ ઝેરડા ગામમાં આ પરિવાર દ્વારા કરાયેલા કાર્યને લઈ 40થીવધુ લોકોને રોજગારી મળે છે.
સમગ્ર ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા આવું કાર્ય.ઝેરડા ગામના સુમરા પરિવાર વર્ષોથી માટીમાંથી અલગ અલગ ચીજ વસ્તુઓ બનાવે છે. અત્યારે આ પરિવારે લોકોને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક અનોખી પહેલ શરૂ કરી છે.આ માટીમાંથી બનાવાથી ચીજ વસ્તુઓની સમગ્ર ભારત દેશમાંમાંગ વધી છે.
Nilesh Rana, Banaskantha: ગુજરાત સરકાર દ્વારા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હલકી ગુણવત્તાના પ્લાસ્ટિકમાંથી બનતી ઝબલા થેલીઓ ચાના ગ્લાસ નાસ્તાની ડીસો સહી ચીજ વસ્તુઓ ઉપર સરકાર દ્વારા બેન લગાવવા માં આવ્યો છે. તેમ છતાં આ ચીજ વસ્તુઓનો ઉપયોગ કેટલાક શહેરોમાં ખુલ્લેઆમ થઈ રહ્યો છે. ત્યારે આ તમામ ચીજ વસ્તુઓ લોકોને ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ રહી છે.
બનાસકાંઠાના એક ગામના એક પરીવારે આખા ગુજરાતને પ્લાસ્ટિકમાંથી મુક્ત બનાવવાનું અભિયાન સરું કરી અને આ પરીવારે પ્લાસ્ટિકના ગ્લાસનો ચા ની હોટલ ઉપર ઉપયોગ થાય છે. તે ગ્લાસો કઈ રીતે બંધ થાય તે અભિયાન હાથ ધરીને આ પરિવાર માટીમાંથી ચાના કુલડ બનાવે છે અને આ પરિવાર દ્વારા માટીના કુલડ તૈયાર થાય છે તેની માંગ દિવસે ને દિવસે વધી રહી છે અને આ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલા કુલડના લીધે અનેક પરિવારોનું ગુજરાત પણ ચાલી રહ્યું છે.
આ સુમરા પરીવારે લોકોને માટીના વાસણ ઉપયોગ કરવાની અપીલ કરી. સમગ્ર ભારત ભરમાં હલકી ગુણાતાનું પ્લાસ્ટિક લોકોની સાથે પશુ પંખીઓને પણ ખૂબ જ નુકસાન કરે છે અને તેના લીધે જ સરકાર દ્વારા આ હલકી ગુણવતાના પ્લાસ્ટિક ઉપર સરકાર દ્વારા બેન્ડ મૂકવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને ચા ની કીટલી ઉપર પ્લાસ્ટિકમાંથી બનતા ગ્લાસનો ઉપયોગ મોટી માત્રામાં કરવામાં આવે છે.અને આ પ્લાસ્ટિકમાંથી બનેલા ચા ના કપમાં ચા પીવાથી લોકોના આરોગ્યને પણ નુકસાન થઈ શકે છે ત્યારે લોકોના આરોગ્યની ચિંતા કરી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઝેરડા ગામના એક સુમરા પરિવારે અનોખું અભિયાન હાથ ધરી લોકોના આરોગ્યની ચિંતા કરવાની સાથે સાથે અનેક ગરીબ પરિવારના લોકોને રોજગારી આપવાનું પણ કામ કર્યું છે.
હાલમાં આ સુમરા પરિવાર દ્વારા ઝેરડા ગામે માટીમાંથી શરૂઆતમાં કોડિયા બનાવતા તેની સમગ્ર ભારભરમાં માંગ ઉઠવા પામી છે.પરંતુ અત્યારે રોટલી બનાવવાની તવી સહિત અનેક વિવિધ વસ્તુઓ બનાવવામાં આવતી હતી પરંતુ હાલમાં માટીમાંથી બનતા ચા ના ગ્લાસની માંગ વધુ હોવાથી ચા પીવાના ગ્લાસ એટલે કે કુલડ બનાવવાનું કામ કરે છે.
ઝેરડા ગામે સુમરા પરિવારના ત્યાં 40થી વધુ કારીગરો કામ કરે છે અને આ પરિવાર દ્વારા દરરોજ 20 હજારથી વધુ ચા ના કુલડ તૈયાર કરવામાં આવે છે આ માટીના કુલડ ને ગુજરાતના વિવિધ શહેરો અને રાજસ્થાન તેમજ મહારાષ્ટ્ર દિલ્હી હરિયાણા સહિતના અન્ય રાજ્યમાં મોકલવામાં આવે છે. અને આ કુલડની હાલમાં માંગ વધુ હોવાથી આ પરિવારને કુલડ બનાવવાથી સારી કમાણી થઈ રહી છે.
અમારે પોતાનું ગામ છોડી મજૂરી કરવા બહાર જવું પડતું નથી
ઝેરડા ગામ ખાતે સુમરા પરીવાર વર્ષોથી માટી માટીમાંથી અલગ અલગ ચીજ વસ્તુઓ બનાવે છે. જેથી આ ગામના 40થી વધુ લોકો ને મજૂરી માટે બહાર જવું પડતું નથી અને પોતાના ગામમાં જ રોજગારી મળી રહે છે. આ સુમરા પરીવાર દ્વારા માટીમાંથી બનાવાથી ચીજ વસ્તુઓને લઈ આ ગામના તમામ લોકોમાં ખુશી જોવા મળી રહી છે અને આ પરિવારને તમામ ગામના લોકો પણ તેમના કાર્યને બિરદાવી રહ્યા છે.