Home /News /banaskantha /અંબાજીમાં પીએમ મોદી બનશે ભક્તિમય, મા અંબાના દર્શન બાદ ગબ્બર આરતીમાં લેશે ભાગ

અંબાજીમાં પીએમ મોદી બનશે ભક્તિમય, મા અંબાના દર્શન બાદ ગબ્બર આરતીમાં લેશે ભાગ

(ફાઇલ તસવીર)

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી આજે અંબાજીની મુલાકાત લેવા રવાના થયા છે. જ્યાં કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે.

  અંબાજી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી આજે અંબાજીની મુલાકાત લેવા રવાના થા છે. જ્યાં કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. પીએમ મોદીના આગમનને લઈને મંદિરમાં ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જનસભાને સંબોધન કર્યા બાદ પીએમ મોદી માં અંબાના દર્શન કરશે. જ્યાં કપૂર આરતી, પૂજા અર્ચના કરશે. ભટ્ટજી મહારાજ પૂજા અર્ચના કરાવશે. માં અંબાના દર્શન બાદ તેઓ ગબ્બર આરતીમાં ભાગ લેશે.

  ભારત સરકારની વિકાસ યાત્રા થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજી પહોંચશે અને સાથે કરોડો રૂપિયાના વિકાસ કર્યોનું ભૂમિપૂજન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટરમાર્ગે અંબાજી પહોંચશે, ત્યારે સૌપ્રથમ ચિખલામાં વિશાળ જનમેદનીને ગુજરાત નહીં, પણ ભારતભરની વિકાસ યાત્રાની વાતો કરશે. સાથે અંબાજીમાં પણ યાત્રાળુઓની વિવિધ સુવિધાઓ માટે 53 કરોડના વિકાસ કાર્યોનું ભૂમિપુજન કરશે. જયારે અંબાજીને રેલમાર્ગ સાથે જોડતી યોજનાનો ખાતમૂહુર્ત પણ કરશે. અંબાજીમાં બાયપાસ રોડ મંદિર ટ્રસ્ટના પ્રસાદમ યોજના તેમજ વિવિધ આવાસ યોજનાના થયેલા કામોનો ભૂમિપૂજન સાથે ઇ લોકાર્પણ કરશે. અંબાજી ખાતે જાહેર સભા સંબોધન કર્યા બાદ અંબાજી મંદિરે દર્શન માટે જશેને ત્યાર બાદ ગબ્બરમાં મહાઆરતી કરી અંબાજીની યાત્રા પૂર્ણ કરશે.

  આ પણ વાંચો: મેડ ઇન ઇન્ડિયા ‘વંદે ભારત ટ્રેન’ દેશની દિશા અને દશા બદલશેઃ PM મોદી

  વડાપ્રધાન નરેન્દ્રમોદીને આવકારવા શક્તિપીઠ અંબાજીએ નવા રૂપ રંગ ધારણ કર્યા છે. અંબાજી શક્તિપીઠ સર્કલથી ગબ્બર મહાઆરતીમાં જવાના માર્ગ ઉપર રંગબેરંગી લાઇટીંગથી અદભુત નજારો સર્જ્યો છે. એટલું જ નહીં, માર્ગમાં સ્લીપોત્સવ દરમિયાન સાપ્તીના શિલ્પકારો દ્વારા તૈયાર કરાયેલ શિલ્પો ગોઠવીને સજાવટ કરવામાં આવી છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Gujarat News, Latest News, PM Modi પીએમ મોદી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन