Home /News /banaskantha /PM મોદી તારંગા હિલ અંબાજી આબુરોડ બ્રોડગેજ રેલ્વે લાઇનનો કરશે શિલાન્યાસ, 2700 કરોડના ખર્ચે પાંચ વર્ષમાં પૂર્ણ થશે કામ

PM મોદી તારંગા હિલ અંબાજી આબુરોડ બ્રોડગેજ રેલ્વે લાઇનનો કરશે શિલાન્યાસ, 2700 કરોડના ખર્ચે પાંચ વર્ષમાં પૂર્ણ થશે કામ

PM મોદી તારંગા હિલ અંબાજી આબુરોડ બ્રોડગેજ રેલ્વે લાઇનનો કરશે શિલાન્યાસ

PM Modi Gujarat Visit: PM મોદી તારંગા હિલ-અંબાજી-આબુરોડ બ્રોડગેજ રેલવે લાઇનનું કરશે ભૂમિપૂજન, 2700 કરોડના ખર્ચે પાંચ વર્ષમાં પૂર્ણ થશે કામ, આ રેલવે લાઈનની લંબાઈ 116 કિલોમીટરની હશે

    અંબાજી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 30મી સપ્ટેમ્બરે નવી તારંગા હિલ-અંબાજી-આબુરોડ બ્રોડગેજ રેલવે લાઇનનું ભૂમિપૂજન કરવામાં આવશે. રૂપિયા 2700 કરોડથી પણ વધુના ખર્ચે નિર્માણ પામનારી આ રેલવે લાઇનનું કામ આગામી પાંચ વર્ષમાં પૂર્ણ થશે. આ રેલવે લાઈનની લંબાઈ 116 કિલોમીટરની હશે. 6 રિવર ક્રોસીંગ ધરાવતી તારંગાથી આબુરોડ સુધીની આ રેલવે લાઇનની કામગીરી ચાર તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે, જે 60 ગામડાઓમાંથી પસાર થશે. આ રેલવે લાઈનના નિર્માણથી ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના 104 ગામડાઓને લાભ થશે. આ લાઈન પર અંબાજીમાં તેની ભવ્યતા અનુસાર શક્તિપીઠની થીમ આધારિત ડિઝાઇન અને અદ્યતન સુવિધાઓથી સજ્જ રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. જ્યારે તારંગા હિલ્સ રેલવે સ્ટેશનની પણ જૈન સ્થાપત્યકલાના આધારે ડિઝાઈન કરવામાં આવશે.

    - 30મી સપ્ટેમ્બરે બનાસકાંઠાને આપશે વિવિધ પ્રકલ્પોની ભેટ
    - તારંગા હિલ-અંબાજી-આબુરોડ બ્રોડગેજ રેલવે લાઇનનું કરશે ભૂમિપૂજન
    - રૂ.2798 કરોડના ખર્ચે રેલ્વે લાઈનનું થશે નિર્માણ
    - 116 કિમી લંબાઈ ધરાવતી રેલ્વે લાઈન પર હશે 6 રિવર ક્રોસિંગ
    - 4 તબક્કામાં અને આગામી 5 વર્ષમાં પૂર્ણ થશે કામગીરી
    - મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાના 104 ગામડાઓને થશે લાભ
    - 60 ગામડાઓમાંથી પસાર થશે રેલ્વે લાઈન

    આ પણ વાંચો: અંબાજીમાં વિકાસ-પર્વ: અંબાજીએ દર્શન કરવા આવતાં કરોડો શ્રધ્ધાળુઓને PM મોદી આપશે ભેટ

    6 રિવર ક્રોસિંગ ધરાવતી તારંગાથી આબુરોડ સુધીની રેલવે લાઇનની કામગીરી ચાર તબક્કામાં પૂર્ણ કરાશે. રેલવે લાઈનથી મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાના 104 ગામડાઓને લાભ થશે. અંબાજીમાં શક્તિપીઠની થીમ પર રેલ્વે સ્ટેશનનું નિર્માણ કરાશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Latest News, PM Modi પીએમ મોદી

    विज्ञापन
    विज्ञापन