બનાસકાંઠા: 6 જાન્યુઆરીના રોજ પોસ માસની પૂનમ છે. પોષ પુર્ણિમાના દિવસે લોકો માતાજીના દર્શન કરી આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવતા હોય છે. પોષી પૂનમના આ પવિત્ર દિવસે શક્તિસ્વરૂપ જગતજનની માં અંબાજી માતાનો પ્રાગ્ટયોત્સવ પણ છે. ત્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે, પાછલા બે વર્ષ કોરોનાના કારણે અંબાજીમાં આ પવિત્ર દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યો ઉજવાઇ શકયા ન હતા. પરંતુ આ વર્ષે માં અંબાજીના ધામમાં વિવિધ કાર્યક્રોમો પણ ઉજવાશે અને ખૂબ મોટી સંખ્યામાં ભકતો આજે માં અંબાજીના દર્શન કરશે ત્યારે સૌને મારા જય અંબે.
આ સાથે તેમણે જણાવ્યુ હતુ કે, સૌ માઇભકતોને પોષી પૂનમની શુભકામના સાથે અંબે માતાજીને પ્રાર્થના કે રાજયના તમામ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને સૌની મનોકામના પુર્ણ થાય.
ગુજરાતના દરેક રાજકીય પક્ષના નેતાઓએ અવારનવાર માં અંબાના ધામમાં પોતાનું શીશ ઝૂકાવવા માટે જતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અવારનવાર માં અંબાના ધામમાં શીશ ઝૂકાવવા નિયમિતપણે જતા હતા. હવે દેશના વડાપ્રધાન બન્યા છે. ત્યારે પણ સમયાંતરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મા અંબાના ધામમાં શીશ જૂકવવા જતા હોય છે.
ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે પર પોશી પૂર્ણિમાના દિવસે જ્યારે માં અંબાનો પ્રાગટ્ય ઉત્સવ થતો હોય છે ત્યારે મા અંબા પાસે રાજ્યના તમામ નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી છે અને સર્વ નાગરિકો અને મા અંબાના ભક્તોને આ પ્રાગટ્ય ઉત્સવની શુભકામનાઓ પણ આપી છે.
છેલ્લા કેટલાક સમયથી જે રીતે રાજ્ય અને દેશમાં કોરોના મહામારી ફેલાઈ હતી અને ત્યારબાદ જે સાંસ્કૃતિક કાર્યો નહોતા થયા ઉજવણીઓ નહોતી થાય તે હવે ઉજવણીઓ માં અંબાના ધામમાં જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી માં અંબાના દર્શન કરી લોકો માતાના દર્શનનો લાહવો લઈ તેવી શુભકામનાઓ પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા આપવામાં આવી છે.