Home /News /banaskantha /Deesa: પાલનપુર અર્બુદા ધામમાં 51 હજાર લોકો માતાજીની મહા આરતી કરશે, 7 રાજ્યોમાંથી ચૌધરી સમાજના લોકો આવશે, આવી છે તૈયારી

Deesa: પાલનપુર અર્બુદા ધામમાં 51 હજાર લોકો માતાજીની મહા આરતી કરશે, 7 રાજ્યોમાંથી ચૌધરી સમાજના લોકો આવશે, આવી છે તૈયારી

X
600

600 બ્રાહ્મણ 1500 યજમાન આ મહાયજ્ઞ શાળા માં આહુતિ આપશે.

પાલનપુરના લાલાવાડા ગામે મા અર્બુદા રજત મહોત્સવ યોજાશે. જેમાં 108 કુળદેવી સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં 600 બ્રાહ્મણ અને 1500 યજમાન આહુતિ આપશે. આ કાર્યક્રમાં 10 લાખ લોકો ઉમટી પડશે.

Nilesh Rana, Banaskantha : બનાસકાંઠાના પાલનપુરના લાલાવાડા ગામે મા અર્બુદા રજત જયંતિ મહોત્સવમાં સૌથી મોટા મહાયજ્ઞ યોજાવા જઈ રહ્યો છે. જેમાં સમગ્ર દેશમાં વસતા ચૌધરી સમાજના લોકો સૌથી મોટા યજ્ઞમાં દર્શન માટે આવશે. ત્યારે બનાસકાંઠા આજણા પટેલ કેળવણી મંડળ દ્વારા મા અર્બુદાના રજત જયંતિ મહોત્સવની તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી રહી છે.
આવી છે ભવ્ય તૈયારી
પાલનપુર આદર્શ વિદ્યાલય ખાતે આવેલા મા અર્બુદા માતાજીના મંદિરના 25 વર્ષ પૂર્ણ થયા છે. જેના પગલે આજણા પટેલ કેળવણી મંડળ દ્વારા રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ રજત જયંતિ મહોત્સવમાં 108 કુળદેવી સહસ્ત્ર ચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સૌથી મોટા યોજનારા આ યજ્ઞને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.



ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી 600 ભૂદેવો ઉપસ્થિત રહેશે

સમગ્ર ઉત્સવના કાર્યક્રમ ને લઈને સહસ્ત્ર ચંડી યજ્ઞ કમિટીના ચેરમેન પરથીભાઈ ભટોળે જણાવ્યું હતું કે, આ યજ્ઞમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી 600 ભૂદેવો ઉપસ્થિત રહેશે.



જેમાં 1500 યજમાનોને પારંપરિક વસ્ત્રોમાં યજ્ઞ મંડપમાં આહુતિ આપશે. તેમજ બીજી ફેબ્રુઆરીએ પાલનપુર અર્બુદા માતાજીના મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે.



જેમાં ચૌધરી સમાજ સહીત અઢારે આલમના 1 લાખ જેટલા લોકો જોડાશે.પાલનપુર અર્બુદા ધામ ખાતે 51 હજાર લોકો માની આરતી કરશે. તેમજ સાંજ ના સમયે જિલ્લાના તમામ ગામના ચૌધરી સમાજની બહેનો દ્વારા ગામેગામ મહા આરતી કરવામાં આવશે. તેમજ જિલ્લામાં તમામ ગામોમાં સફાઈ અભિયાન કરવામાં આવશે.



ગુજરાત સહિતનાં અન્ય રાજ્યમાંથી લોકો આવશે

મા અર્બુદા રજત જયંતિ મહોત્સવ પ્રસંગે સમગ્ર દેશમાં વસતા ચૌધરી સમાજના લોકો જેમાં દિલ્હી ,ઉતર પ્રદેશ, રાજસ્થાન ,મધ્ય પ્રદેશ, કર્ણાટક ,ગુજરાત, મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાંથી ચૌધરી સમાજના લોકો આ યજ્ઞનાં દર્શન માટે આવશે.આ પ્રસંગમાં ત્રણ દિવસ ચાલનાર મહાયજ્ઞમાં તમામ સમાજના લોકોને દર્શન કરવા માટે આમન્ત્રણ પણ આપવમાં આવ્યું છે.





પાંચ લાખ લાડુ બનાવવામાં આવશે

આ મહાયજ્ઞમાં ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં પહેલા દિવસે જ 5 લાખ લાડુ બનાવવામાં આવશે અને તે તમામ લાડુ બનાવવામાં ચૌધરી સમાજની બહેનો જોડાશે. ત્રણ દિવસના ભોજન સમારંભમાં ચૌધરી સમાજના યુવકો અને મહિલાઓ દ્વારા ભોજન પ્રસાદ લેવા આવનાર તમામ લોકોને ભોજન પીરસશે. તેમજ સમગ્ર જિલ્લાની બહેનો એકસાથેએ મહેંદી મૂકશે.તેમજ રાત્રિ દરમ્યાન દેશી લોકગીત સાથે ડાયરો યોજાશે.





10 લાખથી વધુ લોકો ઉમટી પડશે

મા અર્બુદા રજત જ્યંતી મહોત્સવમાં 10 લાખ લોકો આ પ્રસંગે આવનાર હોય કોઈને અગવડતાનાં પડે તે માટે પાર્કિંગની પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં લોકોને અગવડતાના પડે તે માટે 2 હજારથી વધુ સ્વયં સેવકો ખડાપગે પોતાની ફરજ નિભાવશે. લાખોની સંખ્યામાં લોકો આવવાના હોઈ યજ્ઞ સ્થળ ખાતે હોસ્પિટલ પણ ઉભી કરવામાં આવશે.

જેમાં સરકારી તબીબ સહીત ચૌધરી સમાજના તબીબો ખડેપગે રહેશે.શોભા યાત્રા માં પણ પારંપારિક વસ્ત્રો ઢોલ નગારા સાથે 12 કિલો મીટર સુધી સોભાયાત્રા યોજાશે.બનાસકાંઠા વહીવટ તંત્ર દ્વારા પણ મહાયજ્ઞને લઈને તમામ પ્રકારની સગવડ આપવામાં આવશે.આમ પાલનપુર ખાતે યોજાનાર અર્બુદા માતાજીના રજત જ્યંતી મહોત્સવના સહસ્ત્ર ચંડીયજ્ઞ એક ઐતિહાસિક સંભારણું બની રહેશે.
First published:

Tags: Banaskanatha, Hindu Temple, Local 18

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો