બનાસકાંઠા: રાજ્યમાં દરરોજ અકસ્મતાના અનેક બનાવો (Gujarat road accidents) બનતા રહે છે. ગત મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લામાં થયેલા અકસ્માત (Banaskantha road accident)માં એક યુવાને જીવ ગુમાવ્યો છે. આ અકસ્માત રિક્ષા અને બાઇક વચ્ચે થયો હતો. રિક્ષા અને બાઇકની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવમાં રિક્ષા ચાલક અને અન્ય લોકો ઘાયલ થયા છે. તમામને સારવાર માટે શિહોરી (Shihori) ખસેડાયા છે.
શિહોરી-પાટણ હાઇવે પર અકસ્માત
મળતી માહિતી પ્રમાણે આ બનાવ શિહોરી-પાટણ હાઇવે (Shihor-Patan highway) પર બન્યો હતો. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અરડુવાડા ગામ (Arduvada village) નજીક આ અકસ્માત થયો હતો. જેમાં રિક્ષા અને બાઇકની જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આ બનાવમાં રિક્ષા ચાલક અને અન્ય લોકોને ઈજા પહોંચી છે. તમામને સારવાર માટે શિહોરી ખસેડાયા છે. સ્થાનિક લોકોએ 108ની મદદથી તમામ લોકોને સારવાર માટે ખસેડ્યા હતા.
ગુજરાતના અન્ય અપડેટ્સ:
સુરેન્દ્રનગરમાં રુપિયાની લેતીદેતીમાં હત્યા
સુરેન્દ્રનગર (Surendranagar) દુધની ડેરી પાછળ આવેલા મફતીયાપરામાં રહેતા એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે રૂપિયા ૫૦ હજારની લેતીદેતી બાબતે ઝઘડો થયો હતો. જે અંગે સમાધાન કરવા ગયેલા પરિવાર પર સામેના પરિવારજનોના પાંચથી વધુ સભ્યો દ્વારા ઘાતક હથિયારો વડે હુમલો કરતા એક વ્યક્તિનું (murder in Surendranagar) મોત નિપજ્યુ હતુ. જ્યારે ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયાં હતાં. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
વટવા GIDC વિસ્તારમાં વધુ એક પોસ્કોની ઘટના
અમદાવાદ (Ahmedabad)માં મહિલાઓની સાથે નાની બાળકીઓ પણ સુરક્ષિત નથી તેવી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. શહેરના વટવા જીઆઈડીસી (Vayva GIDC) વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર પાડોશીએ દુષ્કર્મ (Rape) આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 34 વર્ષીય યુવકે બાળકીને મોબાઈલ રમવા માટે આપવાનું કહીને ઘરમાં બોલાવી હતી અને શારીરિક ચેનચાળા કરતા બાળકીના માતા જોઈ જતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
" isDesktop="true" id="1221157" >
કોલેજીયન યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો
અરવલ્લી (Aravali)ના મેઘરજ (Megahraj)ની કોલેજિયન યુવતીની હત્યા (Murder)નો ભેદ ઉકેલાયો છે. યુવતીની હત્યા (Megahraja Murder)કરનાર બીજુ કોઇ નહીં પણ ઘટનાને નજરે જોનારનો ઢોંગ કરનાર જ હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ પોલીસ (Aravali Police) અને પરિવારને ઘટનાની ખોટી માહિતી આપી છેતર્યા હોવાનું પણ સામે આવ્યું છે. 19 વર્ષનો કિરણ ભગોરાને પોલીસે ઝડપી પાડ્યો છે. જેણે બેડઝ ડુંગર પર યુવતીની હત્યા કરી લાશને લટકાવી દીધી હતી. પ્રેમ પ્રકરણમાં પ્રેમીએ પ્રેમિકાનું ઢીમ ઢાળી દીધું હોવાનું સામે આવ્યું છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)