Home /News /banaskantha /Banaskantha: ભગવાન શનિદેવના દર્શન માત્રથીજ થઈ જાય છે ભક્તોના દુ:ખ દૂર; આવી છે માન્યતા

Banaskantha: ભગવાન શનિદેવના દર્શન માત્રથીજ થઈ જાય છે ભક્તોના દુ:ખ દૂર; આવી છે માન્યતા

આ શનિદેવને તેલ ચઢાવે તેને સાઢા સાતીમાંથી તરતજ છુટકારો મળે છે.

બનાસકાંઠાના ડીસા તાલુકાના ભોયણ ગામ પાસે ડીસા પાલનપૂર હાઈવે પર આવેલા શનિદેવ મંદિર અનેક ઈતિહાસ સાથે સંકળાયેલા છે.મંદિરમાં શનિદેવ અને હનુમાનજી સાથે બિરાજમાન છે.આ મંદિરમાં જ ભૈરવ દાદાનું પણ મંદિર આવેલું છે.

    Nilesh Rana, Banaskantha: ભારત દેશ વિવિધતાઓ અને દેવી દેવતાઓની ધરતી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાનાડીસા તાલુકાના ભોયણ ગામ પાસે ડીસા પાલનપુર હાઈવે પર શનિદેવનું મંદિર આવેલું છે.આ મંદિરમાં ભગવાન હનુમાન અને ભગવાન શનિદેવ બીરાજમાન છે. ભક્તો દ્વારા ભગવાનના દર્શન કરી આશિર્વાદ મેળવે છે.શનિદેવ મંદિરમાં આવતા ભક્તો દ્વારા ભગવાનને તેલ અને સિંદૂર ચઢાવવામાં આવે છે.આ મંદિર ઐતિહાસિક મંદિર છે.જેઓની મહિમા ખુબજ પ્રસિદ્ધ છે.

    બનાસકાંઠાનાડીસા તાલુકાના ભોયણ ગામ પાસે ડીસા પાલનપૂર હાઈવે પર આવેલા શનિદેવ મંદિર અનેક ઈતિહાસ સાથે સંકળાયેલા છે.મંદિરમાં શનિદેવ અને હનુમાનજી સાથે બિરાજમાન છે.આ મંદિરમાં જભૈરવ દાદાનું પણ મંદિર આવેલું છે.દર શનિવારે આ મંદિર ખાતે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. અને શનિદેવ અને હનુમાનજીને તેલ સિંદુર સહિત આંકડાના ફૂલચડાવે છે.



    એવી માન્યતા છે કે જે અહી શનિ દેવને તેલ ચઢાવે છે તેને સાઢા સાતી માંથી તરત જ છુટકારો મળી જાય છે.ભગવાન શનિદેવનું સૌથી જૂનું મંદિર શનિ શીંગણાપુરમાં આવેલું છે.ત્યારે એક લોક માન્યતા મૂજબ એવું કહેવાય છે કે કળ્યુગ ની શરૂઆત થતા ભગવાન શનિદેવ પોતે અહી આવી ને રહેવા લાગ્યા હતા.જેથી જે કોઈ ભક્ત અહી ભગવાન શનિ મહારાજની ઉપાસના કરે છે.તેઓને શનિદેવ મનાવંછિત ફળ અવશ્ય આપે છે.



    જ્યોતિષોના કહેવાપ્રમાણે જે કોઈ વ્યક્તિના જીવનમાં શનિની સાડાસાતી લાગી હોય તો માણસની કર્મકુંડળી પર ભારે અસર કરે છે.શનિ દેવની આ છબિ દેવતા ઓમાં તેમને વિશેષ સ્થાન આપે છે. શાસ્ત્રોમાં શનિને સૂર્યના પુત્ર અને મૃત્યુના દેવતા યમના ભાઈ બતાવવામાં આવ્યા છે.શનિની વિશેષતાઓનો વખાણ કરતા પ્રાચીન ગ્રંથ "શ્રી શનિ મહાત્મય"માં લખવામાં આવ્યુ છે. કે શનિ દેવનો રંગ કાળો છે અને તેમનુ રૂપ સુંદર છે.



    તેમની જાતિ તૈલિ છે અને તેઓ કાળ ભૈરવની ઉપાસના કરે છે.જ્યોતિષમાં શનિને ઠંડો ગ્રહ માનવામાં આવ્યો છે, જે બીમારી, શોક અને આળસનો કારક છે.પણ જો શનિ શુભ હોય તો તે કર્મની દશાને લાભ ની તરફ લઈ જનારો અને ધ્યાન અને મોક્ષ આપનારો છે. સાથે જ કેરિયને ઊંચા ઈઓ પર લઈ જાય છે. લોકોમાં શનિને લઈને જુદી જુદી માન્યતા છે. ઘણા લોકોનું માનવુ છે એ શનિ દેવનુ કામ ફક્ત મુશ્કેલીઓ આપવી અને લોકોના કામમાં વિઘ્ન ઉભુ કરવાનુ છે.

    પણ શાસ્ત્રો મુજબ શનિ દેવ પરિક્ષા લેવામાં એક બાજુ મુશ્કેલીઓ ઉભી કરે છે, તો બીજી બાજુ ખુશ થતા તેઓ સૌથી મોટા હિતેચ્છુ પણ સાબિત થાય છે.ત્યારે આવા જ શનિદેવ બનાસકાંઠા જિલ્લાના ડીસાના 5 કિલોમીટર દૂર આવેલા ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ ગામ પાસે શનિદેવનું મંદિર આવેલું છે આ શનિદેવનું મંદિર વર્ષો પુરાણું મંદિર છે. અને આ શનિદેવના મંદિર માં ભૈરવ દાદા તેમજ હનુમાનજી પણ બિરાજમાન છે.



    આ શનિદેવ મંદિર ખાતે દર શનિવારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે.તેમજ આ મંદિર ખાતે દર્શના ર્થીઓ શનિદેવને તેલ ચડાવે છે તેમજ શનિદેવ ની બાજુમાં હનુમાનજી પણ બિરા જમાન છે હનુમાનજી ને પણ તેલ સિંદુર આંકડાના ફૂલ પણ ચડાવે છે સાથે આ મંદિર ખાતે શનિચાલીસા તેમજ હનુમાન ચાલીસા પણ છે.જેથી જેથી દર્શના ર્થીઓ શનિચાલીસા તેમજ હનુમાન ચાલીસાનું પઠન કરે છે. તેમજ તેમની મનમાં રહેલી મનોકામના શનિદેવ તેમજ હનુમાનજી પૂર્ણ કરે છે સાથે આ મંદિર ખાતે દર્શનાર્થીઓ દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Banaskantha, Hindu Temple, Shani dev

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन