Home /News /banaskantha /બનાસકાંઠા પોલીસ વ્યાજખોરો સામે એલર્ટ મોડમાં, વ્યાજખોર સાળા-બનેવીની કરાઈ ધરપકડ

બનાસકાંઠા પોલીસ વ્યાજખોરો સામે એલર્ટ મોડમાં, વ્યાજખોર સાળા-બનેવીની કરાઈ ધરપકડ

સાળા-બનેવીની પોલીસ દ્વારા ધરપકડ

Banaskantha Police: કોઈપણ જાતના લાયસન્સ વિના જ તગડા વ્યાજે રૂપિયા ફેરવી જરૂરિયાતમંદ લોકો પાસેથી પઠાણી ઉઘરાણી કરતા લોકો સામે બનાસકાંઠા પોલીસે લાલ આંખ કરી છે. આ દરમિયાન બનાસકાંઠાના વડગામમાં 39 લોકોને વ્યાજના ચક્કરમાં ફસાવનાર સાળા- બનેવીને પોલીસે દબોચી લીધા છે.

વધુ જુઓ ...
 • News18 Gujarati
 • Last Updated :
 • Banas Kantha, India
  કિશોર તુવર, બનાસકાંઠા: કોઈપણ જાતના લાયસન્સ વિના જ તગડા વ્યાજે રૂપિયા ફેરવી જરૂરિયાતમંદ લોકો પાસેથી પઠાણી ઉઘરાણી કરતા લોકો સામે બનાસકાંઠા પોલીસે લાલ આંખ કરી છે. આ દરમિયાન બનાસકાંઠાના વડગામમાં 39 લોકોને વ્યાજના ચક્કરમાં ફસાવનાર સાળા- બનેવીને પોલીસે દબોચી લીધા છે. વડગામ પોલીસ મથકે 10 જેટલાં પીડિતોએ ફરિયાદ નોંધાવતા પોલીસે અત્યારે સાળા અને બનેવી સામે ગુનો નોંધી બંનેને દબોચી લઈ તેમના ઘરે છાપો મારી રૂપિયા 2.13 લાખ રોકડા ,સહીવાળા 100 કોરા ચેક સહિતનો મુદામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે.

  આરોપી સાળા-બનેવીની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ


  બનાસકાંઠામાં દિવસેને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. તે વચ્ચે હવે બનાસકાંઠા પોલીસ વ્યાજખોરો સામે એલર્ટ મોડમાં આવી છે. વડગામ પંથકમાં 39 વ્યક્તિઓને વ્યાજના ચક્રમાં ફસાવી ઊંચી ટકાવારીએ નાણા વસૂલ કરતા ઘોડીયાલ અને દાંતાના નારગઢના સાળા-બનેવીને વડગામ પોલીસે દબોચી લીધા છે. આ સાળા - બનેવી સામે વડગામ પોલીસ મથકે 10 ગુના નોંધાયા બાદ તેમના ઘર સહિત ત્રણ સ્થળે છાપો મારી અન્ય દસ્તાવેજો પણ કબ્જે કર્યા છે. વડગામના ઘોડીયાલ ગામમાં ગુરુકૃપા જવેલર્સ નામની દુકાન ચલાવતા પરેશ સોમાલાલ સોની અને તેનો સાળો દિલીપ કાંતિલાલ સોની લોકો પાસે કોરા ચેકો તેમજ કોરા કાગળ ઉપર સહીઓ લઈ 10% થી 20 ટકા જેટલા ઊંચા વ્યાજે નાણાં ધીરતા હતા.

  આ પણ વાંચો: સમાજને નવી રાહ ચીંધી; સસરા બન્યા પિતા, પુત્રવધૂને દીકરીને જેમ વળાવી સાસરે

  આરોપીઓ ખોટી રીતે વધુ વ્યાજ ઉઘરાવતા હતા


  ઉલ્લેખનીય છે કે, અનેક ગણું વ્યાજ વસૂલ્યા બાદ ચોક્કસ રકમ લેવાની કહી વ્યાજે નાણાં લેનારની જાણ બહાર તેઓના ખાતામાં આ બંને શખ્સો બેંકમાં ચેક ભરી રિટર્ન થતા નેગોસીએબલ ઇન્સ્ટન્ટમેન્ટ એક્ટની કલમ 138 મુજબ કેસ કરી લોકોને બ્લેકમેલ કરતા હતા. જો કે આ બંનેની આવી હરકતોથી પીડિત લોકો આજ દિન સુધી તો બહાર ન આવ્યા પરંતુ હવે પોલીસ આવા પીડિત લોકોના સપોર્ટમાં આવતા આ અંગે બંને વ્યાજખોરો સામે વડગામ પોલીસ મથકે  ઘોડિયાલ ગામના 6 લોકો, હાતાવાડા ગામના એક વ્યક્તિ , કરનાળા ગામના 2 લોકો તો આંબતપુરાના એક વ્યક્તિ મળી કુલ 10 પીડિત લોકોએ આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા આ બંને સાળા-બનેવીની ધરપકડ કરી લીધી છે.

  આ પણ વાંચો: નવનિર્મિત બિલ્ડીંગના આઠમાં માળેથી નીચે પટકાતા 6 વર્ષીય બાળકનું મોત

  આરોપીઓ સામે 10 જેટલા ગુના નોંધાયા


  આ સાથે સાથે પોલીસે તેમની સામે 10 જેટલાં ગુના નોંધી બંનેના ઘર સહિત અન્ય ત્રણ સ્થળોએ છાપા મારી રૂપિયા 2.13 લાખની રોકડ રકમ, 48 પ્રોમિસરી નોટ અને 100 જેટલા સહી કારેલ કોરા ચેક સાથે બંનેને ઝડપી પાડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જોકે વ્યાજ ખોરો સામે બનાસકાંઠા પોલીસની કડક કાર્યવાહીને લઈ અન્ય વ્યાજખારોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. ઝડપાયેલા આરોપીમાં પરેશભાઇ સોમાભાઇ સોની રહે. ધોડીયાલ તા.વડગામ અને દિલીપ કુમાર કાન્‍તીલાલ સોની રહે. નારગઢ તા.વડગામના નામ સામેલ છે.

  આ પણ વાંચો:  લંપટ શિક્ષકે ગંદુ કામ કરતા વિદ્યાર્થિની હેબતાઇ ગઇ, અમદાવાદની ચોંકાવનારી ઘટના

  આરોપીઓની મોડસ ઓપરેન્‍ડી


  આરોપીઓ ભોગબનનારને વ્યાજે નાણા ધિરણ કરી અવેઝ પેટે વિશ્વાસમાં લઇ કોરા ચેક ઉપર સહી લઇ તેમજ કોરી પ્રોમેસરી નોટો ઉપર સહિ એડવાન્સમાં કરાવી મુકી પાછી લેવા સમયે 15થી 20 ટકા વ્યાજ વસુલે છે. જો કોઇના પાડે તો આ કોરી સહીવાળી પ્રોમેસરી નોટોમા વધુ રક્મો લખી લઇ તે પ્રમાણે  કોરા ચેકોમા ખોટી રકમો ભરી નેગોશીયેબલ એકટ મુજબ નામદાર કોર્ટ્માં ખોટા કેશો દાખલ કરી અને ભોગબનનારા પાસેથી વધુ રુપીયા ખોટી રીતે વસુલે છે. અને બળજબરી પુર્વક રૂપિયા પડાવી લે છે. જેથી પોલીસ દ્વારા તેમની ધરકપડ કરી લેવામાં આવી છે.
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Banaskantha, Banaskantha Crime, Banaskantha News, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन