Home /News /banaskantha /દિવના દરિયામાં ડૂબ્યો વિદ્યાર્થી, બનાસકાંઠાનું લાખણી ગામ હિબકે ચઢ્યું

દિવના દરિયામાં ડૂબ્યો વિદ્યાર્થી, બનાસકાંઠાનું લાખણી ગામ હિબકે ચઢ્યું

વિધાર્થીનો દરિયામાં મોત થતાં પહેલાનો વીડિયો સામે આવ્યો છે.

Diu Student Drowned: દિવના દરિયામાં વિદ્યાર્થી ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. શાળાના પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીનું દરિયાના પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
    લાખણી: દિવના દરિયામાં વિદ્યાર્થી ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. શાળાના પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીનું દરિયાના પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટના દિવના નાગવા બીચની છે, જ્યાં પ્રવાસે આવેલા વિદ્યાર્થીઓ દરિયામાં નહાઇ રહ્યા હતા. આ સમયે એક વિદ્યાર્થી દરિયાની મોજોની થપાટે ચડ્યો હતો અને દરિયામાં ખેંચાઇ જતાં તેનું મોત નિપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે. આ ઘટનાને પગલે પરિવાર અને શાળામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

    દરિયામાં ધૂબાકા મારી રહ્યા હતા ત્યારે બની ઘટના

    લાખણીના જસરા ગામની શાળાના વિદ્યાર્થીઓ દિવાળીના વેકેશનમાં દિવ પ્રવાસે ગયા હતા. અહીં આ તમામ વિદ્યાર્થીઓ દરિયામાં નહાવા પડ્યા હતા. વિદ્યાર્થીઓ નાગવા બીચ પર દરિયાની મોજોમાં ધૂબાકા મારી રહ્યા હતા, ત્યારે આ કરુણ ઘટના બની હતી. વિધાર્થીઓ પૈકી એક વિધાર્થી ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. ગર્વ ત્રિવેદી નામનો વિધાર્થી ધોરણ 10માં અભ્યાસ કરતો હતો, જેનું પ્રવાસ દરમિયાન ડૂબવાથી મોત થયું છે. હોનહાર વિધાર્થીનું મોત થતાં પરિવાર અને શાળામાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક વિદ્યાર્થી બનાસકાંઠાના લાખણીનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

    આ પણ વાંચો: બોટાદમાં 24 વર્ષની મહિલા હેડ કોન્સ્ટેબલે કર્યો આપઘાત, પરિવારમાં આઘાત

    મોત પહેલાનો વીડિયો આવ્યો સામે

    દરિયા કિનારે કે નદી કિનારે પ્રવાસે જતાં લોકોએ ખાસ ચેતવાની જરૂર છે. અવારનવાર ડૂબી જવાથી મોતની ઘટનાનો સામે આવતી હોય છે, ત્યારે સાવચેતીના પગલા લેવા જરૂરી છે. મોજ મસ્તીનો પ્રવાસ માતમમાં ન ફેરવાઇ જાય તેની ખાસ તકેદારી રાખવી જોઇએ. દિવ પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ગર્વ ત્રિવેદી નામના વિધાર્થીનો દરિયામાં મોત થતાં પહેલાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે, વિદ્યાર્થીઓ દરિયામાં નહાઇ રહ્યા છે અને એકબીજા સાથે મસ્તી કરી રહ્યા છે. આ મસ્તી ક્યાંક ભારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Diu, Gujarat News

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन