Home /News /banaskantha /Banaskantha: ઘર સંસાર પછી માંડશું પહેલા ફરજ પુરી કરીએ, વર વધુએ કર્યું મતદાન

Banaskantha: ઘર સંસાર પછી માંડશું પહેલા ફરજ પુરી કરીએ, વર વધુએ કર્યું મતદાન

દિયોદરના જાડા ગામે વર કન્યા લગ્નના સાત ફેરા ફરી મતદાન કરી જીવનની નવી શરૂઆત કરાઈ.

કન્યાએ લગ્નના સાત ફેરા ફરી કર્યું મતદાનબનાસકાંઠાના દિયોદરના જાડા ગામે વર કન્યા લગ્નના સાત ફેરા ફરી મતદાન કરી લોકોને વધુ મતદાન કરવાની અપીલ કરી.

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
    Nilesh Rana, Banaskantha: વિધાનસભાની ચૂંટણીનું બીજા તબકાનું મતદાન યોજાયું હતું. જેમાં લોકો ઉત્સાહભેર મતદાન મથકે પોતાનો અમૂલ્ય મત આપવા પહોંચ્યા હતા ત્યારે બનાસકાંઠાના એક ગામમાં એક જોડાએ મતદાન કરી નવા જીવનની શરૂઆત કરી છે.

    દિયોદરના જાડા ગામે વર કન્યાએ લગ્નના સાત ફેરા ફરી કુળદેવીના દર્શન કરી મતદાન મથકે પોતાનું મત આપવા પહોંચ્યા હતા અને મત આપી લોકશાહીના પર્વની ઉજવણી કરી નવી જિંદગીની શરૂઆત કરી છે.



    ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન યોજાયું રહ્યું છે.જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદર વિધાનસભા બેઠક પર પણ શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે મતદાન યોજાઈ રહ્યું છે.



    જેમાં દિયોદર તાલુકાના જાડા ગામે મતદાનનો અવસર ઉજવવા માટે એક નવદંપતીએ મતદાન કર્યું છે. દિયોદરના નાનકડા જાડા ગામે આજે વર કન્યા લગ્નના સાત ફેરાફરી કુળદેવીના દર્શન કરી જાડા ગામે મતદાન મથક પર પોહચ્યા હતા.



    જેમાં વરે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું જેમાં આ વખતે વિધાનસભા ની ચૂંટણી માં પણ અનેરો ઉત્સાહ જોવા મળી આવ્યો હતો મતદાન કર્યા બાદ વર અને કન્યા એ લોકો ને અપીલ કરતા જણાવેલ કે મતદાન એ આપણો અધિકાર છે અને આ અવસર પર અમે પણ અમારો અધિકાર હોવાથી મતદાન કર્યું છે આજ નો દિવસ અમારા માટે ખાસ છે દરેક લોકોએ અવશ્ય મતદાન કરવું જોઈએ. તેવી અપીલ કરાઈ હતી.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: 2022 Assembly elections, Banaskanatha, Local 18

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन