રામેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રી પર્વ પર વિશેષ મહત્વ મહત્વ રહેલું છે.
ડીસા તાલુકાના રામસણ ગામમાં રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મંદિરની સ્થાપના ભગવાન રામે કરી હતી. તેમજ રામસણ ગામ સાથે અનેક લોકવાયકા અને દંતકથા જોડાયેલી છે. તેમજ મંદિર ચમત્કારી હોવાનું લોકો માની રહ્યા છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લાના રામસણ ગામમાં હજારો વર્ષ પૌરાણિક રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. લોકવાયકા મુજબ મંદિરે ભગવાન શ્રીરામ એ શિવલિંગની પૂજા, અર્ચના કરી હતી અને મંદિરની સ્થાપના કરી હતી. તેમજ મહાદેવના નામ પરથી ગામનું નામ પણ રાખવામાં આવ્યું છે. આ મંદિરમાં દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવે છે. અને તેમની આ રામેશ્વર મહાદેવ મનોકામના પૂર્ણ કરે છે
ડીસા તાલુકાના રામસણ ગામમાં હજારો વર્ષ પહેલાં ભગવાન શ્રીરામ અહીંયા આવીને રામેશ્વર ભગવાનની પૂજા, અર્ચના કરી હતી. તેમજ પાંડવોએ પણ રામેશ્વર મહાદેવના મંદિરમાં શિવલિંગની પૂજા, અર્ચના કરી હતી.
તેમજ રામેશ્વર મહાદેવના નામ પરથી ગામનું નામ રામસણ રાખવામાં આવ્યું છે. આ ગામ સાથે અનેક દંત કથાઓ જોડાયેલી છે.
ગામ પાસેથી પસાર થતી નદીને મહિલાએ શ્રાપ આપ્યો હતો
પુજારી રણછોડભારથી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આ મંદિરમાં અમારા વડવાઓ પૂજા, અર્ચના કરી છે. તેમજ આ મંદિરે ભગવાન શ્રીરામ અને પાંડવોએ પૂજા કરી હતી. ભગવાન રામનાં હાથે મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.
તેમજ વર્ષો પહેલા ગામ પાસેથી એક નદી પસાર થતી હતી. જે ટીપુડી નદી તરીકે ઓળખાતી હતી.તે સમયે એક મહિલાના બાળકો નદીમાં તણાઈ ગયા હતા.
બાદ મહિલાએ પોતાના લોહીના નદી પર છાંટણા કરી નદીને શ્રાપ આપ્યો હતો અને નદીને જતી રહેવાનું કહ્યું હતું. બાદ નદી ગામ પાસેથી પસાર થતી નથી.
અનેક દર્દ અહીંથી દૂર થાય છે
રામેશ્વર મહાદેવનું મંદિર પૌરાણિક અને ચમત્કારિક મંદિર માનવામાં આવે છે. આ મંદિરે દૂર દૂરથી ભગવાન ભોળાનાથના ભક્તો દર્શન કરવા આવે છે.
તેમજ મંદિરે કોઈ લોકોને શરીરમાં ગાંઠ, ચામડીના રોગો,પથરી જેવા રોગોને દૂર કરવા માટે ભગવાન ભોળાનાથની માનતા રાખે છે.
લોકો બેસતા નથી, ઉભા રહે છે
રામેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રી પર વિશેષ મહત્વ હોય છે. મંદિરે મહાશિવરાત્રી પર્વ પર ગામના તમામ લોકો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. તેમજ સાંજે જાગરણ હોય છે.જેમાં ભજન કીર્તન પણ કરવામાં આવે છે.
જેમાં તમામ લોકો બેસતા નથી અને પગ ઉપર ઉભા રહે છે.તેવી પણ મંદિરે માન્યતા છે. તેમજ દર ચૌદશના દિવસે મંદિરે મોટો લોક મેળો ભરાય છે.જેમાં સમગ્ર રાજ્યમાંથી લોકો રામેશ્વર મહાદેવના મંદિરે દર્શનાર્થે આવે છે.તેમની મનોકામના રામેશ્વર મહાદેવ પૂર્ણ કરે છે.