બનાસકાંઠા: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit) ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓ આજે અને આવતીકાલે 29મી તારીખે ગુજરાતમાં છે. આજે પીએમ મોદી સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીના (Sabar Dairy) વિવિધ પ્લાન્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ છે. જેમાં સાબર ડેરી હિંમતનગર ખાતે રૂ. 305 કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ તેમજ રૂ. 600 કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું છે.
આ ઉપરાંત રૂ. 125 કરોડના ખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સુકન્યા યોજના અન્વયે દીકરીઓને ખાતા ખોલવાનો કાર્યક્રમ અને મહત્તમ દૂધ ઉત્પાદન કરનાર મહિલા પશુપાલકોનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સન્માન પણ કરવામા આવ્યુ છે.
પીએમ મોદીનું સંબોધન
પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યુ કે, 'આજે સાબર ડેરીનો વિસ્તાર થયો છે. અહીં સેંકડો કરોડના નવા પ્રોજેક્ટ્સ સ્થપાઈ રહ્યા છે. આધુનિક ટેક્નોલોજીથી સજ્જ મિલ્ક પાવડર પ્લાન્ટ અને એ-સેપ્ટિક પેકિંગ વિભાગમાં વધુ એક લાઇનના ઉમેરા સાથે સાબર ડેરીની ક્ષમતામાં વધુ વધારો થશે.'
પીએમએ વધુમાં જણાવ્યુ કે, 'જેમ જેમ સિંચાઇની સુવિધાઓનો ગુજરાતમાં વિસ્તાર થયો, એમ એમ કૃષિ અને પશુપાલનના ક્ષેત્રમાં અમે ઘણો જ વિકાસ કર્યો અને ડેરીએ તેને મોટી તાકાત આપી.'
ગુજરાતમાં છેલ્લા બે દશકમાં જે સુવિધાઓ તૈયાક થઇ, જેના સારા પરિણામ મળી રહ્યા છે. આજે ગુજરાતનો ડેરી માર્કેટ 1 લાખ કરોડ રુપિયા સુધી પહોંચી ગયો છે.
વડાપ્રધાને જણાવ્યુ કે, 'ગુજરાતમાં છેલ્લા બે દશકમાં જે સુવિધાઓ તૈયાર થઇ, જેના સારા પરિણામ મળી રહ્યા છે. આજે ગુજરાતનો ડેરી માર્કેટ 1 લાખ કરોડ રુપિયા સુધી પહોંચી ગયો છે.'