Home /News /banaskantha /Real life Hero: સુલતાનભાઈ મીર મોતની છલાંગ લગાવી બચાવે છે લોકોનાં જીવ! અનેક લોકોની જિંદગી બચાવી

Real life Hero: સુલતાનભાઈ મીર મોતની છલાંગ લગાવી બચાવે છે લોકોનાં જીવ! અનેક લોકોની જિંદગી બચાવી

જિલ્લામાં અનેક લોકોના જીવ બચાવ્યા તેમજ 4000 થીવધુ કેનાલમાંથી મૃતદેહો બહાર કાઢયા.

બનાસકાંઠાના થરાદમાં રહેતા 56 વર્ષયી સુલ્તાનભાઈ દાઉદભાઈ મીરની જેઓએ અત્યાર સુધી કેનાલમાં આત્મહત્યા કરવા જતા અનેક લોકોના જીવ બોતાના જીવની પરવા કર્યા વગર બચાવ્યા છે. તેમજ કેનાલમાં આત્મહત્યા કરી લેતા લોકોના મૃતદેહને બહાર કાઢી આપ્યા છે.

વધુ જુઓ ...
  Nilesh rana, Banaskantha: દુનિયા મદદ અને આશા ઉપર કાયમ છે. ત્યારે આજના યુગમાં અનેક એવા લોકો છે જેઓ પોતાની જીવવાનીઆશા કોઈક કારણોસર ખોઈ દે છે.અને છેલ્લું પગલું આત્મહત્યા એજ કલ્યાણ માની બેસે છે.ત્યારેઆવા હતાસ લોકો માટે એક એવા વ્યક્તિ જેઓ દેવદૂત બની આવે છે અને તેઓનેનવુ જીવન જીવવા માટે મોતના મુખમાંથી ખેચી લાવે છે.આ વાત છે બનાસકાંઠાના થરાદમાં રહેતા56 વર્ષયી સુલ્તાનભાઈ દાઉદભાઈ મીરની જેઓએ અત્યાર સુધી કેનાલમાં આત્મહત્યા કરવા જતા અનેક લોકોના જીવ બોતાના જીવની પરવા કર્યા વગર બચાવ્યાછે.

  આજે એવો સમય છે જ્યા લોકોને બીજા માટે સમય હોતો નથી ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારનાએક 56 વર્ષયી એવાસેવાકર્મી કે જે પોતાના મોતની પરવા કર્યા વિના લોકોના જીવ બચાવવા મોતની છલાંગ લગાવી લોકોના જીવ બચાવે છે. તેમજમૃત પામેલા લોકોના મૃતદેહોને શોધી કાઢવા અનોખું સેવાકાર્ય કરી રહયા છે. નાના પરિવારમાંથી આવતો આ વ્યક્તિ કોઈ પણ જાતની આર્થિક લોભલાલચ કર્યા વગર આ સેવાનું કાર્ય કરી અત્યાર સુધીમાં તેઓએઅનેક લોકોના જીવ બચાવ્યાછે. તેમજ કેનાલમાં આત્મહત્યા કરી લેતા લોકોના મૃતદેહને બહાર કાઢી આપ્યા છે.

  આ પણ વાંંચો: માત્ર એક દોરો બાંધવાથી થઈ જાય છે પથરીનો નિકાલ; આવી છે મંદિરની માન્યતા

  બનાસકાંઠા જિલ્લામાં સરહદી પંથક ગણાતા થરાદ ખાતે રહેતા 56 વર્ષીય સુલ્તાનભાઈ દાઉદભાઈ મીર તે કોઈ સ્વીમર નથી કે નથી તેઓએઆજ સુધીમાં કોઈ સ્વિમિંગના એવોર્ડ જીત્યાછે.જો વાત કરીએસુલ્તાનભાઈ મારની તો તેઓ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. અને હાલ તેઓથરાદ નગરપાલિકામાં બોર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. જ્યારે પણ કોઈ આકાસ્મિક ઘટના તેઓના વિસ્તારમાં કે પછી એ પંથકમાં ઘટે છે ત્યારે સૌથી પહેલું નામં બચાવ કાર્ય માટેસુલ્તાનભાઈ મીરનું પોકારવામાં આવે છે અને તેઓ વગર કોઈ પરિસ્થિતિની ચિંતા કર્યા વીના પહોંચી જઈ બચાવ કાર્ય શરૂ કરી દે છે.તેઓ માત્ર માનવના જ નહી પણ પશુંઓ અને પ્રાણીઓના પણ જીવ બચાવે છે.  સુલ્તાનભાઈ મીરે એ જણાવ્યું કે જ્યારે તેઓ 12 વર્ષના હતા તે સમય ટોડા ગામના તળાવમાં ચાર છોકરાઓ ન્હાતા ન્હાતા ડૂબવા લાગ્યા હતા.અને લોકો તેઓને બચાવવામાં આમ તેમ તરવૈયાઓને સોધવા લાગ્યા હતા ત્યારે તેઓએ તળાવમાં ડૂબી રહેલા 4એ છોકરાઓને ડૂબતા બચાવ્યા હતા.તે સમયે તેઓને વિચાર આવ્યો હતો કે આજ રીતે અનેક લોકો ડૂબીને મૃત્યુ પામતા હશે.તે દિવસથી આજ દિન સુધી તેઓની આ સેવા ચાલું છે.શરૂઆતમાં માત્ર કુવામાં અને તળાવમાં ડૂબી જવાના કેસો આવતા હતા.જ્યા તેઓ જો સમય સર પહોંચી જતા તો તેઓનો જીવ બચાવી લેતા હતા.અથવા જો કોઈનું મૃત્યું થઈ ગયું હોય તો તેનો મૃતદેહ બહાર કાઢી આપતા હતા.પરંતુ તે બાદ વર્ષ 2008 થી જિલ્લાના સરહદી વિસ્તારોમાં સરકાર દ્વારા ખેડુતોના હિત માટે કેનાલબનાવવામાં આવી પરંતુ આ કેનાલમાં ધીરે ધીરે લોકોઆત્મહત્યા કરવા માટે એક સ્ત્રોત સાબિત થઈ ગયો છે જેમાં લોકો અવારનવાર પોતાનું જીવન ટૂંકવી રહ્યા છે.

