Home /News /banaskantha /Banaskantha: પ્રાથમિકમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓએ અકસ્માત રોકવા બનાવી અનોખી ડિવાઈસ; ત્રણ સેકન્ડ પહેલા જ ડિવાઇસ કરશે એલર્ટ

Banaskantha: પ્રાથમિકમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓએ અકસ્માત રોકવા બનાવી અનોખી ડિવાઈસ; ત્રણ સેકન્ડ પહેલા જ ડિવાઇસ કરશે એલર્ટ

પાલનપુરના ત્રણ વિદ્યાર્થીઓએ એક અઠવાડિયામાં 1200 રૂપિયામાં ડીવાઇજ બનાવ્યું..

બનાસકાંઠા જિલ્લાના ત્રણ વિદ્યાર્થીઓએ અકસ્માત અટકાવવા ડીવાઇજ બનાવ્યું...એક અઠવાડિયામાં 1200 રૂપિયામાં ઇવાઇજ તૈયાર કર્યું...વાહન ચાલકનું ધ્યાન ભટકે અથવા તેને ઊંઘ આવેતો ઇવાઇજ એક્ટિવ થઈ જાય..



    Nilesh rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની વિદ્યામંદિરમાં ભણતા ધોરણ સાતના ત્રણ વિદ્યાર્થીઓ અને એક ટેક્નિકલ એક્સપર્ટ અકસ્માતની સમસ્યાના સમાધાન માટે એક ડિવાઇસ બનાવ્યું છે ગુજરાત સહિત સમગ્ર દેશમાં અકસ્માતના કારણે અનેક લોકો અકસ્માતમાં જીવ ગુમાવતા હોય છે જેના અનેક વાર સમાચાર સામે આવતા હોય છે જેને ધ્યાને લઈ ત્રણ વિદ્યાર્થી અને એક ટેકનિકલ એક્સપોર્ટ સાથે મળી ટીમ બનાવી વાહન ચાલકનું ધ્યાન ભટકે અથવા તો તેને ઊંઘ આવે તો 3 સેકેન્ડમાં અલાર્મ ચાલુ થઈ જાય છે જે ચાલકને એલર્ટ કરી દેશે.


    ગુજરાત સહિત દેશભરમાં રોજબરોજ અકસ્માતોના કારણે અનેક લોકો જીવ ગુમાવતા હોય છે જોકે મોટાભાગના અકસ્માતો વાહનચાલકોનું ધ્યાન ભટકે અથવા તો આંખ બંધ થઈ જવાના કારણે થતા હોય છે જેને ધ્યાને લઈએ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વિદ્યામંદિર માં અભ્યાસ કરતા ધોરણ સાતના વિદ્યાર્થીઓ અને એક ટેકનીકલ એક્સપટ તેનું નિવારણ માટે પ્રયાસ કર્યો છે.


    ધોરણ સાતના વિદ્યાર્થી પટેલ મેસ્વ વિનોદભાઈ પ્રજાપતિ, નમ્ર હિતેશભાઈ પટેલ, યશ દિનેશભાઈ અને ટેકનિકલ એક્સપર્ટ હિતેન વીરાભાઇ પટેલ સાથે મળી એક ડિવાઇજ બનાવ્યું છે.જેમાં એક માઈક્રો કન્ટ્રોલર બજર પ્રોક્સીમીટર સેન્સર એક બેટરી એક ચશ્મા નો ઉપયોગ કરી ડિઝાઈન બનાવીને ડિવાઇસ તૈયાર કરવામાં આવીછે સતત અઠવાડિયાની લગાતાર મહેનત બાદ મામુલી 1200 રૂપિયા જેટલો ખર્ચ કરી ડિવાઇસ તૈયાર કર્યું છે.


    વાહનચાલકો ડિવાઇસ પહેરીને ડ્રાઇવિંગ કરે તો વાહન ચાલકનું ધ્યાન ભટકે અથવા તેને ઊંઘ આવે તો ત્રણ સેકન્ડમાં ડિવાઇસ એક્ટિવ થઈ અને અલાર્મ વાગવાનું ચાલુ થઈ જાય છે અને ડ્રાઈવરને એલર્ટ કરે છે જેથી કરી અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થશે.વિદ્યાર્થીઓ અને ટેકનિકલ એક્સપર્ટ આશા વ્યક્ત કરી છે કે લોકો યુઝ કરતા થાય અને અકસ્માતોની સંખ્યા ઓછી થાય.


    ટેકનીકલ એક્સપર્ટ હિતેન પટેલે જણાવ્યું હતું કે સૌપ્રથમ વિદ્યાર્થીઓ મારી પાસે પ્રોબ્લેમ લઈને આવ્યા હતા કે સર ન્યૂઝમાં ઘણીવાર જોવા મળે છે કે દિનપ્ર તીદિન અકસ્માતો વધી રહ્યા છે મૃત્યુઆંક વધી રહ્યો છે ત્યારબાદ અમે વિચાર કરી અને એક ટીમ બનાવી વિદ્યાર્થીઓ સાથે મળીને પ્રોજેક્ટ પર કામ ચાલુ કર્યું સ્વાભાવિક પણે ટેકનોલોજીમાંનું કામ પોસિબલ હતું તો અમે એક માઈક્રો કન્ટ્રોલર બજર એક પ્રોક્સિમીટી સેન્સર અને એક બેટરી અને એક ચશ્માં એના પર ડિઝાઇન કરી અને પરફેક્ટ રીતે બનાવ્યુ છે.


    આ ડિવાઈસ બનાવતા લગભગ અઠવાડિયાનો સમય થયો છે ડિવાઈસ બનાવી તેઓએ ટેસ્ટીગ પણ કરી લીધું છે ટેસ્ટિંગ કર્યા બાદ પરફેક્ટ ડિવાઇસ ચાલે છે.આ ડિવાઇસને  લોકો યુઝ કરતા થાય અને અકસ્માતોની સંખ્યા ઓછી થાય, ડ્રાઇવર ડિવાઇસ પહેરી લે એના પછી ડ્રાઇવરનું ધ્યાન આજુબાજુ જાય કે ડ્રાઈવરને ઊંઘ આવે છે ત્યારે ડિવાઇસ એક્ટિવ થઈ જાય છે અને સાવચેતી માટે સિગ્નલ આપે છે.જે ભવિષ્યમાં ખુબજ ઉપ્યોગી થશે તેવી આશા વ્યક્ત કરી છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन