જિલ્લાના દરેક સ્મશાન ભૂમિમાં વૃક્ષા રોપણ કરી તેનું જતન કરાય છે.
ડીસામાં સમર્પણ ગ્રુપ દ્વારા જિલ્લામાં અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. જેમાં રક્તદાન કેમ્પ, ઉનાળામાં પાણીની પરબો, આ ઉપરાંત જિલ્લાના વિવિધ સ્મશાન ગૃહોમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે.અત્યાર સુધી 80 હજારથી વધુ વૃક્ષો રોપ્યા છે.
Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં અનેક એવી સંસ્થાઓ આવેલી છે કે જેઓ જરૂરિયાત મંદોને મદદ કરવાની સાથે પર્યાવરણ પાણી જેવી અનેક ચીજ વસ્તુઓને બચાવવા અને લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરી રહી છે. તેવી જ રીતે ડીસામાં પણ એક સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે.
બનાસાકાંઠા ડીસામાં સમર્પણ ગ્રુપ દ્વારા જિલ્લામાં અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. જેમાં રક્તદાન કેમ્પ, ઉનાળામાં પાણીની પરબો, આ ઉપરાંત જિલ્લાના વિવિધ સ્મશાન ગૃહોમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે.આ ગૃપ દ્વારા ગ્રુપ દ્વારા છેલ્લા આઠમાં જિલ્લામાં જુદા જુદા સ્મશાનોમાં 80 હજારથી વધુ વૃક્ષોનું રોપણ કરી તેને સાચવવા ટપક પદ્ધતિ દ્વારા સજજ કરવામાં આવી છે.જેથી આ તમામ વૃક્ષોની જાણવણી થઈ શકે છે.
ડીસામાં વર્ષ 2014થી સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ નામનું ગ્રુપ કાર્યરત છે. આ ગ્રુપ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવાની સાથે જળ બચાવો, પર્યાવરણ બચાવો તેમજ જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરવાનું કાર્ય કરવામાં આવે છે. આ ગ્રુપ દ્વારા વર્ષ 2014થી અત્યાર સુધીમાં દર વર્ષે ડીસા તેમજ બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા સ્મશાન ગૃહોમાં 11,000થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવે છે. જેથી અત્યાર સુધીમાં આ ગ્રુપ દ્વારા ૮૦ હજારથી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે.તેની જાળવણી માટે દરેક ગામમાં એક ત્રણ સભ્યોની ટીમ પણ બનાવે છે અને આ ટીમ રોપણ કરેલા તમામ વૃક્ષોને ટપક પદ્ધતિ દ્વારા પાણી આપે છે અને તેની જાળવણી કરે છે.
ઉપરાંત આ ગ્રુપ દ્વારા ઉનાળાની કાળજાળ ગરમીમાં ડીસાના જુદા જુદા વિસ્તારોમાં મિનરલ પાણીની પરબ શરૂ કરી તરસ્યાની તરસ બુઝાવે છે.અવસરે અવસરે રક્તદાન કેમ્પ યોજી જરૂરિયાતવાળા દર્દીઓને મદદ કરે છે.આવા ઉમદા કાર્યથી બનાસકાઠા જિલ્લાના અનેક વિસ્તારો હરિયાળા બન્યા છે.જેને લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે.