Home /News /banaskantha /

Ambaji Temple: અંબાજીમાં 51 શક્તિપીઠ મંદિરોનાં દર્શન થાય તેનું સ્વપ્ન પીએમ મોદીએ સાકાર કર્યું

Ambaji Temple: અંબાજીમાં 51 શક્તિપીઠ મંદિરોનાં દર્શન થાય તેનું સ્વપ્ન પીએમ મોદીએ સાકાર કર્યું

વડાપ્રધાન નરેન્દ્રમોદી શક્તિપીઠ અંબાજીને યાત્રાધામની સાથે પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનાં અનેક પ્રયાસો કર્યા છે.

અંબાજીમાં યાત્રીકો આવે અને વધુ રોકાણ કરી શકે તેને લઇ તાજેતરમાં જ ગબ્બર ખાતે દુનિયાની સૌથી મોટી સ્ક્રીન લગાવી લેઝર અને સાઉન્ડ સીસ્ટમની શરૂઆત પણ કરાવી છે. આજે અંબાજી ગુજરાત જ નહીં પણ દેશનું માનીતુ શક્તિપીઠ બન્યુ છે.

    મહેન્દ્ર અગ્રવાલ, બનાસકાંઠા: રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલનાં વડાપ્રધાન નરેન્દ્રમોદી (PM Narendra Modi) શક્તિપીઠ અંબાજી (Ambaji Temple)ને યાત્રાધામની સાથે પ્રવાસન (Ambaji Tourist destination) તરીકે વિકસાવવાનાં અનેક પ્રયાસો કર્યા છે. શક્તિપીઠ અંબાજી મંદિર (Shakti Peeth Ambaji)માં બીરાજતાં જગત જનની માં અંબાની લોકોમાં અતુટ શ્રદ્ધા વધે અને સાથે માતાજીનું મંદિર પણ આકર્ષીત બને સાથે શક્તિપીઠોમાં એક માત્ર અંબાજી મંદિર જ્યાં મુખ્યશિખરને સોને મઢવાની કામગીરી માટે પણ પીએમ નરેન્દ્ર મોદીનાં અનેક પ્રયાસો રહ્યા છે અને અંબાજી મંદિરનું મુખ્ય શિખર અંદાજીત 140 કિલો જેટલાં સોનાથી મઢવાની કામગીરી પુર્ણ કરવામાં આવી છે.જ્યારે સંપુર્ણ મંદિર સુવર્ણમય બનાવવા માટેની બીજા ફેજની કામગીરીની પણ શરૂઆત કરવામાં આવી છે.

    અંબાજી યાત્રાધામની સાથે પ્રવાસન ધામ બને તે માટે નરેન્દ્રમોદી મુખ્યમંત્રી હતા ત્યારે ગબ્બર તળેટીમાં 51 શક્તિપીઠનાં આબેહુબ મંદિરો બનાવી ભારત નહીં પણ આસપાસનાં દેશોમાં સ્થાપિત શક્તિપીઠોનાં મંદિરો અંબાજીમાં બનાવી શ્રદ્ધાળુંઓને એક જ દિવસમાં અને એક સાથે એક જગ્યાએ 51 શક્તિપીઠ મંદિરોનાં દર્શન થાય તેવું પણ સ્વપ્ન નરેન્દ્ર મોદી એ જોયુ હતુ. અને તે પણ સાકાર થયુ છે.

    આજે અંબાજી ગુજરાત જ નહીં પણ દેશનું માનીતુ શક્તિપીઠ બન્યુ છે.


    અંબાજીમાં યાત્રીકો આવે અને વધુ રોકાણ કરી શકે તેને લઇ તાજેતરમાં જ ગબ્બર ખાતે દુનિયાની સૌથી મોટી સ્ક્રીન લગાવી લેઝર અને સાઉન્ડ સીસ્ટમની શરૂઆત પણ કરાવી છે. આજે અંબાજી ગુજરાત જ નહીં પણ દેશનું માનીતુ શક્તિપીઠ બન્યુ છે.



    જણાવી દઇએ કે, પીએમ મોદીએ આજે મહાકાળી મંદિર (Mahakali Temple) પર ધ્વજારોહણ કર્યું હતું. એક અંદાજ પ્રમાણે મહાકાળી મંદિર પર છેલ્લા 500 વર્ષથી ધજા ફરકાવવામાં આવતી ન હતી. આજે પીએમ મોદી મહાકાળી મંદિર (PM Modi at Mahakali Temple)ની મુલાકાતે આવ્યા હતા તેમજ અહીં વિકાસ કામોનું લોકોર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. પીએમ મોદીએ અહીં મહાકાળી માતાની પૂજા-અર્ચના કરી હતી. આ સાથે જ તેમણે મંદિર પર ધજા ચઢાવી હતી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Ambaji Temple Online Darshan, Pm modi in gujarat, અંબાજી, અંબાજી મંદિર

    આગામી સમાચાર