રોજની રાજગરાની 1100 થી 1200 બોરીની આવક નોંધાય છે.20 કિલ્લોના 1500 થી 1651 નો ભાવ
ડીસા માર્કેટ યાર્ડમાં નવા રાજગરા પાકની આવક શરૂ થઈ. દરરોજની રાજગરાની 1100 થી 1200 બોરીની આવક નોંધાય છે.20 કિલ્લોના 1500 થી 1651રૂપિયાના ભાવ મળી રહ્યા છે.
Nilesh Rana, Banaskantha: દેશભરમાં રાજગરાના હબ તરીકે ડીસા માર્કેટ યાર્ડનું નામ મોખરે છે. અત્યારે ડીસા માર્કેટ યાર્ડમાં નવા રાજગરા પાકની આવક શરૂ થઈ ગઈ છે. યાર્ડમાં દરરોજની રાજગરાની આવક 1100 થી 1200 બોરીની નોંધાઈ રહી છે, અને ખેડૂતોને 1500થી 1,651 સુધીના ભાવ મળી રહ્યા છે.
ભારત સહિત વિશ્વના 10 થી 13 દેશોમાં માંગ
ડીસા પંથકમાં થતા રાજગરાના પાકની કિંમત સૌથી વધુ હોય છે. આ રાજગરાના પાકની ખાસ વાત એ છે કે ડીસામાં થતા રાજગરાના દાણા સામાન્ય કરતા મોટા હોય છે.
જેનો નિકાસ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારત સહિત વિશ્વના 10 થી 13 દેશોમાં કરવામાં આવે છે.ઉલ્લેખનીય છે ખે આ સિઝનમાં ખેડૂતોને રાજગરાનો સારો એવો ભાવ મળી રહ્યો છે. હાલ ખેડૂતોને 1500થી 1,651 સુધીના ભાવ મળી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના આર્થિક પાટનગર ગણાતા ડીસા માર્કેટયાર્ડમાં રવી સિઝન દરમિયાન અન્ય ખેતપેદાશોની સાથે સાથે રાજગરાની પણ વિપુલ માત્રામાં આવક નોંધાઇ રહી છે. દેશભરમાં રાજગરાના હબ તરીકે ડીસા માર્કેટ યાર્ડનું નામ મોખરે છે.ત્યારે બનાસકાંઠા, ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ ખેડૂતો પોતાનો માલ વેચવા માટે ડીસા માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે.
જ્યારે બનાસકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને ડીસા પંથકમાં રાજગરાના વધુ વાવેતરના કારણે ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની આવક વધારે રહે છે.
ડીસાના ખેડૂતોની કોઠાસૂઝ અને વાવેતરની પદ્ધતિ સારી હોવાથી અન્ય રાજ્યો કરતાં ડીસા પંથકમાં થતા રાજગરાના દાણા મોટો થાય છે.જેના કારણે ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે છે.
ખેડૂતોને અન્ય માર્કેટયાર્ડ કરતા અહીં મળે છે સારો ભાવ
ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતભાઇ જોષીએ જણાવ્યું હતું કે સિઝન દરમિયાન રાજગરાની 80થી 1 લાખથી વધુ બોરી નોંધાય છે. જ્યારે ખેડૂતોને અન્ય માર્કેટયાર્ડ કરતા સારો એવો પોષણક્ષમ ભાવ મળી રહ્યો છે. દેશભરમાં ડીસા પંથકના રાજગરાની માંગ ખૂબ જ વધી રહી છે.
અત્યારે ડીસા પંથકમાં ખેડૂતો પોતાના નવા રાજગરાના પાકને ડીસા માર્કેટયાર્ડમાં વેચાણ માટે લાવી રહ્યા છે. હાલ ડીસા માર્કેટયાર્ડમાં દરરોજની 1100 થી 1200 બોરી રાજગરાની નોંધાઈ રહી છે. ખેડૂતોને અત્યારે 20 કિલોના 1500 થી 1,651 રૂપિયા મળી રહ્યા છે. જે ગત વર્ષ કરતા 100 રૂપિયા વધુ છે.હાલ ખેડૂતો ખૂબ જ ખુશ છે.