Home /News /banaskantha /પહેલા વિરોધ અને હવે સ્વીકાર! કોન્ટ્રાક્ટ ફાર્મિંગના આધારે બટાકાની ખેતી કરનાર ખેડૂતોમાં ખુશીનો માહોલ
પહેલા વિરોધ અને હવે સ્વીકાર! કોન્ટ્રાક્ટ ફાર્મિંગના આધારે બટાકાની ખેતી કરનાર ખેડૂતોમાં ખુશીનો માહોલ
કોન્ટ્રાક્ટ ફાર્મિંગ
Contract Farming Method: સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાનૂનના વિરોધમાં ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગને મુદ્દે સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ એ જ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અત્યારે ગુજરાતના ખેડૂતો હોંશે હોંશે સ્વીકારી રહ્યા છે અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગના ફાયદા જણાવી રહ્યા છે. ડીસામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બટાકાની ખેતી કરતા ખેડૂતો આ વર્ષે ફાયદામાં છે.
કિશોર તુવર, બનાસકાંઠા: સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાનૂનના વિરોધમાં ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગને મુદ્દે સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ એ જ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અત્યારે ગુજરાતના ખેડૂતો હોંશે હોંશે સ્વીકારી રહ્યા છે અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગના ફાયદા જણાવી રહ્યા છે. ડીસામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બટાકાની ખેતી કરતા ખેડૂતો આ વર્ષે ફાયદામાં છે જ્યારે બટાકા જાતે ખેતી કરતા ખેડૂતો આ વર્ષે નુકસાન ભોગવી રહ્યા છે.
કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરનાર ખેડૂતને મળ્યો ઊંચો ભાવ
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા કાંટ ગામમાં રહેતા જયંતિજી ઠાકોરે તેમના ખેતરમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કરાર હેઠળ બટાકાનું વાવેતર કર્યું હતું. ખાનગી કંપની સાથે કોંટ્રાકટ કરીને જયંતીજીએ તેમના ખેતરમાં બટાટાનું વાવેતર કર્યું હતું. જ્યારે વાવેતર કર્યું હતું ત્યારે જ તેમણે બટાટાના ઊંચા ભાવ નક્કી કરી દેવામાં આવ્યા હતા.અત્યારે આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની મદદથી તેમને બજાર ભાવ કરતાં પણ ઊંચા ભાવ બટાટાના મળી રહ્યા છે. વર્તમાન સમયમાં બજારમાં બટાટાના સરેરસ ભાવ 85 થી 90 રૂપિયા વચ્ચે છે જ્યારે જયંતીજી ઠાકોરને તેમના બટાટાના ભાવ 231 રૂપિયા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બજાર ભાવ કરતાં બમણી કિંમત મળી રહી છે. જયંતીજી ઠાકોરે જ્યારે કોન્ટ્રાક્ટ ફારમીગ કર્યું ત્યારે કંપની દ્વારા જે બિયારણ આપવામાં આવ્યું હતું તેની 50% રકમ જ લેવામાં આવી હતી અને 50% રકમ જ્યારે બટાકા કંપનીને વેચવામાં આવે છે ત્યારે બિયારણની રકમ લેવામાં આવશે. આમ કોન્ટ્રાક ફાર્મિંગના ફાયદાની વાત કરીએ તો બિયારણમાં પણ ખેડૂતોને 50% પૈસા જ આપવા પડે છે, અને જો બજાર ભાવ નીચે જાય તો પણ ખેડૂતોને ચિંતા કરવી પડતી નથી. આ વર્ષે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરનાર ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
આ વર્ષે બટાકાના ભાવ 40 થી 140 રૂપિયા સુધી છે એટલે કે સરેરાશ બટાકાના ભાવ 85 થી 90 રૂપિયા ચાલી રહ્યા છે. જે ખેડૂતોએ બેંકમાંથી લોન લઈને જે બટાકાનું વાવેતર કર્યું હતું. તે વાવેતરના પૂરતા પૈસા પણ બટાકા વેચવાથી મળવાના નથી. બટાકાના ભાવ ગગડતા બેંકના પૈસા કઈ રીતે ભરવા અને પોતાનું ગુજરાત કઈ રીતે ચલાવવું તેને લઈને ખેડૂતો ચિંતત બન્યા છે. ખેતરમાં પાકેલા તમામ બટાકા વેચે તો પણ બટાકાનો વાવેતરનો ખર્ચ પણ વળી શકે તેમ નથી.
બનાસકાંઠા જિલ્લામાં કેટલાય ખેડૂતો છે જેઓ વર્ષોથી બટાકા સાથે સંકળાયેલા છે અને આ વખતે બટાકાનો ભાવ નીચે આવતા માટે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. દર વર્ષે ખેડૂતો બેંકમાંથી કે, મંડળીઓમાંથી લોન લઈને બટાકાનું વાવેતર કરતા હોય છે અને જ્યારે બટાકા તૈયાર થાય છે ત્યારે તે લોન ચૂકવતા હોય છે. પરંતુ આ વર્ષે બટાકાના ભાવ ગગડતા ખેડૂતોએ વાવેતર કરેલ પૈસા પણ ખેડૂતોને પરત મળતા નથી. ખેડૂતોના બટાકા લેવા પણ કોઈ તૈયાર નથી તેથી ખેડૂતોને પોતાનું ગુજરાત કઈ રીતે ચલાવવું તેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
બનાસકાંઠા જિલ્લામાં ખેતી કરતા ખેડૂતોની માંગ છે કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને બટાકા પર સબસીડી આપવામાં આવે તેમજ બટાકાની અન્ય રાજ્યોમાં નિકાસ કરવામાં આવે અથવા તો બટાકાના ટેકાના ભાવ નક્કી કરવામાં આવે જેથી ખેડૂતોની મુશ્કેલી દૂર થઈ શકે. બનાસકાંઠાના ડીસા તાલુકાના 15થી 20 ટકા જેટલા ખેડૂતો કોન્ટ્રાક ફાર્મિંગ હેઠળ કંપની જોડે કરાર કરીને બટાકાનું વાવેતર કરે છે. 80 ટકા જેટલા ખેડૂતો પોતાની જાતે જ બટાકાનું વાવેતર કરતા હોય છે.