Home /News /banaskantha /અંબાજીમાં વિકાસ-પર્વ: અંબાજીએ દર્શન કરવા આવતાં કરોડો શ્રધ્ધાળુઓને PM મોદી આપશે ભેટ

અંબાજીમાં વિકાસ-પર્વ: અંબાજીએ દર્શન કરવા આવતાં કરોડો શ્રધ્ધાળુઓને PM મોદી આપશે ભેટ

અંબાજીમાં પીએમ મોદી 53 કરોડથી વધુ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કરશે.

PM Modi in Ambaji: યાત્રાધામ અંબાજીમાં આજે પીએમ મોદી 53 કરોડથી વધુ વિકાસ કાર્યોનું ભૂમિ પૂજન કરશે. શ્રધ્ધાળુઓ માટે વિવિધ સગવડો ઉભી કરવા માટે રૂપિયા 50 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે.

    અંબાજી: અંબાજીમાં પીએમ મોદી 53 કરોડથી વધુ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કરશે. અંબાજીમાં સોલાર પેનલ, વ્હીકલ ચાર્જિગ પોઇન્ટ, લેન્ડ સ્કેપિંગ જેવા કામો કરવામાં આવશે. શુધ્ધ પીવાના પાણીની સુવિધા, CCTV કેમેરા અને પોલીસ બૂથ જેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે.

    યાત્રાધામ અંબાજીમાં આજે પીએમ મોદી 53 કરોડથી વધુ વિકાસ કાર્યોનું ભૂમિ પૂજન કરશે. શ્રધ્ધાળુઓ માટે વિવિધ સગવડો ઉભી કરવા માટે રૂપિયા 50 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે. જેમાંથી અંબાજી મંદિર ખાતે બિલ્ડીંગ, CCTV કેમેરા, સોલાર પેનલ, વ્હીકલ ચાર્જિગ પોઇન્ટ, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, એપ્રોચ રોડ, પાથ વે, પાર્કિગ, રેમ્પ, લેન્ડ સ્કેપિંગ જેવા કામો કરવામાં આવશે. આ ઉપરાંત ગબ્બર ખાતે પણ સ્ટોન પાથ-વે, શુધ્ધ પીવાના પાણીની સુવિધા, CCTV કેમેરા અને પોલીસ બૂથ જેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 30 સપ્ટેમ્બરે અંબાજી મંદિરમાં પૂજા કરશે. તેમજ ગબ્બર ખાતે પણ મહાઆરતીમાં ભાગ લેશે. આ પ્રસંગે વડાપ્રધાન અંબાજીમાં પ્રસાદ યોજના અંતર્ગત શ્રદ્ધાળુઓની સુવિધા માટે 53 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરશે. દર વર્ષે એક કરોડથી વધુ શ્રધ્ધાળુઓ અંબાજી દર્શનાર્થે આવે છે અને છેલ્લા પાંચ વર્ષમાં શ્રધ્ધાળુઓની સંખ્યામાં 13 ટકાનો વધારો થયો છે. જેને ધ્યાને લઇ રાજ્ય સરકારે અંબાજી યાત્રાધામને PRASAD યોજનામાં આવરી લેવા કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી. જેનો કેન્દ્રએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો અને શ્રધ્ધાળુઓ માટે વિવિધ સગવડો ઉભી કરવા માટે રૂપિયા 50 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે.

    આ પણ વાંચો: અંબાજીમાં પીએમો મોદી બનશે ભક્તિમય, માં અંબાના દર્શન બાદ ગબ્બર આરતીમાં લેશે ભાગ

    આ નાણાકીય ફાળવણીમાંથી અંબાજી મંદિર ખાતે (GFX IN) બિલ્ડીંગ, CCTV કેમેરા, સોલાર પેનલ, વ્હીકલ ચાર્જિગ પોઇન્ટ, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, એપ્રોચ રોડ, પાથ વે, પાર્કિગ, રેમ્પ, લેન્ડ સ્કેપિંગ ( GFX OUT) જેવા કામો હાથ કરવામાં આવશે. આ ઉપરાંત ગબ્બર ખાતે પણ સ્ટોન પાથ-વે, શુધ્ધ પીવાના પાણીની સુવિધા, CCTV કેમેરા અને પોલીસ બૂથ જેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે. આ તમામ સુવિધાઓનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30મી સપ્ટેમ્બરે ભૂમિપૂજન કરશે.

    અંબાજીમાં વિકાસ-પર્વ

    -બિલ્ડીંગ
    -CCTV કેમેરા
    -સોલાર પેનલ
    -વ્હીકલ ચાર્જિગ પોઇન્ટ
    -વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ
    -એપ્રોચ રોડ
    -પાથ વે
    -પાર્કિગ
    -લેન્ડ સ્કેપિંગ
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Latest News, PM Modi પીએમ મોદી

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन