Home /News /banaskantha /Deesa: યાર્ડમાં રોજની 10,000 બોરી રાયડાની આવક, ખેડૂતોને આટલા ભાવ મળી રહ્યાં છે

Deesa: યાર્ડમાં રોજની 10,000 બોરી રાયડાની આવક, ખેડૂતોને આટલા ભાવ મળી રહ્યાં છે

ડીસા માર્કેટયાડમાં રાયડાની દરરોજની 10હજારથી વધુ ની બોરીની આવક.

ડીસા યાર્ડમાં રાયડાની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. રોજની 10 હજાર બોરીની આવક થઇ રહી છે. તેમજ રાયડાના મણના 911 થી લઇને 1010 રૂપિયા ભાવ આવી રહ્યા છે.

Nilesh Rana, Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં હોળીના પર્વ બાદ માર્કેટ યાર્ડ ફરી ધમધમી રહ્યું છે. અને ખેડૂતો પોતાના રાયડાના પાકને લઈને ડીસા માર્કેટયાર્ડમાં મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ડીસા માર્કેટ યાર્ડમાં સૌથી વધુ રાયડાના નવા પાકની 10 હજાર જેટલી બોરીની આવક નોંધાઈ રહી છે અને પ્રતિ 20 કિલોના 911 થી લઈને 1,010 સુધીનો ભાવ નોંધાઈ રહ્યા છે.

રાયડાની આટલી આવક આટલો ભાવ

દસ દિવસની રજા બાદ ફરી અત્યારે માર્કેટ યાર્ડ ખેડૂતો અને વેપારીઓથી ધમધમી રહ્યું છે અને અત્યારે મોટા પ્રમાણમાં ખેડૂતો પોતાના નવા રાયડા પાકને લઈને વેચાણ માટે આવી રહ્યા છે. ડીસા માર્કેટ યાર્ડમાં દરરોજની રાયડાની 10 હજારથી વધુની બોરીની આવક નોંધાઈ છે. તેમજ પ્રતિ 20 કિલોના 911 થી લઈને 1,010 સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે.



કમોસમી વરસાદના કારણે રાયડાના પાકમાં નુકસાન

ખેડૂતોએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં કરા સાથે વરસાદ થવાથી ખેડૂતોને રાયડાના પાકમાં મોટું નુકસાન થવા પામ્યું છે અને જેના કારણે અત્યારે રાયડો મોટાભાગે પલડી જવાથી માર્કેટ યાર્ડમાં તેનો ભાવ મળી રહ્યો નથી.



આવનારા સમયમાં રાયડાના પાકમાં ભાવ અને આવક વધવાની શક્યતા

ડીસા માર્કેટ યાર્ડમાં હોળીના મીની વેકેશન બાદ ફરી માર્કેટયાર્ડ ધમધમી રહ્યું છે. ખેડૂતો પણ પોતાના પાકને લઈને વેચાણ માટે માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે. અત્યારે ડીસા માર્કેટ યાર્ડ સૌથી વધુ રાયડાની આવક 10 હજારથી વધુની બોરીની નોંધાઈ રહી છે.



ખેડૂતોને પ્રતિ 20 કિલોના 911 થી લઈ 1,010 સુધીનો ભાવ મળી રહ્યો છે. પરંતુ આગામી સમયમાં રાયડાના ભાવમાં વધારો થશે અને રાયડાના પાકની ડીસા માર્કેટ યાર્ડમાં આવક પણ વધવાની શક્યતા છે તેમ ડીસા માર્કેટ યાર્ડના સેક્રેટરી અમૃતભાઈ જોશીએ જણાવ્યું હતું.
First published:

Tags: Banaskanatha, Farmer in Gujarat, Local 18, Market yard