Home /News /banaskantha /વડાપ્રધાન મોદી 'મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના'નો આદ્યશક્તિ ધામ અંબાજીથી પ્રારંભ કરાવશે

વડાપ્રધાન મોદી 'મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના'નો આદ્યશક્તિ ધામ અંબાજીથી પ્રારંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( ફાઈલ તસવીર)

Adyashakti Dham Ambaji: વડાપ્રધાન મોદી 'મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના'નો આદ્યશક્તિ ધામ અંબાજીથી પ્રારંભ કરાવશે, વડાપ્રધાન હાલ ગુજરાતના પ્રવાસે છે, પ્રવાસે દરમિયાન ઘણી યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી ચુક્યા છે.

  અંબાજી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રીના પાવન પર્વ અવસરે આવતીકાલે, શુક્રવારે આદ્યશક્તિ ધામ અંબાજીથી ગુજરાતના ગૌ વંશ અને ગૌ માતાના રખરખાવ, નિભાવ માટેની ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’નો પ્રારંભ કરાવશે. વડાપ્રધાન હાલ ગુજરાતના પ્રવાસે અને ઘણી યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરી ચુક્યા છે. મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના આપણી ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા અને કામધેનુ તરીકેના અપાયેલા પૂજનીય સ્થાન અને મહત્વને ઉજાગર કરતી યોજના છે.

  રાજ્યમાં જે ગૌ-શાળા પાંજરાપોળ આવા ગૌ-વંશ અને ગાય માતાની નિભાવણી કરે છે, તેમને આર્થિક સહાયરૂપ થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ યોજના 2022-23ના બજેટમાં જાહેર કરી છે. વડાપ્રધાન આદ્યશક્તિધામ અંબાજીથી આ યોજનાના વિધિવત લોંચિંગ પ્રસંગે પ્રતિક રૂપે પાંચ જેટલી ગૌ શાળા અને પાંજરાપોળને સહાયની રકમ અર્પણ કરશે.

  આ પણ વાંચો: 36મી નેશનલ ગેઈમ્સનો પ્રારંભ કરાવવા સ્ટેડિયમ પહોંચ્યા PM મોદી

  અંબાજીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મા અંબાના મંદિરમાં માતાજીની આરજી અને પૂજા-અર્ચના પણ કરશે. ત્યાર બાદ વડાપ્રધાન મોદી મા અંબાનો આર્શીવાદ મેળવીને અંબાજી માતાના ગબ્બર ખાતે લાઈટ શોની પણ મુલાકાત લેશે. આ દરમિયાન મોદી ત્યાં ગબ્બર ખાતે મહાઆરતીમાં પણ ભાગ લેશે. મહાઆરતી કર્યા બાદ વડાપ્રધાન રોડ માર્ગે આબુરોડ માનપુર ખાતે હેલિપેડ ખાતે રવાના થશે.

  કેન્દ્રીય સરકાર દ્વારા નવી તારંગા હિલ-આબુ રેલવે લાઈનને મંજુરી આપવામાં આવી છે. આ યોજનાથી રાજ્યમાં રોજગારીનું નિર્માણ થશે. અને સાથે સાથે રાજ્યના લોકોને પરિવહન માટે નવી સુવિઘાઓ પણ મળી રહેશે. ₹ 2798 કરોડના ખર્ચે નિર્માણ થનારી આ બ્રોડગેજ રેલવે લાઇનનું વડાપ્રધાન ભૂમિપૂજન કરશે. તે સિવાય ડીસા એરફોર્સ સ્ટેશનમાં ₹1000 કરોડના ખર્ચે રનવે અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ભૂમિપૂજન કરશે. આ બાદ વડાપ્રધાન ₹ 1881 કરોડના ખર્ચે નિર્મિત 62.15 કિમીની પાલનપુર-મહેસાણા રેલવે લાઇનનું પણ લોકાર્પણ કરવાના છે.
  Published by:Vimal Prajapati
  First published:

  विज्ञापन
  विज्ञापन