Home /News /banaskantha /Junior Clerk Exam:પરીક્ષાર્થીઓ માટે ST વિભાગે તમામ ડેપોમાં એક્સ્ટ્રા બસો ફાળવી, આટલી બસો દોડશે
Junior Clerk Exam:પરીક્ષાર્થીઓ માટે ST વિભાગે તમામ ડેપોમાં એક્સ્ટ્રા બસો ફાળવી, આટલી બસો દોડશે
પરિક્ષાર્થીઓ કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે કરાયું આયોજન.
આગામી 29 જાન્યુઆરી 2023 ના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા હોવાથી સમગ્ર ગુજરાતમાંથી ઉમેદવારોને અલગ અલગ સેન્ટરો ફાળવવામાં આવ્યા છે. જેને ધ્યાનમાં લઈ એસ.ટી વિભાગે જિલ્લાની તમામ ડેપોમાં એક્સ્ટ્રા બસો ફાળવી છે. વિદ્યાર્થીઓ માટે સવારે 7થી 9 સુધી બસો ફાળવવામાં આવી છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠામાં ડેપોમાંથી આગામી તારીખ 29/01/2023 ના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે એક્સ્ટ્રા બસની ફાળવણી કરવામાં આવી છે. જેથી ઉમેદવારોને કોઈ તકલીફ ન પડે અને વધુમાં વધુ ઉમેદવારો બસની વ્યવસ્થા નો લાભ લે તેવો ડેપો વિભાગ દ્વારા અનુરોધ પણ કરાયો છે.
એક્સ્ટ્રા તમામ ડેપોમાં 5 બસની ફાળવણી કરવામાં આવી
આગામી 29 જાન્યુઆરી 2023 ના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા હોવાથી સમગ્ર ગુજરાતમાંથી ઉમેદવારોને અલગ અલગ સેન્ટરો ફાળવવામાં આવ્યા છે. ત્યારે બનાસકાંઠાના પણ ઉમેદવારોને સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી પરીક્ષા પહેલા દરેક ડેપોથી મહેસાણા, પાટણ, ઊંઝા, રાધનપુર, વિજાપુર,વડનગર ,કડી સહિતના સેન્ટરો ફાળવવામાં આવ્યા છે.
જેથી આ ઉમેદવારોને તેમના સેન્ટર પર જવા માટે કોઈ તકલીફ ન પડે જેથી બનાસકાંઠાના પાલનપુર, ડીસા, થરાદ, દિયોદર, રાધનપુર, સિધ્ધપુર, અંબાજીના ડેપો દ્વારા એક્સ્ટ્રા તમામ ડેપોમાં 5 બસની ફાળવણી કરવામાં આવી છે.
બસ સ્ટેન્ડ બાય રાખવા આવશે
પરીક્ષાર્થીઓ માટે ડેપોથી જરૂરિયાત મુજબ 5થી 10 બસ ટ્રીપ ફરજિયાત અલગ અલગ જિલ્લા તાલુકા મથકે જવા બસો સ્ટેન્ડ બાય રાખવા આવશે. તેમજ તાત્કાલિક ધોરણે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને ઓનલાઈન વેબસાઈટ અને એપ્લિકેશન દ્વારા રિઝર્વેશન કરાવી શકશે. તેવું બનાસકાંઠા ડેપોના સંચાલકોએ જણાવ્યું હતું. અને વધુમાં વધુ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જતા ઉમેદવારોને બસની વ્યવસ્થા નો લાભ લેવા અનુરોધ કર્યો છે.