Home /News /banaskantha /Deesa: નિવૃત શિક્ષકે ઉપાડ્યું મહાઅભિયાન, આપે છે મફત કોચિંગ, તમે પણ જોડાવ

Deesa: નિવૃત શિક્ષકે ઉપાડ્યું મહાઅભિયાન, આપે છે મફત કોચિંગ, તમે પણ જોડાવ

X
ડીસાના

ડીસાના સાઈબાબા મંદિર ખાતે દરોજ 50 થી વધુ લોકોને નિશુલ્ક યોગ શીખવાડી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં એક નિવૃત શિક્ષક છેલ્લા 17 વર્ષથી લોકોને નિઃશુલ્ક યોગ શીખવાડે છે.અત્યાર સુધી દોઢ લાખ લોકોને યોગ શીખવ્યા છે. લોકો ભારતીય સંસ્કૃતિ ભૂલી રહ્યા છે.જેથી આ શિક્ષકે સંસ્કૃતિને જાગૃત કરવા મોટું અભિયાન શરૂ કર્યું છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
    Nilesh Rana, Banaskantha: બનાસકાંઠાના ડીસામાં છેલ્લા 17 વર્ષથી એક નિવૃત શિક્ષક દરરોજ નિઃશુલ્ક યોગ શીખવાડે છે. આ શિક્ષકે અત્યાર સુધી 1.50 લાખ જેટલા લોકોને નિઃશુલ્ક યોગ શીખવાડ્યા છે. તેમજ 200થી વધુ શાળામાં અને 200 જેટલા ગામડાઓમાં જઈ યોગ પ્રતે જાગૃતિ તેમજ વ્યસન મુક્તિના કાર્યક્રમો કર્યા છે.અત્યારે પણ આ શિક્ષક દ્વારા ડીસાના સાંઈબાબા મંદિર ખાતે 50 થી વધુ લોકોને દરરોજ યોગ શીખવાડી રહ્યા છે.

    નિવૃત શિક્ષક અને તેમના પત્ની યોગ શીખવે

    કરો યોગ રહો નિરોગ આ કહેવતને બનાસકાંઠાના ડીસાના યોગ શિક્ષક સાર્થક કરી છે. ડીસામાં રહેતા નિવૃત શિક્ષક લક્ષ્મણભાઈ જાદવ ડીસાના સાંઈબાબા મંદિર ખાતે નિઃશુલ્ક યોગ શિક્ષણ આપી રહ્યા છે અને છેલ્લા 17 વર્ષથી યોગ શિક્ષક અને તેમની પત્ની સાથે મળી લોકોને અલગ અલગ પ્રકારના યોગ શીખવી રહ્યા છે.અહીં લોકોને વહેલી સવારે 5 થી 7 વાગ્યા સુધી યોગ શીખવાડી રહ્યા છે.

    જાણો આ નિવૃત શિક્ષકનો ઉદેશ

    શિક્ષકનો ઉદ્દેશ છે કે, લોકો આપણી ભારતીય સંસ્કૃતિ ભૂલી રહ્યા છે, આ સંસ્કૃતિને જાગૃત કરવા માટે એક મોટું અભિયાન શરૂ કરાયું છે. તેમજ લોકો અત્યારે પૈસા ખર્ચી દવાખાના તરફ ડોટ મૂકી છે. તેમને યોગ પ્રત્યે જાગૃત કરવા માટે છેલ્લા 17 વર્ષથી લક્ષ્મણભાઈ જાદવ યોગ શીખવાડે છે. નિવૃત્ત શિક્ષક લક્ષ્મણભાઈ જાદવ અત્યાર સુધી 200 થી વધુ શાળાઓમાં તેમજ 200 જેટલા ગામડાઓમાં ફરી યોગ પ્રત્યે જાગૃતિ લાવવાની તેમજ લોકો વ્યસન મુક્ત બને તે માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે.

    યોગ કરવાથી તમામ પ્રકારની બીમારીઓ દૂર થાય

    યોગ શિક્ષક ડીસાના સાઈબાબા મંદિર ખાતે 50 થી વધુ લોકોને નિશુલ્ક યોગ શીખવાડી રહ્યા છે.આ શિક્ષકનું માનવું છે કે, યોગ કરવાથી તમામ પ્રકારની બીમારીઓ દૂર થાય છે. તેમજ એવો કોઈ રોગ નથી કે જે યોગથી ન મટી શકે.આ શિક્ષકે 1.50 લાખ લોકોને યોગથી પ્રશિક્ષિત કર્યા છે. લોકોને યોગ શીખવવા સાથે રોગ મુક્ત કરી પરમાર્થનું કાર્ય પણ કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ ડીસા ખાતે પતંજલિ સ્ટોર પણ ચલાવી લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો સનિષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Banaskantha, Local 18, Yogasan

    विज्ञापन
    विज्ञापन