  આ પણ વાંંચો: આ ગામનાં કૂતરાઓ કરોડપતિ છે, આ છે કારણ

  સુલતાનભાઈ મીર એક નાના પરિવારમાંથી આવે છે.સુલતાનભાઈ મીર 12 વર્ષના હતા.ત્યારે ટોડા ગામના તળાવમાં નાહવા પડ્યા ત્યારે ચાર છોકરાઓ ડૂબ્યા ત્યારે તેમને બચાવવા સૌ કોઈ તરવૈયાઓને શોધવા દોડ ધામ કરી રહ્યા હતા. અને તે સમયે કોઈ તરવૈયો ન મળ્યો છેવટે સુલતાનભાઇએ પોતાની મોત ની પરવા કર્યા વગર જાત મહેનતે ચાર છોકરાઓનો જીવ બચાવ્યો. જો કે તેમાંથી પ્રેરણા મેળવ્યા બાદ સુલતાનભાઈને વિચાર આવ્યો કે અનેક લોકો હશે કે જેમને તરવૈયાની અછતને કારણે પરિવારજનોના જીવ ગુમાવવા પડતા હશે જેને લઇ સુલતાનભાઈ ૧૨ થી 15 વર્ષની બાળવસ્થાથી તરવૈયાનું સેવાકાર્ય શરૂ કર્યું.અને પોતાના સહિત આસપાસના ગામોમાં જો કોઈ લોકો ગામના તળાવમાં કે કુવામાં પડીને મોતને ભેટતા હોય તો તેવા લોકોના જીવ બચાવવાની કામગીરી શરૂ કરી હતી.  જોકે શરુઆતમાં તો તળાવ કે કૂવામાં પડવાના જ કેસો સામે આવતા ત્યારે સુલતાનભાઇ મીર તળાવ અને કુવામાંથી 6 થી 7 લોકોના જીવ બચાવ્યા હતા. પરંતુ તે બાદ વર્ષ 2008 થી જિલ્લાના સરહદી વિસ્તારોમાં સરકાર દ્વારા ખેડુતોના હિત માટે કેનાલબનાવવામાં આવી પરંતુ આ કેનાલમાં ધીરે ધીરે લોકોઆત્મહત્યા કરવા માટે એક સ્ત્રોત સાબિત થઈ ગયો.કેનાલમાં અવારનવાર લોકો પોતાનો જીવ આપી રહ્યા છે.જેના પગલે આજ સુધીસુલતાનભાઈમીરે 200 લોકોના જીવ બચાવ્યા છે.  તેમજ 400થી વધુ પશુઓના પણ જીવ બચાવ્યા છે.તેમજ અંદાજીત 4 હજારથી વધુ મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢ્યા છે. સુલતાનભાઇ મીર આ સેવાકાર્યનું કોઈ પણ પરિવાર પાસેથી એકપણ રૂપિયો ચાર્જ લેતા નથી.પરંતું જો કોઈ પરિવાર તેઓને સહાય પેટે પૈસા આપે છે તો તેઓએ તે રૂપિયાથી કેનાલમાં લોકોનો જીવ બચાવવા માટેની સામગ્રી વસાવી લે છે.જેથી કરી તેઓ ગમે તેવી પરિસ્થિતિમાં લોકોનો જીવ બચાવી શકે.

  આ પણ વાંંચો: Hi-tech library: બનાસકાંઠાની આદર્શ લાઈબ્રેરી છે આધુનિક ટેક્નોલોજીથી સજ્જ; લાઈબ્રેરીમાં 800થી વધુ પુસ્તકો ઉપલબ્ધ

  સુલતાનમીર થરાદ નગરપાલિકામાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવે છે.તેમને પાલીકા દ્વારા બોર ઓપરેટરના ભથ્થા સ્વરૂપેમાત્ર રૂ.12 હજાર પગાર ચૂકવવામાં આવે છે. છતા કોઈ પણ સહાયની આસા રાખ્યા વગર સેવા કરી રહ્યા છે.આ સેવા કરવા માટે તેઓને અત્યાર સુધી કોઈ પણ પ્રકારની સહાય મળી નથી પરંતુંસ્થાનિક તંત્ર અને તત્કાલીન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સન્માનપત્ર આપી સુલતાનભાઈ મીરને સન્માનિત કર્યા હતા.સુલ્તાનભાઈ મીરે ન્યૂઝ18 લોકલ સાથે વાત કરતા જણાવ્યું કે આજના સમયમાં મોંધવારી ખુબજ વધી ગઈ છે.જેના કારણે આજના સમયમાં તેઓને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.જેથી કરી જો સરકાર તેઓને આર્થીક મદદ કરે તેવી આશા વ્યક્ત કરી હતી.સુલ્તાનભાઈ મીરે છેલ્લા 15 દિવસમાં 4 લોકોના જીવ બચાવ્યા છે.બનાસકાંઠામાં મોતની છલાંગ લગાવતા લોકોને બચાવવાની કામગીરી કરતાં સુલતાનભાઈ મીર અત્યારે ફક્ત બનાસકાંઠામાં જ નહી પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં ચર્ચિત બની ગયા છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Banaskanatha, Help, Human Life

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन