Home /News /banaskantha /Deesa: શિક્ષકે એવો આઈડિયા અપનાવ્યો કે વિદ્યાર્થીઓને ભણવામાં મજા પડી ગઈ, આટલા એવોર્ડ મળ્યા

Deesa: શિક્ષકે એવો આઈડિયા અપનાવ્યો કે વિદ્યાર્થીઓને ભણવામાં મજા પડી ગઈ, આટલા એવોર્ડ મળ્યા

X
ગણિતમાં

ગણિતમાં થ્રીડી કોન્સેપ્ટને લઈને અનેક એવોર્ડથી શિક્ષકને સન્માનિત કરાયા.

કુવારસી પ્રાથમિક શાળાનાં શિક્ષક જનકભાઇ ઉપાધ્યાયને મહારાષ્ટ્રમાં શ્રેષ્ઠ ઇનોવિટી શિક્ષકનો એવોર્ડ અનાયત કરવામાં આવ્યો છે. તેમણે શિક્ષણમાં થ્રીડી મોડલ આપનાવ્યું હતું.

Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાના દાંતા વિસ્તારમાં આવેલા કુવારસી પ્રાથમિક શાળાના જનકભાઇ ઉપાધ્યાય નામના શિક્ષકે કોરોના કાળ દરમિયાન બાળકોના લર્નિંગ લોસ માટે કરેલા નવતર પ્રયોગમાં થ્રીડી મોડલનો કોન્સેપ્ટ રજૂ કરી બાળકોને શિક્ષણ આપવા બદલ તેઓને અનેક એવોર્ડથી સન્માનિત કરાયા છે.

શાળામાં બાળકોની સંખ્યા ખુબજ ઓછી હતી

બનાસકાંઠાના દાતા ખાતે રહેતા જનકભાઈ પ્રકાશચંદ્ર ઉપાધ્યાયની ઉંમર 31 વર્ષ છે અને એમ.એસ.સીમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે. આ જનકભાઈ ઉપાધ્યાય વિજ્ઞાન અને ગણિતના વિષયના શિક્ષક છે.તેમને 2017માં કુવારસી પગાર કેન્દ્ર શાળામાં જોઈન થયા હતા.



આ શાળામાં બાળકોની સંખ્યા ખૂબજ ઓછી હતી. જેને ધ્યાનમાં લઈ તેઓએ  વિસ્તારમાં રહેતા આદિવાસી લોકોને મળીને સમજાવ્યા હતા.



અને બાળકોને શાળામાં મોકલવા કહ્યું હતું. શિક્ષકના આગ્રહને ધ્યાનમાં લઈ માતા-પિતાએ પોતાના બાળકોને શાળામાં મોકલવાની શરૂઆત કરી હતી.



શાળામાં 597 બાળકોની સંખ્યા થઇ

શાળામાં બાળકો અનિયમિત આવતા હતાં. બાળકોને નિયમિત કરવા અને ગણિત, વિજ્ઞાન વિષયમાં તૈયાર કરવા શિક્ષકે થ્રીડી આઇડિયા અપનાવ્યો હતો.



આ કોન્સેપ્ટ શાળામાં લાવીને ગણિત અને વિજ્ઞાનના જુદા જુદા મોડલ તૈયાર કર્યા હતા. તેમજ વિવિધ એક્ટિવિટી કરી હતી.



જેના કારણે બાળકોને શિક્ષણમાં રસ પડવા લાગ્યો હતો. હાલ શાળામાં બાળકોની સંખ્યા 597 જેટલી થઇ ગઇ છે અને બાળકો સારું શિક્ષણ મેળવી રહ્યાં છે.



શાળામાં બાળકો જાતે થ્રીડી મોડલ બનાવતા થયા

કુવારસી પગાર કેન્દ્ર શાળામાં ફરજ બજાવતા શિક્ષક જનકભાઈ ઉપાધ્યાય કોરોના કાળ દરમિયાન બાળકોના લર્નિંગ લોસ થયું હતું.ગણિતમાં થ્રીડી મોડલ કોન્સેપ્ટ શરૂ કર્યો હતો.



જેમાં બાળકોના જૂથ બનાવ્યા અને જેમાં બાળકો જૂથમાં બેસી થ્રીડી મોડલ જાતે બનાવવા લાગ્યા હતા. બાળકો થ્રીડી મોડલ જાતે બનાવવાથી બાળકોને ખ્યાલ આવવા લાગ્યો કે થ્રીડી મોડલ જાતે બનાવી શકે અને તમામ માહિતી જાતે મેળવી શકે.



ક્યાં-ક્યાં એવોર્ડથી સન્માનિત કરાયા

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિભાશાળીનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. તેમજ રાષ્ટ્ર ગૌરવ શિક્ષક સન્માન પણ પ્રાપ્ત કર્યું છે. તાજેતરમાં જ મહારાષ્ટ્ર ખાતે આવેલ સોલાપુરમાં શ્રેષ્ઠ ઇનોવેટિવ શિક્ષકનો એવોર્ડ આપી સન્માનિત કરાયા છે.
First published:

Tags: Award, Banaskanatha, School TEACHER, Students