Home /News /banaskantha /Banaskantha: આવા સરપંચ તો બધા ગામને મળવા જોઈએ; બેરોજગારોને ગામમા આપે છે રોજગારી
Banaskantha: આવા સરપંચ તો બધા ગામને મળવા જોઈએ; બેરોજગારોને ગામમા આપે છે રોજગારી
ભોંયણ ગામમાં 100 થી વધુ ગામના બેરોજગાર લોકોને ગામમાં રોજગારી અપાવી.
બનાસકાંઠાના ડીસા તાલુકાના ભોયણ ગામના સરપંચ દ્વારા ગામમાં અનેક વિકાસના કર્યો કરવામાં આવી રહ્યા છે.સાથે સાથે આ સરપંચ દ્વારા ગામમાં રહેતા બે રોજગારો માટે ગામમાંજ રોજગારી અપાવી રહ્યા છે.જેથી કરી ગામના લોકોને બહાર ન જવું પડે.ગામમાં 100થી વધુ લોકોને તેઓએ ગામમાંજ રોજગારી અપાવી ઉમદા કાર્ય કર્યું છે.
Nilesh Rana, Banaskantha: ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિકાસના કામો માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે.જેથી મોટા શહેરોમાં તો સારો વિકાસ થયો છે. પરંતુ કેટલાક ગામડાઓમાં જોઈએ તેવો વિકાસ હજુ સુધી થયો નથી પરંતુ ગામના જો સરપંચ કર્મનિષ્ઠ હોયતો તે ગામનો વિકાસ કરી શકે છે.આ વાતને ભોયણ ગામના યુવા સરપંચ કરી ને બતાવી રહ્યા છે.
બનાસકાંઠાના ડીસા તાલુકાના ભોયણ ગામના સરપંચ દ્વારા ગામમાં અનેક વિકાસના કર્યો કરવામાં આવી રહ્યા છે.સાથે સાથે આ સરપંચ દ્વારા ગામમાં રહેતા બે રોજગારો માટે ગામમાંજ રોજગારી અપાવી રહ્યા છે.જેથી કરી ગામના લોકોને બહાર ન જવું પડે.ગામમાં 100થી વધુ લોકોને તેઓએ ગામમાંજ રોજગારી અપાવી ઉમદા કાર્ય કર્યું છે. લોકો તેમના કાર્યને બિરદાવી તેમનું સન્માન પણ કરાયું હતું.
જો ગામમાં ચૂંટાઈ આવેલા સરપંચ પ્રજાના હીત માટે વિચારે તો તમામ કાર્યો સમયસર ગામના લોકોને મોળી જાય છે. તેવું બનાસકાંઠા જિલ્લામાં થવા પામ્યું છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાનું ભોયણ ગામ જ્યાં અનેક સરપંચો આવીને જતા રહ્યા પરંતુ ગામનો જોઈએ તેવો વિકાસ થયો ન હતો ત્યારે તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભોયણ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે મહેન્દ્રભાઈ જોરાભાઈ પ્રજાપતિ ચૂંટાઈને આવતા ગામમાં અટકેલી તમામ સમસ્યાઓનું નિરાકરણ આવી રહ્યું છે.જેમ કે ગામમાં પાકા રોડ રસ્તા, પાણી, વીજળી, વગેરે જેવી પ્રાથમિક મેડિકલ સુવિધા સહિતની વસ્તુઓ જે લોકોને મળવી જોઈએ.
ગામમાં સરપંચ તરીકે ચૂંટાઈ આવેલા મહેન્દ્રભાઈ પ્રજાપતિની ઉંમર માત્ર 34 વર્ષ છે.તેમને અભ્યાસમાં ગેજ્યુશન સુધી અભ્યાસ કરેલ છે.ભોંયણ ગામમાં સરપંચ પદે ચૂંટાઈને આવતા ની સાથે જ તેમણે ગામની એક પછી એક વર્ષો જૂની સમસ્યાઓ હલ કરી રહ્યા છે અત્યાર સુધીમાં તેમને ગામમાં 40 થી વધુ વિકાસના કાર્યો કર્યા છે. માત્ર નવ મહિનામાં તેઓ ગામમાં રસ્તાઓ સ્ટ્રીટ લાઈટ, પીવાના પાણીની સમસ્યા જેવી અન્ય સમસ્યાઓનું નિરાકરણ લાવી દીધુ છે.
નવ મહિનાના સમય દરમિયાન ગામમાં 40 થી વધુ વિકાસના કામો કર્યા છે આ ઉપરાંત ગામમાં કેટલાક ગરીબ પરિવારો પણ વસવાટ કરે છે અને આ ગરીબ પરિવારના લોકોને મજૂરી માટે ગામથી ૧૦ થી ૨૦ કિલોમીટર દૂર ભાડું ખર્ચીને જવું પડતું જો કે કેટલીક વાર મજૂરીના મળે તો ભાડાનો ખર્ચ પણ માથે પડતો હતો. ત્યારે આ ભોંયણ ગામના ઉત્સાહી સરપંચ મહેન્દ્રભાઈ પ્રજાપતિએ ગામમાં રહેતા બેરોજગાર ગરીબ પરિવાર ને પોતાના ગામમાં જ મજૂરી મળી રહે તે માટે મનરેગા યોજના હેઠળ ગામના 100 થી વધુ બેરોજગાર ગરીબ લોકોને મજૂરીનું કામ અપાવ્યું છે અને હાલમાં આ 100થી વધુ ગામના લોકો પોતાના ગામમાં જ મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.
ગામમાં જ મજૂરી મળતા આ બેરોજગાર ગરી પરિવારજનો ના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠી છે.તેમજ આ ગામમાં સરપંચની તમામ અનોખા કાર્યને લઈ તેમના કાર્યોને બિરદાવી રહ્યા છે. તેમજ આ ગામના સરપંચ મહેન્દ્રભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આગામી સમયમાં વધુ લોકોને ગામમાં રોજગારી મળી રહે તેવા પ્રયાસ કરી રહ્યો છું.તેમજ આ ગામને બનાસકાંઠા જિલ્લાના તમામ ગામો કરતા અનોખું ગામ બનાવવાનું સ્વપ્નું પણ સેવી રહ્યા છે.